તમારા પર્સમાં રાખો આ 5 વસ્તુ, લક્ષ્મીજી રહેશે તમારી પાસે

Posted By: KARNAL HETALBAHEN
Subscribe to Boldsky

જો તમે દિવસ-રાત મહેનત કરીને પૈસા જમા કરો છો અને પૈસા ટકવાનું નામ લેતા નથી, તો અમે તમને એવા પાંચ ઉપાય બતાવીશું જેનાથી માં લક્ષ્મી પ્રસન્ન થશે અને તે તમને છોડીને ક્યારેય જશે નહી.

જો નોટોથી ભરેલું તમારું પર્સ મહિનાના અંત સુધીમાં ખાલી થઇ જતું હોય, તો અપનાવો આ પાંચ ઉપાય. જી હાં, ઉપાય પર્સ સાથે જોડાયેલા છે જેને આપણે શાસ્ત્રીય ઉપાય કહીએ છીએ. તેના અનુસાર તમારે તમારા પર્સ અથવા વોલેટમાં કેટલીક એવી વસ્તુઓ રાખવી જોઇએ જેનાથી તમારે ધનની કમી ન થાય. આવો જાણીએ તેના વિશે..

માં લક્ષ્મીનો ફોટો

માં લક્ષ્મીનો ફોટો

આ બધા જાણે છે કે પૈસા સાથે જોડાયેલી દરેક સમસ્યા માતા લક્ષ્મી દૂર કરે છે. એટલા માટે માતા લક્ષ્મીનો ફોટો પર્સમાં એવી જગ્યાએ રાખો, જેથી તે ક્યારેય ગાયબ અથવા પડી ન જાય. માં લક્ષ્મીની મુદ્રા બેઠેલી હોવી જોઇએ.

પીપળાંના પાન

પીપળાંના પાન

હિંદુઓ માટે પીપળાનું ઝાડ ખૂબ જ પૂજનીય હોય છે. એક તાજા પીપળાના પાન લો તેને ગંગાજળથી ધોઇ દો, પછી તેના પર કેસર વડે શ્રી લખો અને પર્સમાં રાખી દો. આ પાનને નિયમિત બદલતા રહો, તેનાથી જરૂર લાભ મળશે.

ચોખાના દાણા

ચોખાના દાણા

પર્સમાં ચોખાના 21 દાણા કોઇ પડીકામાં મુકો, તેનાથી ધનનો ખોટો ખર્ચ થશે નહી. લક્ષ્મીજીને ચઢાવવામાં આવેલા ચોખા પર્સમાં રાખો.

વડીલો પાસેથી મળેલા પૈસા રાખો

વડીલો પાસેથી મળેલા પૈસા રાખો

જો તમારા માતા-પિતા અથવા કોઇ વડીલ પાસેથી પૈસા મળે છે, તો તેને આર્શીવાદ સમજી પર્સમાં મુકી દો અને તેને ક્યારેય ખર્ચ કરશો નહી. તેનાથી ધન હંમેશા તમારી પાસે રહેશે અને બેકાર ખર્ચ થશે નહી.

ચાંદીનો સિક્કો

ચાંદીનો સિક્કો

જો તમારી પાસે ચાંદીનો સિક્કો છે તો તેને પર્સમાં રાખો. પરંતુ તેને પર્સમાં રાખતાં પહેલાં થોડીવાર માતા લક્ષ્મીના ચરણોમાં રાખો અને પછી તેને પર્સમાં મુકો.

English summary
According to scriptures there are certain things that should always keep in the wallet as it invites Goddess Lakshmi.