નવરાત્રિ પૂજન અને ઉપવાસ માટેનાં 9 જરૂરી સામાનો

By Staff

નવરાત્રિ પર્વની શરુઆત થતા આપે ઘણા પ્રકારની તૈયારીઓ કરવાની હોય છો. આ તૈયારીઓમાં જરૂરી સામાન એકઠો કરવો પણ એક કામ છે. નવરાત્રિ શરૂ થતા પહેલા આપ પૂજા અને ઉપવાસ માટેનાં કેટલાક સામાન ચોક્કસ ખરીદીને રાખી લો કે જેથી આપને તાત્કાલિક દોડભાગ ન કરવી પડો. આ નવ સામાનોની યાદી નીચે મુજબ છે :

Things You Need To Buy For Navratri

નવરાત્રિ પૂજન અને ઉપવાસ માટેના 9 જરૂરી સામાનો

1. રાજગરાનો લોટ : નવરાત્રિનાં દિવસોમાં ઘઉંનો લોટ ખાવાનું નિષેધ હોય છે. જો આપે ઉપવાસ રાખ્યો હોય, તો આપ રાજગરાના લોટનું સેવન કરો.

2. સિંધવ મીઠું : ઉપવાસ દરમિયાન સિંધવ મીઠાનું સેવન કરો કે જેથી આપના શરીરમાં સોડિયમની ઉણપ ન સર્જાઈ શકે.

3. કાળા ચણા : નવરાત્રિ વ્રત બાદ કન્યા ભોજનમાં કાળા ચણા બનાવવામાં આવે છે અને તે પછી જ ભોગ લગાવવામાં આવે છે.

4. મોરૈયુ : આ એક ખાસ પ્રકારના ચોખા છે કે જે ઉપવાસ દરમિયાન ખાવામાં આવે છે.

5. સિંગોડાનો લોટ : વ્રતનાં દિવસો દરમિયાન સિંગોડાનો લોટ આરોગ્યપ્રદ રહે છે. તેની અનેક ડિશિસ બની શકે છે.

6. સાબુદાણા : ઉપવાસનાં દિવસો દરમિયાન સાબુદાણાની ગળી અને નમકીન ખિડવી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તે સુપાચ્ય પણ હોય છે.

7. સીંગદાણા : નવરાત્રિ દરમિયાન દિવસમાં નાશ્તામાં સીંગદાણાનું સેવન કરવામાં આવે છે કે જેથી શરીરને પુરતી એનર્જી મળી રહે.

8. ચિપ્સ અને મિક્સ્ચર : આજ-કલ માર્કેટમાં ઘણા પ્રકારની ઉપવાસ માટેની ચિપ્સ અને મિક્સ્ચર મળે છે. તેમને ખરીદીને સ્ટૉકમાં રાખી લો કે જેથી જ્યારે પણ ભૂખ લાગે કે તરત જ તેને ખાઈ શકાય.

9. માવો : નવરાત્રિ પહેલા માવો ખરીદી લો. તે ખૂબ જ સારો અને આરોગ્યવર્ધક હોય છે કે જેને ઘણા પ્રકારની ડિશિસમાં કે ખાંડ મેળવીને પણ ખાઈ શકાય છે.

X
Desktop Bottom Promotion