For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કામાખ્યા મંદિરનું એવું રહસ્ય કે જેને સાંભળતા જ આપ રહી જશો દંગ

By Super Admin
|

ભારતમાં ભાગ્યે જ કોઈ એવી જગ્યા હશે કે જે કામાખ્યા મંદિર જેટલી રહસ્યમય અને માયાવી હોય. આ મંદિર ગુવાહાટીથી 8 કિલોમીટર દૂર કામાગિરી કે નીલાચલ પર્વત પર સ્થિત છે. તેને અલૌકિક શક્તિઓ તેમજ તંત્ર સિદ્ધિનું મુખ્ય સ્થળ ગણવામાં આવે છે.

કામાખ્યા મંદિરનો અમ્બુબાસી મેળો
કામાખ્યા મંદિર 51 શક્તિપીઠોમાંનું એક છે. કહે છે કે અહીં સતિ દેવીની યોનિનો ભાગ પડ્યો હતો. તેથી જ આ મંદિર સતિ દેવીની યોનિનું પ્રતિનિધિત્વ કરે છે. સતિ દેવીનાં સ્વઃત્યાગથી ક્રોધિત થઈ ભગવાન શિવે વિનાશક નૃત્ય એટલે કે તાંડવ કર્યુ હતુ. સાથે જ તેમણે સમગ્ર ધરાને નષ્ટ કરવાની ચેતવણી પણ આપી હતી.

તેને જોતા ભગવાન મહાવિષ્ણુએ સતિ દેવીના શરીરને પોતાનાં ચક્રથી 51 ટુટકાઓમાં વિભાજિત કરી દીધું. શરીરનો દરેક ભાગ પૃથ્વીનાં જુદા-જુદા વિસ્તારોમાં જઈને પડ્યો. કામાગિરી તે સ્થળ છે કે જ્યાં દેવીની યોનિનો ભાગ પડ્યો હતો. એમ પણ કહેવાય છે કે અહીં સતિ દેવી ભગવાન શિવ સાથે આવતા હતાં.

કામાખ્યા માતા :

કામાખ્યા માતા :

તાંત્રિકોની દેવી કામાખ્યા દેવીની પૂજા ભગવાન શિવનાં નવવધુ રૂપમાં કરાય છે કે જે મુક્તિને સ્વીકાર કરે છે અને તમામ ઇચ્છાઓ પૂર્ણ કરે છે. કાળી અને ત્રિપુર સુંદરી દેવી બાદ કામાખ્યા માતા તાંત્રિકોની સૌથી મહત્વની દેવી છે.

પૂજાનો ઉદ્દેશ : મહિલા યોનિ

પૂજાનો ઉદ્દેશ : મહિલા યોનિ

મંદિરનાં ગર્ભગૃહમાં કોઈ પ્રતિમા સ્થાપિત નથી કરાઈ. તેના સ્થાને એક સમતળ ખડકની વચ્ચે બનેલું વિભાજન દેવીની યોનિને દર્શાવે છે. એક પ્રાકૃતિક ઝરણાનાં કારણે આ જગ્યા કાયમ ભીની રહે છે. આ ઝરણાના જળને ખૂબ જ અસરકારક તથા શક્તિશાળી ગણાય છે. એવી માન્યતા છે કે આ જળનાં નિયમિત સેવાનથી બીમારીઓ દૂર થાય છે.

સમસ્ત રચનાની ઉત્પત્તિ

સમસ્ત રચનાની ઉત્પત્તિ

મહિલા યોનિને જીવનનો પ્રવેશ દ્વારા માનવામાં આવે છે. આ જ કારણ છે કે કામાખ્યાને સમસ્ત નિર્માણનું કેન્દ્ર ગણવામાં આવે છે.

રજસ્વલા દેવી

રજસ્વલા દેવી

સમગ્ર ભારતમાં રજસ્વલા એટલે કે માસિક ધર્મને અશુદ્ધ ગણાય છે. છોકરીઓને તે દરમિયાન સામાન્યતઃ અછૂત સમજવામાં આવે છે, પરંતુ કામાખ્યાની બાબતમાં એવું નથી. દર વર્ષે અમ્બુબાચી મેળા દરમિયાન નજીકની નદી બ્રહ્મપુત્રાનું પાણી ત્રણ દિવસ માટે લાલ થઈ જાય છે. પાણીનો આ રંગ કામાખ્યા દેવીનાં માસિક ધર્મનાં કારણે થાય છે. ત્રણ દિવસ બાદ શ્રદ્ધાળુઓની ભીડ મંદિરમાં ઉમટી પડે છે. સૌ દેવીનાં માસિક ધર્મનાં ભીના વસ્ત્રને પ્રસાદ તરીકે લેવા પહોંચે છે.

જનન ક્ષમતાનો પર્વ

જનન ક્ષમતાનો પર્વ

અમ્બુબાસી કે અમ્બુબાચી મેળાને અમેતી તેમજ તાંત્રિક જનન ક્ષમતાનાં પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે. અમ્બુબાચી શબ્દની ઉત્પત્તિ ‘અમ્બુ' અને ‘બાચી' શબ્દથી થઈ છે. અમ્બુનો અર્થ હોય છે પાણી, જ્યારે બાચીનો અર્થ હોય છે ઉત્ફુલ્લન. આ પર્વ સ્ત્રી શક્તિ તેમજ તેની જનન ક્ષમતાને ગૌરાન્વિત કરે છે. આ દરમિયાન અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે કે જેથી તેને પૂર્વનો મહાકુંભ પણ કહેવામાં આવે છે.

તંત્ર સિદ્ધિ અને તંત્ર વિદ્યાનું સ્થળ

તંત્ર સિદ્ધિ અને તંત્ર વિદ્યાનું સ્થળ

સામાન્યતઃ એમ વિચારવામાં આવે છે કે તંત્ર વિદ્યા અને કાળી શક્તિઓનો કાળ વીતી ચુક્યો છે, પરંતુ કામાખ્યામાં આજે પણ આ જીવન શૈલીનો ભાગ છે. અમ્બુબાચી મેળા દરમિયાન તેને સહેજે જોઈ પણ શકાય છે. આ સમયે શક્તિ તાંત્રિકની દૃષ્ટિએ ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. શક્તિ તાંત્રિક એવા સમયમાં એકાંતવાસમાંથી બાર આવે છે અને પોતાની શક્તિઓનું પ્રદર્શન કરે છે. આ દરમિયાન તેવા લોકોને વરદાન અર્પિત કરવાની સાથે-સાથે જરૂરિયાતમંદોની મદદ પણ કરે છે.

તંત્રની ઉત્પત્તિ

તંત્રની ઉત્પત્તિ

આ વિસ્તારની આજુબાજુ ઘણા તાંત્રિક જોવા મળે છે કે જેથી સ્પષ્ટ છે કે કામાખ્યા મંદિરની આજુબાજુ તેમનો મહત્વનો આધાર છે. એવું મનાય છે કે મોટાભાગનાં કૌલ તાંત્રિકોની ઉત્પત્તિ કામાપુરામાં થઈ છે. સામાન્ય ધારણા એવી છે કે કોઈ પણ વ્યક્તિ ત્યાં સુધી પૂર્ણ તાંત્રિક નથી બની શકતી કે જ્યાં સુધી તે કામાખ્યા દેવીની સામે માથું ન ટેકવે.

તંત્ર વિદ્યા : સારાઈ માટે અને નરસાઈ માટે

તંત્ર વિદ્યા : સારાઈ માટે અને નરસાઈ માટે

એવું કહેવામાં આવે છે કે કામાખ્યાનાં તાંત્રિકો અને સાધુઓ ચમત્કાર કરવામાં સક્ષમ હોય છે. ઘણા લોકો લગ્ન, બાળખ, ધન અને બીજી ઇચ્છાઓની પૂર્તિ માટે કામાખ્યાની તીર્થયાત્રાએ જાય છે. કહે છે કે અહીંનાં તાંત્રિકુ ખરાબ શક્તિઓ દૂર કરવામાં પણ સમર્થ હોય છે. જોકે તેઓ પોતાની શક્તિઓનો ઉપયોગ ખૂબ જ સમજી-વિચારીને કરે છે.

પશુઓની બલિ

પશુઓની બલિ

બકરા અને ભેંસની બલિ અહીં સામાન્ય બાબત છે. જોકે કોઇક માદા પશુની બલિ પૂર્ણતઃ નિષિદ્ધ છે. આ ઉપરાંત કન્યા પૂજા અને ભંડારા વડે પણ કામાખ્યા માતાને પ્રસન્ન કરવામાં આવે છે.

કાળો જાદુ અને શ્રાપમાંથી છુટકારો

કાળો જાદુ અને શ્રાપમાંથી છુટકારો

મંદિરની આજુબાજુ રહેનાર અઘોરીઓ અને સાધુઓ અંગે કહેવામાં આવે છે કે તેઓ કાળા જાદૂ અને શ્રાપમાંથી છુટકારો અપાવવામાં સમર્થ છે.

દસ મહાવિદ્યા

દસ મહાવિદ્યા

એક તરફ મુખ્ય મંદિર કામાખ્યા માતાને સમર્પિત છે, બીજી બાજુ અહીં મંદિરોનું એક સંકુલ પણ છે કે જે દસ મહાવિદ્યાને સમર્પિત છે. આ મહાવિદ્યાઓ છે માતંગી, કામાલા, ભૈરવી, કાળી, ધૂમાવતિ, ત્રિપુર સુંદરી, તારા, બગલામુખી, છિન્નમસ્તા અને ભુવનેશ્વરી. તેથી આ સ્થાન તંત્ર વિદ્યા અને કાળા જાદૂ માટે વધુ મહત્વનું બની જાય છે. એવી માન્યતા છે કે આ સ્થાન પ્રાચીન ખાસી હતું કે જ્યાં બલિ આપવામાં આવતી હતી. કામાખ્યા મંદિર એક એવી જગ્યા છે કે જ્યાં અંધવિશ્વાસ અને વાસ્તવિકતા વચ્ચેની પાતળી રેખા પોતાનો અસ્તિત્વ ગુમાવી બેસે છે એટલે કે અહીં જાદુ, આસ્થા અને અંધવિશ્વાસનો અસ્તિત્વ એક સાથે જોવા મળે છે. તેનાથી કોઈ ફરક નથી પડતો કે આપ આસ્તિક છો કે નાસ્તિક. જો આપ રહસ્યવાદને નજીકથી જોવા માંગતા હોવ, તો અહીં જરૂર આવો.

English summary
No place in India is as mysterious and magical as the Kamakhya temple. The temple, located on Kamagiri or Neelachal Parbat is the abode of the supernatural and occult. It is sacred to the tantriks all over India and is home to black magic and tantrik practices.
Story first published: Tuesday, October 25, 2016, 17:10 [IST]
X