For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો લગ્નમાં ચોખા ફેંકવાનાં રિવાજનું મહત્વ

By Lekhaka
|

લગ્ન ઘણા બધા રીત-રિવાજો સાથે કરવામાં આવે છે. એવું નથી કે આવું બધુ માત્ર ભારતમાં જ થાય છે, પણ અન્ય દેશોમાં પણ ઘણાં રિવાજો હોય છે, પરંતુ ઘણા બધા લોકો રિવાજો માત્ર કરી નાંખે છે અને તેમની પાછળને તર્કને નથી જાણતા.

શું આપે ક્યારેય વિચાર્યું છે કે લગ્ન દરમિયાન ચોખા ફેંકવાનો રિવાજ કેમ નિભાવવામાં આવે છે ? શું તેનું કોઈ વૈજ્ઞાનિક કારણ છે કે તે માત્ર એક રિવાજ જ છે. આવો આપણે નાંખીએ તેની પર એક નજર :

જાણો લગ્નમાં ચોખા ફેંકવાનાં રિવાજનું મહત્વ

પ્રથમ કારણ :

રોમમાં આ ખૂબ જ જૂનો રિવાજ છે. તે દર્શાવે છે કે નવપરિણીતોનાં જીવનમાં ખુશીઓ આવે અને તેઓ હંમશા સમ્પન્ન રહે.


બીજું કારણ :

વર અને વધુને સંતાનની પ્રાપ્તિ હોય અને તેમનું ભાગ્ય કાયમ તેમનું સાથ આપે.


ત્રીજુ કારણ :

ભારત જ નહીં, પણ અન્ય દેશોમાં પણ ચોખા ફેંકવાનો રિવાજ નિભાવવામાં આવે છે. માનવામાં આવે છે કે તેનાથી પરિવારમાં સુખ-સમૃદ્ધિ આવે છે.


ચોથુ કારણ :

ભારતમાં ચોખાને હળદર સાથે ફેંકવામાં આવે છે અથવા વધુની ઝોળીમાં નાંખવામાં આવે છે. માનવામાં આવે છે કે તેનાથી જીવનમાં સમૃદ્ધિ આવે છે.


પાંચમુ કારણ :

ફ્રાંસમાં ચોખાનાં સ્થાને ઘઉં ફેંકવામાં આવે છે અને દમ્પતિનાં મંગળમય જીવનની કામના કરવામાં આવે છે.


જે વિસ્તારો અથવા દેશમાં ચોખાનું પ્રચલન નથી, ત્યાં સૂર્યમુખીનાં બીજ, બર્ડ સીડ વિગેરે ફેંકવામાં આવે છે. ઘણા સ્થાનોએ ઇંડાથી પણ કરવામાં આવે છે. આ થોડુંક વિચિત્ર છે, પરંતુ આવું થાય છે. હવે આપનો પોતાનાં લગ્નમાં શું ફેંકવાનો વિચાર છે... ઇંડા કે ચોખા ?

English summary
Have you ever wondered why people throw rice on newlyweds? Are there any specific reasons for which people practice this age-old ritual.
X
Desktop Bottom Promotion