For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રાવણે મંદોદરીને જણાવ્યા હતા ‘સ્ત્રીઓના ૮ અવગુણ’

રાવણ પોતાની પત્ની પર હસ્યો અને મહિલાઓના આઠ અવગુણોને સંભળાવવા લાગ્યો. આવો જાણીએ કે રાવણે સ્ત્રીઓના કયા ૮ અવગુણ જણાવ્યા હતા.

By KARNAL HETALBAHEN
|

લંકાપતિ રાવણનું નામ સાંભળતા જ લોકો તેના વિશે ખરાબ વિચારવા લાગે છે કેમકે તેને માં સીતાનું હરણ કર્યું હતું. આપણામાંથી ખૂબ ઓછા લોકો જાણે છે કે તે એક મહાપંડિત હતો, જેણે કઠોર તપસ્યા કરીને ખૂબ વધારે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.

રાવણની એક પત્ની હતી, જેનું નામ મંદોદરી હતું અને તે તેને વધારે પ્રેમ કરતો હતો. પરંતુ રામચરિત માનસ અનુસાર જ્યારે રાવણ સીતાનું હરણ કરીને લાવ્યો તેના પછી શ્રીરામ વાનર સેના સહિત સમુદ્ર પાર કરીને લંકા પહોંચી ગયા હતા, ત્યારે મંદોદરી ડરી ગઈ અને તેને રાવણ પાસે જઈને રહ્યું કે તમે યુદ્ધ ના કરો અને સીતાને પાછી તેના પતિ શ્રીરામને સોંપી દો અને તેમની ક્ષમા માંગી લો.

આ સાંભળ્યા પછી રાવણ પોતાની પત્ની પર હસ્યો અને મહિલાઓના આઠ અવગુણોને સંભળાવા લાગ્યો. આવો જાણીએ કે રાવણે સ્ત્રીઓના કયા ૮ અવગુણ જણાવ્યા હતા....

પહેલો અવગુણ

પહેલો અવગુણ

પહેલો અવગુણ છે, મહિલામાં ખૂબ વધારે સાહસ હોય. તેના દ્વારા તે કોઈ વખત તે જગ્યા પર સાહસનું પ્રદર્શન કરી નાંખે છે, જ્યાં તેને ના કરવું જોઈએ. તેનાથી તેને અને તેના પરિવારને પાછળથી પછતાવું પડે છે. સાહસને દુ:સાહસ ના બનાવવું જોઈએ.

બીજો અવગુણ

બીજો અવગુણ

બીજો અવગુણ છે, તેની નિરંતર જૂઠું બોલવાની આદત. રાવણે કહ્યું હતું કે મહિલાઓ વાત વાતમાં જૂઠું બોલે છે, પરંતુ તેમને જાણ નથી કે જૂઠ વધારે સમય સુધી છુપાયેલું રહેતું નથી.

ત્રીજો અવગુણ

ત્રીજો અવગુણ

તે ઘણી ચંચળ હોય છે. તેમનું મન વારંવાર બદલાતું રહે છે અને તેના મનની વાતને સમજવી ઘણી મુશ્કેલ હોય છે.

ચોથો અવગુણ

ચોથો અવગુણ

તે ઘણી વખત બીજા વિરુદ્ધ કાવતરું પણ ઘડે છે જેથી પરિસ્થિતિ તેમને અનુકૂળ થઈ જાય. પોતાનું કામ સિદ્ધ કરાવા માટે મહિલાઓ શું-શું કરે છે, તેની પણ ચર્ચા કરી છે રાવણે.

પાંચમો અવગુણ

પાંચમો અવગુણ

જોકે તે એક બાજુ સાહસી હોય છે પરંતુ તે એટલી જ જલ્દી ઘભરાઈ પણ જાય છે. જો તેમને લાગે કે કામ તેમના અનુકૂળ નથી થઈ રહ્યું તો, તે બદલાવ જોઈને ડરી જાય છે.

છઠ્ઠો અવગુણ

છઠ્ઠો અવગુણ

મહિલાઓ થોડી મૂર્ખ પણ હોય છે. તે વગર વિચાર્યે નિર્ણય કરી લે છે અને મોટી સમસ્યામાં પડે છે અને તેનો અહેસાસ તેને ઘણો મોડો થાય છે.

સાતમો અવગુણ

સાતમો અવગુણ

તેમનું નિર્દયી હોવું.... સ્ત્રીઓને પુરુષોની તુલનામાં દયાળું માનવામાં આવે છે, પરંતુ રાવણ અનુસાર સ્ત્રીઓ નિર્દયી હોય છે. તે જો ક્યારેક દયાનો ભાવ છોડી દે એટલે કે નિર્દયી થઇ જાય તો ક્યારેય પણ દયા નથી બતાવતી.

આઠમો અવગુણ

આઠમો અવગુણ

મહિલાઓ દેખાવમાં ચાહે કેટલી પણ સુંદર હોય, ખૂબસૂરત ઘરેણાં અને સાડી પહેરે, પરંતુ તે સાફ-સફાઈનું ધ્યાન નથી રાખીતી. તે કારણથી રાવણે મહિલાઓને અપવિત્ર કહી છે.

English summary
Raavan from Ramayan Kaal had revealed 8 evil qualities in a woman’s character to his wife Mandodari.
Story first published: Wednesday, April 5, 2017, 11:33 [IST]
X
Desktop Bottom Promotion