For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અક્ષય તૃતીયાએ વૈભવ અને ધન-સમ્પત્તિ પ્રાપ્તિ માટે શ્રી મહાલક્ષ્મી સ્તોત્રમનો જાપ કરો

By Staff
|

જેવું કે આપણે સૌ જાણીએ છીએ કે અક્ષય તૃતીયા તમામ હિન્દુઓનાં જીવનમાં મહત્વનું સ્થાન ધરાવે છે. આ વિશેષ દિવસે વૈશાખ કૃષ્ણ પક્ષની તૃતીયાએ ઉજવવામાં આવે છે. ચંદ્ર-સૌર કૅલેંડરમાં આ વિશેષ દિવસ છે.

એવું માનવામાં આવે છે કે આ દિવસે ગ્રહ અને નક્ષત્રો એવી સ્થિતિમાં હોય છે કે દિવસની શરુઆત પણ સારી થાય છે અને અંત પણ સારો થાય છે.

આ દિવસે સોનાની ખરીદી શુભ માનવામાં આવે છે અને લગ્નનું વણજોયેલુ મુહૂર્ત પણ આ દિવસે ખૂબ ખાસ હોય છે. આ દિવસથી આપ કોઈ પણ શુભ કાર્યની શરુઆત કરી શકો છો. બંગાળમાં લોકો આ દિવસે પોતાનાં ખાતાઓ ખોલવાની શરુઆત કરે છે.

અક્ષય તૃતીયાનાં દિવસે વિશેષ રીતે મહાલક્ષ્મીની પૂજા કરવામાં આવે છે અને તેમની સમક્ષ ધન-ધાન્ય વધારવાની પ્રાર્થના કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો આ દિવસે મહાલક્ષ્મીની પૂજામાં સ્તોત્રમનું પાઠ કરવામાં આવે, તો તેનાથી આપની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

આ અંગે એક કિવદંતી છે કે ભગવાન કુબેર પાસે અગાઉ કશું જ નહોતું, ત્યારે તેમણે આ જ મંત્રથી મહાલક્ષ્મીની આરાધના અક્ષય તૃતીયાનાં દિવસે કરી. તેનાથી મહાલક્ષ્મીએ પ્રસન્ન થઈ તેમને સ્વર્ગનો ખજાનો સોંપીદીધો. ઘણા લોકો આ મંત્ર વિશે જાણતા નથી. ચાલો અમે આપને યોગ્ય મંત્રો બતાવીએ અને તેમના વિશે અન્ય માહિતીઓ પણ આપીશું.

 શ્રી મહાલક્ષ્મી સ્તોત્રમ

શ્રી મહાલક્ષ્મી સ્તોત્રમ

ઓમ નમસ્તે સ્તુ મહામાયે

શ્રી પેઠે સુરપૂજિતે ।

શંખ ચક્ર ગદાહસ્તે

મહાલક્ષ્મી નમો સ્તુતે ।।1।।

મહાલક્ષ્મી, જેમને મહામાયા પણ કહેવામાં આવે છે. હું આપની આગળ નતમસ્તક છું. શ્રીપીઠ પર સ્થિત અને દેવતાઓથી પૂજિત થનાર હે મહામાયે આપને નમસ્કાર છે। હાથમાં શંખ, ચક્ર અને ગદા ધારણ કરનાર હે માહલક્ષ્મી આપને પ્રણામ છે ।।1।।

નમસ્તે ગરુડારૂઢે

નમસ્તે ગરુડારૂઢે

નમસ્તે ગરુડારૂઢે

કોલાસુરભયંકરિ ।

સર્વપાપહરે દેવિ

મહાલક્ષ્મી નમો સ્તુતે ।।2।।

ગરુડ પર સવારથઈ કોલાસુરને ભય અને બીક આપનાર તથા સમસ્ત પાપોને હરનાર હે ભગવતી મહાલક્ષ્મી આપને પ્રણામ છે ।।2।।

સર્વજ્ઞે સર્વવરદે

સર્વજ્ઞે સર્વવરદે

સર્વજ્ઞે સર્વવરદે

સર્વદુષ્ટભયંકરિ ।

સર્વદુઃખહરે દેવિ

મહાલક્ષ્મી નમો સ્તુતે ।।3।।

બધુ જ જાણનાર, સૌને વર આપનારી, સમસ્ત દુષ્ટોને ડરાવી દેનારી અને સૌનાં દુઃખોને હરનાર હે દેવિ મહાલક્ષ્મી આપને પ્રણામ છે ।।3।।

સિદ્ધિબુદ્ધિપ્રદે દેવિ

સિદ્ધિબુદ્ધિપ્રદે દેવિ

સિદ્ધિબુદ્ધિપ્રદે દેવિ

ભક્તિમુક્તિપ્રદાયિની ।

મન્ત્રમૂર્તે સદા દેવિ

મહાલક્ષ્મી નમો સ્તુતે ।।4।।

સિદ્ધિ, બુદ્ધિ, ભોગ અને મોક્ષ અપનાવરી હે ભગવતિ મહાલક્ષ્મી આપને સદા-સદા મારૂં પ્રણામ છે ।।4।।

આદ્યાન્તરહિતે દેવિ

આદ્યાન્તરહિતે દેવિ

આદ્યાન્તરહિતે દેવિ

આદ્યશક્તિમહેશ્વરિ ।

યોગજેયોગસમ્ભૂતે

મહાલક્ષ્મી નમો સ્તુતે ।।5।।

હે દેવી ! આપ જ આદિ છો અને આપ જ અંત છો. હે માહેશ્વરી ! હે યોગથી પ્રગટ થયેલી ભગવતી મહાલક્ષ્મી આપને પ્રણામ છે.

સ્થૂલસૂક્ષ્મમહારૌદ્રે

સ્થૂલસૂક્ષ્મમહારૌદ્રે

સ્થૂલસૂક્ષ્મમહારૌદ્રે

મહાશક્તિ મહોદરે ।

મહાપાપહરે દેવિ

મહાલક્ષ્મી નમો સ્તુતે ।।6।।

હે મા, આપ સ્થૂળ, સૂક્ષ્મ અને મહારૌદ્રરૂપિણી છો, મહાશક્તિ મહોદરા છો અને મોટા-મોટા પાપોનો નાશ કરનારી છે. મહાલક્ષ્મી આપને પ્રણામ છે ।।6।।

પદ્માસનસ્થિતે દેવિ

પદ્માસનસ્થિતે દેવિ

પદ્માસનસ્થિતે દેવિ

પરબ્રહ્મસ્વરૂપિણિ ।

પરમેશિ જગન્માતા

મહાલક્ષ્મી નમો સ્તુતે ।।7।।

કમળનાં આસને વિરાજમાન પરબ્રહ્મરૂપિણી દેવી ! હે પરમેશ્વરી મા ! હે જગમ્બા મા ! મહાલક્ષ્મી ! આપને મારા કોટિ-કોટિ પ્રણામ છે ।।7।।

શ્વેતામ્બરધરે દેવિ

શ્વેતામ્બરધરે દેવિ

શ્વેતામ્બરધરે દેવિ

નાનાલઙ્કારભૂષિતે ।

જગત્સ્થિતે

જગન્માતર્મહાલક્ષ્મી નમો સ્તુતે ।।8।।

હે દેવી ! આપ શ્વેત વસ્ત્ર ધારણ કરનારા અને નાના પ્રકારનાં આભૂષણોથી સુસજ્જિત છો. સમ્પૂર્ણ જગતમાં વ્યાપ્ત અને સમ્પૂર્ણ લોકને જન્મ આપનારા છો. હે મહાલક્ષ્મી આપને મારા કોટિ-કોટિ પ્રણામ છે ।।8।।

મહાલક્ષ્મ્યષ્ટક સ્તોત્રં ય:

મહાલક્ષ્મ્યષ્ટક સ્તોત્રં ય:

મહાલક્ષ્મ્યષ્ટક સ્તોત્રં ય:

પઠેદ્ભક્તિમાન્નર:

સર્વસિદ્ધિમવાપ્નોતિ

રાજ્યં પ્રાપ્નોતિસર્વદા ।।

જે વ્યક્તિ, ભક્તિયુક્ત થઈ આ મહાલક્ષ્મી સ્તોત્રમનું સદા પાઠ કરે છે, તમામ સિદ્ધિઓ અને રાજ્ય-વૈભવને પ્રાપ્ત કરી શકે છે.

ત્રિકાલં ય:પઠેન્નિત્યં

ત્રિકાલં ય:પઠેન્નિત્યં

ત્રિકાલં ય:પઠેન્નિત્યં

મહાશત્રુવિનાશનમ્ ।

મહાલક્ષ્મીર્ભવેન્નિત્યંપ્રસન્ન

વરદા શુભ ।।

જે વ્યક્તિ દરોજ ત્રણ વાર પાઠ કરે છે, તેનાં શત્રુઓનો નાશ થઈ જાયછે અને તેની ઉપર મતા મહાલક્ષ્મી સદા જ પ્રસન્ન રહે છે.

English summary
Read to know the important Lakshmi stotras to chant on Akshaya Tritiya.
X
Desktop Bottom Promotion