For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઘરમાં પૂજા સ્થળ બનાવતી વખતે કઈ-કઈ વાતોનું ધ્યાન રાખશો ?

By Lekhaka
|

એક બાજુ અન્ય ધર્મોમાં મૂર્તિ પૂજા પર એટલો બધો વિશ્વાસ નથી કરાતો, તો બીજી તરફ આપણા હિન્દુ ધર્મમાં દેવી-દેવતાઓની આરાધના માટે મૂર્તિ પૂજા જ સૌથી મુખ્ય માધ્યમ છે. દરેક મંદિરનાં ગર્ભ ગૃહમાં મંદિરનાં ઇષ્ટ દેવની મૂર્તિની સ્થાપના અવશ્ય કરવામાં આવે છે કે જેથી ભક્તો પોતાનાં ઈશ્વર સાથે જોડાઈ શકે.

હિન્દુ ધર્મનાં અનુયાયીઓ મૂર્તિ પૂજામાં વિશ્વાસ કેમ કરે છે ?
હિન્દૂ ધર્મનાં અનુયાયીઓ માટે મંદિરમાં ઈશ્વરનાં દર્શન કરવા મહત્વનાં હોય છે. તેમના માટે ભગવાન અનત શક્તિ અને તાકાતનાં સ્રોત છે, તેમની આરાધના અને વંદનાનાં માધ્યમથી લોકોને પ્રેરણા મળે છે અને તેઓ મુશ્કેલીમાંથી ઉગરવું શીખી લે છે. મૂર્તિ સામે રહેવાથી તેમને ખોટા કામ ન કરવાનું શિક્ષણ મળે છે અને કાયમ સારા તેમજ યોગ્ય પંથે ચાલવાની પ્રેરણા મળે છે. સાથે જ લોકોનું મન સાફ રહે છે.

શાસ્ત્રો આ અંગે શું કહે છે ?
જો હિન્દુ ધર્મનાં શાસ્ત્રોની વાત કરીએ, તો દરેક ઘરમાં એક મંદિર હોવું જોઇએ અને ઘરમાં સ્થાપિત મંદિર માટે કેટલાક નિયમોનું પાલન પણ અવશ્ય કરવું જોઇએ.

ધ્યાન રાખવા જેવી વાતો : જો આપનાં ઘરમાં મંદિર કે પૂજા કક્ષ છે, તો હિન્દુ ધર્મનાં શાસ્ત્રો મુજબ આપે નીચે મુજબની વાતોનું ધ્યાન જરૂર રાખવું જોઇએ.

1. જુદુ પૂજા કક્ષ બનાવડાવો :

1. જુદુ પૂજા કક્ષ બનાવડાવો :

ઘરમાં જો સ્થાનની અછત ન હોય, તો અલગથી પૂજા કક્ષનું નિર્માણ કરો. પૂજા કક્ષનાં દ્વારનું મુખ પૂર્વ દિશા તરફ હોવું જોઇએ. દંપતિઓનાં કક્ષામાં પૂજા કક્ષ નહીં બનાવવુંજોઇએ. એવું માનવામાં આવે છે કે જો આપ શારીરિક સંબંધો ઘરનાં બાકીનાં સભ્યો સમક્ષ નથી બાંધતા, તો ઈશ્વર સામે પણ આવું ન કરો. આ જ કારણ છે કે પૂજા સ્થળોમાં પણ મંદિર સંકુલની અંદર બેડરૂમ નથી હોતાં.

2. રસોડાની અંદર કે બરાબર વિપરીત મંદિર ન રાખો

2. રસોડાની અંદર કે બરાબર વિપરીત મંદિર ન રાખો

પૂજા સ્થળને ઘણા લોકો રસોડામાં બનાવી દે છે. એવું ન કરો. પૂજા સ્થળ રસોડાથી બરાબર વિપરીત પણ ન બનાવો. ઘણા ઘરોમાં કિચનમાં જ ડસ્ટબીન અને બાકીનો કચરો રહેવા દેવામાં આવે છે. એવામાં ભગવાનને ત્યાં રાખવા યોગ્ય નથી હોતું. સાથે જ રસોઈ બનાવતા દરમિયાન ધુમાડો પણ મંદિર સુધી પહોંચશે.

3. મંદિરની સ્થિતિ સૌથી વધુ મહત્વ ધરાવે છે

3. મંદિરની સ્થિતિ સૌથી વધુ મહત્વ ધરાવે છે

જો આપ બે માળની ઇમારતમાં રહો છો, તો પોતાનું પૂજા કક્ષ એ રીતે બનાવો કે ઉપરના માળે તેની ઉપર બાથરૂમ કે લૅટ્રિન ન હોય. મંદિર એક પવિત્ર સ્થળ હોય છે, તેનો પુરતો ખ્યાલ રાખો.

4. મંદિરમાં ક્યારેય તાળુ ન મારો

4. મંદિરમાં ક્યારેય તાળુ ન મારો

ઘણા લોકો એવા મંદિરો ધરાવે છે કે પૂજા કર્યા બાદ તેને લૉક કરી શકે. એવું ક્યારેય ન કરો. મંદિર પૂજા માટે હોય છે, નહિં કે ભગવાનને અંદર બંધ રાખવા માટે. મંદિરને ખુલ્લું રહેવા દો. તેનાથી ઘર અને તે સ્થળે હકારાત્મક એનર્જીનો પ્રવાહ થાય છે.

5. મંદિરની નિયમિત સફાઈ કરો

5. મંદિરની નિયમિત સફાઈ કરો

આપ દરરોજ સ્નાન કરો છો, તો મંદિર દરરોજ કેમ સાફ નથી કરી શકતાં. ઘરનાં અ્ય ભાગોની જેમ મંદિરની સફાઈ પણ દરરોજ કરો. દરેક મૂર્તિ અને તસવીર સાફ કરો. તેનાથી આપને જ સારૂં અનુભવાશે.

6. ઘરે કેટલી મૂર્તિઓ રાખશો ?

6. ઘરે કેટલી મૂર્તિઓ રાખશો ?

મંદિરમાં માત્ર ભગવાન હોય છે. ત્યાં ભૌતિકવાદિતાને કોઈ સ્થાન નથી હોતું, પરંતુ ઘરોમાં આપણે પારિવારિક જીવન જીવીએ છીએ, તેથી બહુ વધારે મૂર્તિઓ કે તસવીરો રાખવાની જરૂર નથી. ઘર પર કેટલીક મર્યાદિત મૂર્તિઓ અને તસવીરો જ રાખવી જોઇએ કે જે નીચે મુજબની છે :

7. લક્ષ્મી, દુર્ગા અને સરસ્વતી :

7. લક્ષ્મી, દુર્ગા અને સરસ્વતી :

ઘણા લોકોનું માનવું છે કે ત્રણેયની મૂર્તિઓ આપ રાખી શકો છો, પરંતુ ઘણી વખત પુજારીઓ તથા વિદ્વાનો દ્વારા આ ત્રણેય દેવીઓની મૂર્તિઓ એક સાથે રાખવાની મનાઈ કરવામાં આવે છે. માનવામાં આવે છે કે તેનાથી ઘરમાં ખરાબ અસર થાય છે અને આરોગ્ય પર ખરાબ અસર પડે છે. ગણેશજી સાથે લક્ષ્મીજીનું પૂજન દિવાળીએ થાય છે, તો આ રીતે લક્ષ્મીજી ઘરમાં પ્રવેશ કરે છે. હા, ગણેશજીની મૂર્તિને ાપ ઘરમાં કોઈ પણ સ્થળે આરામથી રાખી શકો છો.

8. બે શિવલિંગ :

8. બે શિવલિંગ :

ઘરનાં મંદિરમાં શિવલિંગ રાખવું નિષિદ્ધ હોય છે. ઘણા લોકો એક જ શિવલિંગ રાખવું યોગ્ય નથી માનતાં, જ્યારે વિધિ મુજબ એક પણ શિવલિંગ રાખવું જોઇએ નહીં. શિવલિંગને માત્ર ધાર્મિક સ્થળોએ જ રાખવું જોઇએ.

9. મૂર્તિઓ અને તસવીરો અંગે નિયમો :

9. મૂર્તિઓ અને તસવીરો અંગે નિયમો :

ઘરમાં ક્યારેય પણ કૃષ્ણ કે રાધા/રક્ષ્મણિ કે મીરાની તસવીરો ન લગાવવી જોઇએ. ભગવાન કાર્તિકેયની તસવીર તેમની બંને પત્નીઓ વાલ્લી તથા દેવાસેનાની સાથે પણ ન લગાવો. ભગવાન ગણેશની રિદ્ધિ તેમજ સિદ્ધિ સાથેની પણ મૂર્તિ કે તસવીર લગાવવાની શાસ્ત્રોમાં મનાઈ ફરમાવાઈ છે. માનવામાં આવે છે કે આનાથી લગ્નમાં સમસ્યા ઊભી થાય છે.

10. મૂર્તિઓને ક્રમથી લગાવો :

10. મૂર્તિઓને ક્રમથી લગાવો :

બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની મૂર્તિઓ યોગ્ય ક્રમમાં લગાવો.

English summary
Unlike other religions, Hindus believe in idolatry, worshiping of an idol or a physical object as an embodiment of God. For them setting up a temple or puja room inside house, is a devotional pathway to connect with their God.
Story first published: Friday, December 23, 2016, 15:00 [IST]
X