Just In
- 339 days ago
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 348 days ago
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1078 days ago
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1081 days ago
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
જાણો, અષાઢની ગુપ્ત નવરાત્રિમાં શું કરવું જોઇએ
વર્ષમાં ચાર નવરાત્રિ ઉજવવામાં આવે છે કે જેમાંની બે નવરાત્રિ ચૈત્ર અને શારદીય નવરાત્રિ તરીકે જાણીતી છે અને બીજી બે નવરાત્રિઓ એવી પણ આવે છે કે જેમાં માતા દુર્ગાની દસ મહાવિદ્યાઓની પૂજા કરવામાં આવે છે.
આ સાધના જોકે ચૈત્ર અને શારદીય નવરાત્રિ કરતા કઠિન હોય છે, પણ માન્યતા છે કે આ સાધનાનાં પરિણામ ખૂબ જ આશ્ચર્યચકિત કરનાર હોય છે.
તેથી તંત્ર વિદ્યામાં વિશ્વાસ ધરાવતા તાંત્રિકો માટે આ નવરાત્રિ ખૂબ ખાસ માનવામાં આવે છે. કારણ કે આ દરમિયાન માતાની આરાધના ગુપ્ત રીતે કરવામાં છે, તેથી તેમને ગુપ્ત નવરાત્રિ પણ કહેવામાં આવે છે.
ગુપ્ત નવરાત્રિ અષાઢ અને માઘ માસનાં શુક્લ પક્ષમાં ઉજવવામાં આવે છે. વર્ષ 2017માં અષાઢ માસની શુક્લ પક્ષ પ્રતિપદાથી લઈ નવમ તિથિ સુધી ગુપ્ત નવરાત્રિ તરીકે ઉજવવામાં આવશે. અંગ્રેજી કૅલેંડર મુજબ આ વખતે ગુપ્ત નવરાત્રિ 25 જૂનથી 2 જુલાઈ, 2017 સુધી ઉજવવામાં આવી.
વેદોને અનંત માનવામાં આવ્યા છે. તેવી જ રીતે શક્તિને પણ અનંત માનવામાં આવી છે. તેતી જો આપને પૂજાનું ફળ પામવુંછે, તો આ ગુપ્ત નવરાત્રિ દુર્ગા સપ્તશતીનો પાઠ કર તેમની ઉપાસના કરો.
વૈજ્ઞાનિક તર્ક
અથર્વવેદમાં ગુગ્ગલનાં ઘણા બધા લાભો વિશે વિસ્તૃત રીતે જણાવવામાં આવ્યા છે. એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે બહુ વધારે ગરમી પડે, ત્યારે તેના ઝાડમાંથી ઓલેઓ ગુંદર નિકળે છે કે જેમાં એંટીસેપ્ટિક ગુણો હોય છે અને તેને ઘરમાં બાળવાથી મનમાં હકારાત્મકતા આવે છે.
આવો જાણીએ કે શું કરવું જોઇએ આ ગુપ્ત નવરાત્રિમાં કે જેથી દેવી માતા આપણાથી પ્રસન્ન થઈ જાય.

1.
ઋણ યા પૈસાની પરેશાનીઓમાંથી મુક્તિ પામવા માટે દુર્ગાજીની મૂર્તિ સામે ગુગ્ગલ પ્રગટાવો.

2.
એક બ્રાહ્મણ છોકરીને તેની મરજીનાં કપડા દાનમાં આપો.

3.
દુર્ગાજીને કેળા, સફરજન અને દાડમ ચઢાવો અને પછી આ જ પ્રસાદી ગરીબોમાં વહેંચો.

4.
પોતાની પ્રાર્થના પૂર્ણ કરવા માટે દુર્ગાજીનો અભિષેક દૂધ અને કેસરથી કરો.

5.
જો આપનાં લગ્ન થવામાં વિલંબ થઈ રહ્યો છે, તો ગુરુવારે દેવીદુર્ગાને પીળા પુષ્પોનો હાર ચઢાવો.

6.
ઘરમાં હકારાત્મકતા લાવવા માટે નવરાત્રિનાં નવ દિવસો સુધી દુર્ગાજીની મૂર્તિ સામે અખંડ દીવો પ્રગટાવો.

7.
ગરીબો અને જરૂરિયાતમંદોની મદદ કરવાની પ્રતિજ્ઞા લો.