For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ એક ઉપાય દ્વારા મંદિર ગયા વગર શ્રદ્ધાણુઓને મળશે પુણ્ય

અમે તમને એવી રીત જણાવીશું જેનો ફાયદો કોઈ મંદિર કે પૂજા કરવા જેટલો જ છે.

By KARNAL HETALBAHEN
|

તમે જૂના જમાનાના લોકો પાસેથી સાંભળ્યું જ હશે કે રોજ મંદિર કે પૂજા અર્ચના કરવાની કોઈ જગ્યા પર જવાના ઘણાં ફાયદા છે. એમાં કોઈ સંદેહ નથી કે તે જગ્યાની શાંતિ અને સકારાત્મક ઉર્જા તમારા શરીર અને મન પર સારો પ્રભાવ પાડે છે. પરંતુ આપણામાંથી ઘણા લોકો કાના દબાણમાં, ઓફિસ અને સામાજિક કારણોથી રોજ મંદિર જઈ શકતા નથી. અમે તમને એવી રીત જણાવીશું જેનો ફાયદો કોઈ મંદિર કે પૂજા કરવાના બરાબર જ છે.

Shikar darshanam paap nasham

મંદિરનો ગુંબજ પણ એટલો જ મહત્વપૂર્ણ હોય છે જેટલું કે મંદિર
શાસ્ત્રો મુજબ, મંદિરનો ગુંબજ પણ એટલો જ મહત્વપૂર્ણ છે જેટલું કે મંદિર. તમે ગુંબજ પર ઝંડાને લહેરાતો જોયો હશે. આ મંદિરનું એક પવિત્ર સ્થાન છે. એટલા માટે જ્યારે પણ તમે ક્યાંક યાત્રા કરી રહ્યા હોય અને દૂર કોઈ મંદિર દેખાઈ જાય તો તમે ગુંબજ અને ઝંડાને જોવો, પોતાની આંખો થોડીવાર માટે બંધ કરો અને તમારા ઈષ્ટ દેવનું ધ્યાન ધરો.

પાપનો નાશ થાય છે.
શાસ્ત્રોમાં લખ્યું છે કે - શિખર દર્શનમ પાપ નાશમ એટલે કે મંદિરના ગુંબજને જોવાથી તમારા પાપોનો નાશ થાય છે.

શ્રદ્ધા ભાવથી જુઓ
એટલા માટે મંદિરનો ગુંબજ એટલી ઉંચાઈ પર બનાવવામાં આવે છે જેનાથી તે દૂર થી પણ બધાને દેખાઈ શકે અને જે લોકો કોઈ કારણ વશ મંદિર ના આવી શકતા હોય, તે દૂરથી જ પોતાનો શ્રદ્ધા ભાવ દેખાડી શકે.

English summary
The shastras mention: Shikar darshanam paap nasham ie, the mere sight of a temple's dome can destroy your many sins.
Story first published: Tuesday, May 23, 2017, 10:08 [IST]
X
Desktop Bottom Promotion