તુલસીના પત્તા સાથે ના કરો આ કામ, નહી થઇ જશે નારાજ

Posted By: Lekhaka
Subscribe to Boldsky

તુલસીનું ધાર્મિક મહત્વ તો છે જ પરંતુ વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી તુલસી એક ઔષધિ છે. તુલસી હજારો વર્ષોથી વિભિન્ન રોગોની સારવાર માટે ઔષધિના રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે.

આયુર્વેદમાં તુલસી રથા તેના વિભિન્ન ઔષધીય પ્રયોગોનું વિશેષ સ્થાન છે. આયુર્વેદમાં તુલસીને સંજીવની બૂટીના સમાન ગણવામાં આવે છે. એટલું જ નહી સાથે એક પ્રસિદ્ધ કહેવત પણ છે કે ''જે ઘરમાં તુલસીનો છોડ હોય છે તે પૂજનીય સ્થાન હોય છે અને ત્યાં કોઇ બિમારી અથવા મૃત્યુંના દેવતા આવી શકતા નથી.

તુલસીના છોડ ઘરો અને મંદિરોમાં લગાવવામાં આવે છે, સાથે જ તેના પત્તા ભગવાન વિષ્ણુને અર્પણ કરવામાં આવે છે. તેના ઔષધિય ગુણો ઉપરાંત આ ક્યારેક-ક્યારેક આપણા શરીરને નુકસાન પણ પહોંચાડી શકે છે.

તુલસીના પત્તા ચાવવા ન જોઇએ

તુલસીના પત્તા ચાવવા ન જોઇએ

તુલસીના પત્તાનું સેવન કરતી વખતે ધ્યાન રાખવું જોઇએ કે આ પત્તાને ચાવવા ન જોઇએ પરંતુ ગળી જવા જોઇએ. આ પ્રકારે તુલસીનું સેવન કરવાથી ઘણા રોગોમાં ફાયદો પહોંચે છે. તુલસીના પત્તામાં પારા ધાતુના તત્વ હોય છે જે પત્તાને ચાવવાથી દાંતો પર લાગી જાય છે. આ તત્વ દાંતો માટે ફાયદાકારક નથી.

શિવલિંગ પર તુલસીના પત્તા ચઢાવવામાં આવતા નથી

શિવલિંગ પર તુલસીના પત્તા ચઢાવવામાં આવતા નથી

પૌરાણિક માન્યતાઓ અનુસાર જાલંધર નામનો એક અસુર હતો જેણે પોતાની પત્નીની પવિત્રતા અને વિષ્ણુજીના કવચના લીધે અમર થવાનું વરદાન મળ્યું હતું. જેનો ફાયદો ઉઠાવીને તે દુનિયાભરમાં આતંક મચાવી રહ્યો હતો. જેના લીધે ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવે તેને મારવાની યોજના બનાવી. પહેલાં ભગવાન વિષ્ણુએ જાલંધર પાસે પોતાનું કૃષ્ણા કવચ માગ્યું, પછી ભગવાન વિષ્ણુએ તેની પત્નીની પવિત્રતા ભંગ કરી જેથી ભગવાન શિવને જાલંધરને મારવાની તક મળી. જ્યારે વૃંદાને પોતાના પતિ જાલંધરની મૃત્યુંની ખબર પડી તો તેને ખૂબ દુ:ખ થયું. જેથી તેને ગુસ્સામાં ભગવાનને શાપ આપ્યો કે તેમના પર તુલસીના પત્તા ક્યારેય ચઢાવવામાં આવશે નહી. આ કારણે જ શિવ જી ની કોઇપણ પૂજામાં તુલસીના પત્તા ચઢાવવામાં આવતા નથી.

આ દિવસોમાં તોડવા ન જોઇએ તુલસીના પાંદડા

આ દિવસોમાં તોડવા ન જોઇએ તુલસીના પાંદડા

શાસ્ત્રો અનુસાર તુલસીના પાંદડા કેટલાક ખાસ દિવસોમાં તોડવા ન જોઇએ. આ દિવસ છે એકાદશી, રવિવાર અને સૂર્ય અથવા ચંદ્ર ગ્રહણ કાળ. આ દિવસોમાં અને રાતના સમયે તુલસીના પાંદડા તોડવા ન જોઇએ. ઉપયોગ વિના તુલસીના પાંદડા ક્યારે તોડવા ન જોઇએ. આમ કરવાથી વ્યક્તિને દોષ લાગે છે. બિનજરૂરી રૂપથી તુલસીના પાંદડા તોડવા, તુલસીને નષ્ટ કરવા સમાન ગણવામાં આવે છે.

મોતનો શાપ

મોતનો શાપ

કારણ વિના તુલસીના પાંદડા તોડવાથી મૃત્યુંનો શાપ લાગે છે.

તુલસીનું અપમાન ન કરવું જોઇએ

તુલસીનું અપમાન ન કરવું જોઇએ

જે ઘરમાં તુલસી લાગેલી હોય ત્યાં તેની રોજ પૂજા કરવી જોઇએ. કારણ કે એવું માનવામાં આવે છે કે તેને પૂજનાર વ્યક્તિ સ્વર્ગમાં જાય છે.

ગણેશ પૂજનમાં વર્જિત છે તુલસીના પાંદડા

ગણેશ પૂજનમાં વર્જિત છે તુલસીના પાંદડા

એક કથા અનુસાર એકવાર તુલસી જંગલમાં એકલી ફરી રહી હતી જ્યારે તેમણે ગણેશ જીને જોયા જો કે ધ્યાનમાં બેઠ્યા હતા. ત્યારે તુલસીએ ગણેશ જી સામે વિવાહનો પ્રસ્તાવ રાખ્યો અને તેમણે એમ કહીને અસ્વિકાર કરી દીધો કે તે બ્રહ્મચારી છે જેથી રિસાઇને તુલસીએ તેમને બે વિવાહનો શ્રાપ આપી દીધો, પ્રતિક્રિયા સ્વરૂપ ગણેશજીએ તુલસીને એક રાક્ષસ સાથે વિવાહનો શ્રાપ આપ્યો. એટલા માટે ગણેશ પૂજનમાં પણ તુલસીનો પ્રયોગ વર્જિત છે.

તુલસી માંગી માફી

તુલસી માંગી માફી

શ્રાપ મળ્યા બાદ તુલસીને પોતાની ભૂલનો અહેસાસ થાય છે અને તે ગણેશ જી પાસે માફી માંગે છે. તેનાથી ખુશ થઇને ગણેશ જી પોતાનો આપેલો શ્રાપ ઓછો કરી દે છે. અને કહે છે કે ફક્ત ભગવાન જ તેને એક પવિત્ર છોડનો દરજ્જો આપી શકે છે ત્યારે તે આ શ્રાપથી મુક્ત થઇ જશે. પરંતુ ગણેશ જી પર તેના પાંદડા ચઢાવવામાં નહી આવે.

તુલસીના છોડને ઘરની અંદર લગાવી ન શકાય

તુલસીના છોડને ઘરની અંદર લગાવી ન શકાય

એવું કહેવામાં આવે છે કે તુલસીના પતિના મૃત્યું બાદ ભગવાન વિષ્ણુએ તુલસીને પોતાની પ્રિય સખી રાધાની માફક ગણી હતી. એટલા માટે તુલસીએ તેમને કહ્યું કે તે તેમના ઘરે જવા માંગે છે. પરંતુ ભગવાન વિષ્ણુએ તેમને ના પાડી દીધી અને કહ્યું કે મારું ઘર લક્ષ્મી માટે છે પરંતુ મારું દિલ તમારા માટે છે.

તુલસીના છોડને ઘરની અંદર લગાવી ન શકાય

તુલસીના છોડને ઘરની અંદર લગાવી ન શકાય

તુલસીનો છોડ ઘરની બહાર જ લગાવો ત્યારે તુલસીએ કહ્યું કે ઘરની અંદર નહી તો બહાર જ તેમને સ્થાન મળી શકે છે, જેને ભગવાન વિષ્ણુએ માની લીધું. ત્યારથી આજ દિન સુધી તુલસીનો છોડ ઘર અને મંદિરોની બહાર લગાવવામાં આવે છે.

Read more about: tulsi, puja, તુલસી, પૂજા
English summary
Read on to know why these things should never be done to a Tulsi plant ot its leaves.
Story first published: Thursday, November 10, 2016, 13:00 [IST]
Please Wait while comments are loading...