For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો છઠ પૂજાની વિશેષતા અને શું થાય છે આ દિવસે

By Lekhaka
|

દિવાળીનાં છ દિવસ બાદ ઉજવાતો છઠ પર્વ એક પ્રાચીન તહેવાર છે. આ તહેવારમાં ચાર દિવસ સુધી ભગવાન સૂર્યની પૂજા કરવામાં આવે છે.

આ તહેવાર માટે ઘાટોને શણગારવામાં આવે છે, રોડ સાફ કરવામાં આવે છે અને તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરાય છે, કારણ કે મુખ્યત્વે બિહાર અને ઉત્તર પ્રદેસનાં લોકો માટે આએક મહત્વનો તહેવાર છે.

દિવાળીનાં છ દિવસ બાદ ઉજવાતો છઠ તહેવાર એક પ્રાચીન તહેવાર છે. આ તહેવારમાં ચાર દિવસ સુધી ભગવાન સૂર્યની પૂજા કરવામાં આવે છે.

 જાણો છઠ પૂજાની વિશેષતા અને શું થાય છે આ દિવસે

ચાર દિવસો સુધી ચાલતો આ તહેવાર એક અઘરો તહેવાર પણ માનવામાં આવે છે. જે લોકો પૂજા કરે છે, ખાસ તો મહિલાઓ, તેમણે ચાર દિવસોમાં લાંબાગાળા સુધી અન્ન-જળ વિના રહેવું પડે છે.

પ્રથમ દિવસને “નહાન ખાન” અથવા “નહાઈ ખાઈ” કહેવામાં આવે છે. આ દિવસે લોકો સવારે નદી કે તળાવમાં ડુબકી લગાવે છે તથા તે જ નદી કે તળાવનાં પાણીને ઘરે લઈ જાય છે.


આ પાણીનો ઉપયોગ ભગવાન સૂર્ય માટે પ્રસાદી બનાવવામાં કરવામાં આવે છે. ઘર અને આજુબાજુની જગ્યાની સાફ-સફાઈ કરવામાં આવે છે. આ દિવસે પૂજા કરનાર લોકો દિવસમાં માત્ર એક જ વાર જમે છે.

બીજા દિવસે લોહંડા ઉજવવામાં આવે છે કે જ્યારે મહિલાઓ આખો દિવસ ઉપવાસ કરે છે તથા સૂર્યાસ્ત બાદ જ ઉપવાસ તોડે છે. તે પછી 36 કલાકનો અઘરો ઉપવાસ શરૂ થાય છે કે જ્યારે મહિલાઓ એક ઘૂંટ પાણી પણ નથી પીતી.


છઠનાં દિવસે પ્રસાદી બનાવ્યા બાદ મહિલાઓ નદી કે તળાવમાં ડુબકી લગાવે છે અને સૂર્ય ભગવાન તથા છઠ મૈયાની પૂજા કરે છે.

આખો પરિવાર, મિત્ર વિગેરે લોકો નદી કે તળાવ પર મહિલાઓ સાથે જાય છે, કારણ કે તેઓ ડૂબતા સૂર્યને “સંધ્યા અર્ઘ્ય” ચઢાવે છે, જ્યારે અન્ય લોકો આ પર્વ માટે બનેલા લોકગીતો ગાય છે.


ચોથા દિવસે ભક્ત તે જ તળાવ કે નદી કાંઠે એકત્ર થાય છે અને ઉગતા સૂર્યને “ઉષા અર્ઘ્ય” ચઢાવે છે. આ પૂજા બાદ જ પૂજા કરનાર લોકો પોતાનો ઉપવાસ તોડે છે. તે પછી પરિવારનાં સભ્યો અને મિત્રો વચ્ચે પ્રસાદી વહેંચવામાં આવે છે.
પ્રસાદીમાં મુખ્યત્વે ફળ અને મિઠાઇઓ હોય છે. તમામ ઘરોમાં આ તહેવારે ઠેકુઆ નામની મિઠાઈ બનાવવામાં આવે છે કે જેને પ્રસાદી તરીકે ચઢાવવામાં આવેલી હોય છે.

English summary
Celebrated on the sixth day after Diwali, Chhath is an ancient festival dedicated to the Sun God for a period of four days.
X
Desktop Bottom Promotion