Just In
Don't Miss
આ કારણોથી આવે છે બિહામણા સપનાં, જાણો કારણો અને તેનાથી બચવાનાં ઉપાયો
આપે સૂતા સમયે ક્યારેય સપનું જોયું છે ? અરે, તેમાં પૂછવા વાળી શું વાત છે. આપ હંમેશા કોઈ ને કોઈ સપનાં જુઓ છો. કેટલાક સપનાં એવા હોય છે કે જે આપને સારાં લાગે છે અને આપ તેમને યાદ રાખો છો. હા, જ્યારે આપ બિહામણા સપનાં જુઓ છો, ત્યારે આપને લાગે છે કે આ આપની સાથે થઈ રહ્યું છે અને આપ ડરી જાઓ છો.
લોકોમાં ઘણી વખત આ ફરિયાદ જોવા મળે છે કે તેઓ રાત્રે કોઇક બિહામણા સપનાના કારણે અચાનક ઉઠી જાય છે. અને આ સમસ્યા માત્ર એક વાર જ ન થતી હોય, દરેક વખતે થતી હોય, તો આ એક મોટી મુશ્કેલી બની શકે છે.
આજે આપને કેટલાક એવા વાસ્તુ ઉપાયો જણાવાઈ રહ્યા છે કે જેનાથી આપ બિહામણા સપનાંઓ અને તેનાથી થતી પરેશાનીમાંથી છુટકારો પામી શકો છો.
તો આવો જાણીએ કે બિહામણા સપનાંઓને પોતાનાં દિલ અને મગજમાંથી કેવી રીતે કાઢશો. આ વાસ્તુ ટિપ્સ અજમાવી આપ આ બિહામણા સપનાઓથી છુટકારો પામી શકો છો.

પોતાનાં તકિયા પાસે ચાકુ રાખી સૂવો
આપને જણાવી દઇએ કે વાસ્તુના હિસાબે જો આપને બિહામણા સપનાં આવે છે, તો આપે પથારીમાં માથા પાસે એક ચાકુ રાખવો છે. જો આપ ચાકુ ન રાખો, તો આપ લોખંડની કોઈ પણ અણીદાર વસ્તુ રાખી શકો છો. આવુ કરવાથી આપને આ બિહામણા સપનાઓથી છુટકારો મળી જશે.

પીળા ચોખા રાખો
આપને જો રાત્રે ભયાનક સપનાં આવે છે, તો આપે પોતાનાં માથા નીચે પીળા ચોખા રાખીને સૂવું છે. જો આપ ચોખાને પીળા કરવા માંગો છો, તો આપે હળદરનો ઉપયોગ કરવાનો છે. આવું કરવાથી આપને રાત્રિમાં ખરાબ સપનાંઓથી છુટકારો મળશે.

નાની એલચી છે ફાયદાકારક
જો આપને રાત્રે ખરાબ સપનાં આવે છે, તો આપે ગભરાવવાનું નથી. તેના માટે આપે રાત્રે સૂતા પહેલા એક કપડાંમાં નાની એલચી બાંધી ઓશિકા નીચે રાખવી છે. વાસ્તુમાં જણાવાયુ છે કે આવુ કરવાથી આપને રાત્રે ખરાબ સપનાં નથી આવતાં. આવુ કરવાથી રાત્રે ઊંઘ પણ સારી આવે છે.

તાંબાનાં વાસણમાં પાણી રાખો
ઘણી વાર જોવામાં આવે છે કે ખરાબ સપનાં જો આપને ન પણ આવે, તો પણ આપ સૂતા-સૂતા ચોંકી જાઓ છો. આવુ આપની સાથે જો વારંવાર થતુ હોય, તો આપે એક તાંબાનાં વાસણમાં પાણી ભરીને પોતાનાં પલંગની નીચે મૂકવાનું છે અને સવારે ઉટ્યા બાદ તે પાણીમાં કુંડામાં નાંખી દો. આવુ કરવાથી આપની સમસ્યા સમાપ્ત થઈ જશે અને આપને બિહામણા સપનાં પણ નહીં સતાવે.

જૂતા કે ચપ્પલ ન રાખો
જો આપની આદત છે કે આપ રાત્રે સૂતા પહેલા પોતાના જૂતા કે ચપ્પલ પોતાની જ પથારી નીચે મૂકો છો, તો તેને તત્કાળ બંધ કરી દો, કારણ કે આપનાં ખરાબ સપનાનું આ એક કારણ હોઈ શકે છે. આવુ કરવાથી બચો.

પથારી સાફ કરીને સૂવો
જો આપને રાત્રે સપનાં આવે છે, તો તેની પાછળ એક કારણ આ પણ હોઈ શકે છે કે આપ જ્યારે સૂવો છો, ત્યારે પથારીને સાપટ્યા વગર સુઈ જાઓ છો, ત્યારે આપને ખરાબ સપનાં આવે છે. સૂતા પહેલા આપ પોતાનાં પગ ધોવાનું ન ભૂલો.

ઘેરા રંગનો ચોરસો ન ઓઢો
જો આપ ઘેરા રંગનો ચોરસો ઓઢીને સૂવો છો, તો આ પણ સમસ્યા હોઈ શકે છે અને આપને રાત્રે બિહામણા સપનાં આવી શકે છે. આવુ કરવાથી બચો.

મહિલાઓ વાળ બાંધીને ન સૂવે
જો આપને રાત્રે ખરાબ સપનાં આવે છે અને આપ એક મહિલા છો, તો ધ્યાન રાખો કે આપે રાત્રે વાળ ખોલીને સૂવાનું છે. જો આપ વાળ બાંધીને સૂશો, તો આપને અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. તેથી મહિલાઓ આ વાતનું ખાસ ધ્યાન રાખે. વાસ્તુમાં આવુ કરવાની સ્પષ્ટ મનાઈ ફરમાવાઈ છે.