For Daily Alerts
Related Articles
કેરીનો મુરબ્બો ખાધો જ હશે, તરબૂચનો મુરબ્બો પણ ટ્રાય કરીને જુઓ!
Recipes
oi-Lekhaka
By Lekhaka
|
તરબૂચની છાલના ગુદામાંથી શાકભાજી કે જામ પણ બને છે. તેનાથી બનેલો મુરબ્બો ખૂબ સ્વાદિષ્ટ અને ઠંડક પહોંચાડનાર હોય છે. આ મુરબ્બાને આપણે ફ્રુટ ક્રીમ, કુલ્ફીમાં પણ નાંખીને ખાઈ શકીએ છીએ.
સામગ્રી-
- તરબૂચની મોટી છાલ - ૧.૫ કિ.ગ્રા તરબૂચમાંથી નીકાળેલી
- ખાંડ - એક કપ (૨૦૦ ગ્રામ)
- નાની ઇલાયચી - ૪ છોલીને પાવડર બનાવી લો.
- જાયફળ પાવડર - ૧-૨ ચપટી
રીત -
- તરબૂચની એક મોટી છાલને છીણી લો, ડાર્ક ગ્રીન કઠણ છાલ હટાવી લો, બધી છાલને છીણી લો અને ૧-૧ ઈંચના ટુકડાં કાપીને તૈયાર કરી લો.
- તરબૂચની છાલને બ્લાંચ કરી લો, કોઈ વાસણમાં એટલું પાણી ગરમ કરવા માટે રાખો કે તરબુચની છાલ તેમાં સરળતાથી ડૂબી જાય. પાણીમાં ઉકાળો આવે એટલે તરબૂચના ટુકડાં પાણીમાંથી નાંખી લો. અને ઢાંકણ ઢાંકીને ૫ મિનીટ સુધી ઉકળવા દો, ગેસ બંધ કરી દો અને તરબૂચના ટુકડાં પાણીમાંથી નીકાળી લો.
- એક વાસણમાં તરબૂચના બ્લાંચ ક રેલા ટુકડાં નાંખો, તેની ઉપર ખાંડ નાંખો અને ઢાંકીને ૨ કલાક માટે રાખી લો. ખાંડ તરબૂચના રસમાં મિક્સ થઈને રસ બનાવી લે છે, હવે આ તરબૂચના ટુકડાંને ખાંડના રસમાં ધીમી આગ પર ચડવા માટે રાખી લો. ઈલાયચી પાવડર અને જાયફળ નાંખી દો ચાસણી જાડી થાય ત્યાં સુધી થવા દો.
- ૧-૨ ટીંપા ચાસણી કોઈ પ્લેટમાં નાંખો અને ઠંડી થાય પછી આંગળી અને અંગૂઠાની વચ્ચે ચોટાડીને જુઓ, ચાસણીમાં તાર બનવા લાગે છે, ત્યારે ચાસણી થઈ ગઇ છે, ગેસ બંધ કરી લો. જો ચાસણીમાં તાર ના બને તો ત્યાં સુધી મુરબ્બાને થોડી વાર વધુ થવા દો.
- મુરબ્બાને આ ચાસણીમાં રહેવા દો, દરરોજ દિવસમાં એક વખત ચમચી ફેરવીને ઉપર નીચે કરી દો, ૨-૩ દિવસ પછી ચાસણીને ફરીથી ચેક કરી લો, જો ચાસણી પાતળી લાગી રહી હોય તો મુરબ્બાને ચાસણી જાડી થાય ત્યા સુધી ફરીથી થવા દો. તરબૂચની છાલનો મુરબ્બો બનીને તૈયાર છે.
- જો તમે કેન્ડી બનાવવા ઈચ્છો છો તો ત્યારે વધારે ચાસણી ગાળી લો અને તરબૂચના ટુકડાં ગરણીમાં અલગ અલગ ટુકડાં કરતા રહેવા દો, ૮-૧૦ કલાકમાં હળવેથી ગળી જશે, તરબૂચની છાલની કેન્ડી બનીને તૈયાર થઈ જશે.
સલાહ
મુરબ્બામાં ફ્લેવર માટે ઈલાયચી પાવડર અને જાયફળનો પ્રયોગ કરવામાં આવેલો છે, તમાલ પત્ર, જાવિત્રી, કેસર કે વેનીલા એસેન્સ કોઈપણને તમે તમારી પસંદ મુજબ ફ્લેવર માટે લઈ શકો છો.
GET THE BEST BOLDSKY STORIES!
Allow Notifications
You have already subscribed
Comments
English summary
Some call them Watermelon Pickles but grandma called them Watermelon Rind Candy because they are sweet.