For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ખૂબ જ ટેસ્ટી હોય છે સત્તૂના લાડવા

Posted By: Lekhaka
|

ઘઉંના ફાડા (સત્તૂ)નો ઉપયોગ હંમેશા પેય અથવા પરાઠામાં ભરવા માટે કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે સત્તૂના સ્વાદિષ્ટ લાડવા પણ તૈયાર કરી શકાય છે? જી હાં, સત્તૂના લાડવા ખાવામાં ટેસ્ટી તો હોય જ છે પરંતુ સ્વાસ્થ્ય માટે પણ સારા હોય છે.

તમે આ તૈયાર સત્તૂના લાડવાઓને કેટલાક અઠવાડિયા સુધી ચલાવી શકો છો. ભૂખ લાગતાં આ લાડવા ખાવાથી જલદી પેટ ભરાઇ જાય છે. સત્તૂના લાડવા રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં ખૂબ જ લોકપ્રિય હોય છે. તો આવો એકવાર તેને જરૂર ટ્રાય કરીએ.

Sattu Ladoo Recipe

કેટલા- 10 થી 12 લાડવા

કેટલો સમય- 12 મિનિટ

સામગ્રી-

1 કપ સત્તૂનો લોટ 1/2 કપ ગોળનો પાવડર અથવા વાટેલો ગોળ

3 ચમચી ધી 1/4 ચમચી ઇલાયચી પાવડર

લાડવા બનાવવાની રીત:

1- એક તવા અથવા કઢાઇમાં 1 ચમચી ઘી ગરમ કરો.

2- પછી તેમાં સત્તૂનો લોટ નાખીને ધીમા તાપે રોસ્ટ કરો.

3-જ્યારે સત્તૂનો લોટ ભૂરો થઇ જાય, ત્યાર ગેસ બંધ કરી દો અને સત્તૂને ગોળ અથવા ખાંડમાં મિક્સ કરી દો.

4- ત્યારબાદ તેમાં ઇલાઇચી પાવડર મિક્સ કરી દો. હવે તેમાં 2 ચમચી ધી મિક્સ નાખી સારી રીતે મિક્સ કરી દો.

5- સત્તૂ જ્યાં સુધી ગરમ છે, ત્યાં સુધી તેના લાડવા બનાવવાનું શરૂ કરી દો. પછી તેમાં થોડું મિક્સ કરો અને લાડવા બનાવો.

6- જ્યારે બધા લાડવા બની જાય, ત્યારે તેને કોઇ એર ટાઇટ ડબ્બામાં ભરીને અઠવાડિયા સુધી ચલાવો.

[ of 5 - Users]
English summary
Sattu ka laddu is a kid-friendly dessert which is popularly made on festivals or on special occasions. This Indian dessert recipe is best to satiate your sweet cravings.
Story first published: Thursday, November 10, 2016, 11:57 [IST]
X
Desktop Bottom Promotion