For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સ્વાદિષ્ટ છોલે-ભટૂરે

Posted By: KARNAL HETALBAHEN
|

છોલે-ભટૂરે પંજાબની પ્રખ્ચાત ડિશ છે. આજ અમે તમને તેને બનાવવાની વિધી બતાવીશું. તેને બનાવવી ખૂબ જ સરળ છે.

ભટૂરા માટેની જરૂરી સામગ્રી
મેંદો ૫૦૦ ગ્રામ, સોજી ૧૦૦ ગ્રામ, દહી અડધી વાટકી, મીઠું સ્વાદમુજબ, અડધી નાની ચમચી ખાંડ, ખાવાનો સોડા - ૧ નાની ચમચી તેલ - તળવા માટે

north indian dish

ભટૂરા બનાવવાની રીત
મેંદો અને સોજીને કોઈ વાસણમાં ચાળીને રાખો, મેંદાની વચ્ચે જગ્યા કરો, ૨ ટેબલ સ્પૂન તેલ, મીઠું, ખાવાનો સોડા, દહી અને ખાંડ તેમાં નાખો, તે જગ્યા પર આ બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો. હુંફાળા પાણીની મદદથી નરમ લોટ બાંધો. બાંધેલા લોટને ૨ કલાક માટે બંધ કબાટ કે બીજી કોઈ ગરમ જગ્યા પર ઢાંકીને મૂકી દો. કઢાઈમાં તેલ નાંખીને ગરમ કરો. બાંધેલા લોટમાંથી એક ટેબલ સ્પૂન લોટ જેટલો લોટ કાઢો. ગુલ્લા બનાવો અને પૂરીની જેમ વણો, પરંતુ આ, પૂરીથી થોડુ મોટુ વણવાનું હોય છે. પૂરીને ગરમ તેલમાં નાંખો, ઝારાથી દબાવીને તેને ફુલાવો, બંને બાજુ ફેરવીને થોડુ બ્રાઉન થાય ત્યા સુધી તળો.

છોલે માટેની જરૂરી સામગ્રી
કાબુલી ચણા એક વાટકી ૧૫૦ ગ્રામ, ખાવાના સોડા અડધી ચમચી, ટામેટા ૩-૪ મીડિયમ સાઈઝ, લીલા મરચાં - ૨-૩, આદુ - ૧ ઈંચ લાંબો ટુકડો કે એક નાની ચમચી આદુની પેસ્ટ, રિફાઈન્ડ તેલ - ૨ ટેબલ સ્પૂન, જીરું - અડધી નાની ચમચી, ધાણા પાઉડર - એક નાની ચમચી, લાલ મરચાનો પાઉડર - એક ચોથાઈ નાની ચમચીથી પણ ઓછુ, ગરમ મસાલો

છોલે બનાવવાની રીત
ચણાને આખી રાત પાણીમાં પલાળવા મૂકી દો. પાણીમાંથી કાઢીને ચણાને ધોઈને, કુકરમાં નાખો, એક નાનો ગ્લાસ પાણી, મીઠું અને ખાવાનો સોડા મેળવી દો. કુકર બંધ કરી અને ગેસ પર ઉકળવા માટે મૂકી દો. બીજી બાજુ ટામેટા, લીલા મરચાં, આદુને મિક્સરમાં ઝીણા પીસી લો. કઢાઈમાં તેલ નાંખીને ગરમ કરો. જીરા પછી ધાણા પાઉડર નાખી દો. ચમચીથી હલાવો, ટામેટા, આદુ, લીલા મરચાંનું મિશ્રણ અને લાલ મરચાનો પાઉડર નાખીને મસાલાને ત્યા સુધી શેકો જ્યાં સુધી મસાલા ઉપર તેલ ન તરે. ચેડવેલા મસાલામાં એક ગ્લાસ પાણી અને સ્વાદમુજબ મીઠું નાખી દો. બાફેલા ચણાને આ મસાલામાં નાખીને ચમચાથી સારી રીતે મિક્સ કરી લો. જો તમને છોલે વધુ જાડા લાગતા હોય તો, તમે તેમા જરૂરિયાત મુજબ પાણી નાખી દો, ઉભરો આવ્યા પછી ૨-૩ મિનિટ ચડવા દો ગરમ મસાલો અને અડધા લીલા ધાણા મેળવી દો. તમારા છોલે તૈયાર છે. તેને ભટૂરે સાથે પીરસો.

[ of 5 - Users]
English summary
Today we are going to Chole Bhature . You can make this Famous Punjabi dish at your home. Here is Chole Bhature .
Story first published: Monday, December 5, 2016, 9:43 [IST]
X
Desktop Bottom Promotion