For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કેવી રીતે બનાવશો નારિયેળની બરફી ?

Posted By: Lekhaka
|

દેશ ભરમાં નાના-મોટા ઘરનાં ફંક્શન કે તહેવારો પર બનનાર સાધારણ, પરંતુ સ્પેશિયલ મિઠાઈ છે 'નારિયેળ બરફી'. બહારથી ક્રંચી અને અંદરથી રસ ભરેલી આ મિઠાઈને દેશનાં જુદા-જુદા ભાગોમાં જુદા-જુદા નામોથી ઓળખવામાં આવે છે. જેમ કે આ બરફી કર્ણાટકમાં 'કોબારી બરફી', તો તામિળનાડુમાં 'થેનગઈ બરફી'નાં નામે ઓળખાય છે.

ખાંડ, મલાઈ અને નારિયેળનો સ્વાદ કંઇક એવો જામે છે કે આ મિઠાઈને ચખનાર આંગળીઓ ચાટતા રહી જાય છે. સરળ વિધિથી બનનાર આ મિઠાઈમાં અન્ય ભારતીય મિઠાઇઓની જેમ ઘી અને માખણનો વધુ ઉપયોગ નથી થતો. તેથી આ ઝડપથી ઓછી વસ્તુઓમાં બની જાય છે. જો આપ પણ આ તહેવારી સીઝનમાં આ મિઠાઈ પર હાથ અજમાવવા માંગો છો, તો આજે અમે આપની સાથે શૅર કરી રહ્યાં છે નારિયેળ બરફીની સ્ટેપ પાય સ્ટેપ વિધિ અને પોટો સાથે વીડિયો પણ.

coconut burfi recipe
નારિયેળની બરફીની રેસિપી। કેવી રીતે બનાવશો થેનગઈ બરફી। કોબારી બરફીની રેસિપી। નારિયેળ બરફીની રેસિપી
નારિયેળની બરફીની રેસિપી। કેવી રીતે બનાવશો થેનગઈ બરફી। કોબારી બરફીની રેસિપી। નારિયેળ બરફીની રેસિપી
Prep Time
10 Mins
Cook Time
120M
Total Time
1 Hours 20 Mins

Recipe By: મીના ભંડારી

Recipe Type: મિઠાઈ

Serves: 12 બરફી

Ingredients
  • નારિયેળ (કાપેલું) - 1

    પાણી - 1/4 કપ

    ખાંડ - 1 કપ

    તાજી મલાઈ - 1/2 કપ

    દૂધ - 1/2 કપ

    ઘી - ટે ટી સ્પૂન + ચિકલણું કરવા માટે

    સમારેલા કાજૂ - 2 ટી સ્પૂન + ગાર્નિશિંગ માટે

    એલચી પાવડર - 1 ટી સ્પૂન

Red Rice Kanda Poha
How to Prepare
  • 1. નારિયેળને મિક્સી જારમાં નાંખો.

    2. હવે 1/4 કપ પાણી નાંખો અને મોટા-મોટા પીસ લો.

    3. હવે આ તૈયાર મિશ્રણને ગરમ કરેલા પૅનમાં નાંખો.

    4. હલાવતા રહો કે જ્યાં સુધી પાણી ઉડી ન જાય.

    5. હવે ખાંડ મેળવો.

    6. સારી રીતે હલાવી તેને કવર કરી દો.

    7. પાંચ મિનિટ સુધી પકાવો કે જ્યાં સુધી પાણી ઉડી ન જાય અને વચ્ચે-વચ્ચે હલાવતા રહો.

    8. હવે તેમાં તાજી મલાઈ, દૂધ અને ઘી નાંખી સારી રીતે મિક્સ કરો.

    9. એક વાર ફરીથી ઢાંકી દો અને તેને ત્યાં સુધી પાકવા દો કે જ્યાં સુધી મિક્સચર ગાઢુ ન થઈ જાય અને થોડુંક સુકાઈ ન જાય.

    10. આ તૈયાર મિક્સ્ચરમાં કાજૂ અને એલચી પાવડર નાંખી સારી રીતે મિક્સ કરો.

    11. હવે એક પ્લેટમાં ઘી લગાવી તેને ચિકણી કરી લો. હવે આ જ પ્લેટમાં તૈયાર મિક્સ્ચર નાંખો.

    12. મિક્સ્ચરને હળવેકથી દબાવી ફેલાવી લો અને ફ્લૅટ કરી લો.

    13. હવે ઉપરથી કાજુ ભભરાવી સજાઓ અને લગભગ 1 કલાક સુધી ઠંડુ થવા દો.

    14. એક વાર ઠંડુ થયા પછી નાના-નાના પિસિસમાં કાપી સર્વ કરો.

Instructions
  • 1. આપ ઇચ્છો, તો તાજા નારિયેળનાં સ્થાને સુકુ-ઘસાયેલુ નારિયેળ પણ ઉપયોગ કરી શકો છો.
  • 2. આ ઉપરાંત ખાંડનાં સ્થાને ગોડ પણ નાંખી શકાયછે. એવું કરવાથી તેની લજ્જત બદલાઈ જશે.
Nutritional Information
  • સર્વિંગ સાઇઝ - 1 બરફી
  • કૅલોરીઝ - 59 કૅલોરીઝ
  • ફૅટ - 3 ગ્રામ
  • પ્રોટીન - 1 ગ્રામ
  • કાર્બોહાઇડ્રેટ્સ - 8 ગ્રામ
  • શુગર - 7 ગ્રામ

સ્ટેપ બાય સ્ટેપ - કેવી રીતે બનાવશો નારિયેળની બરફી ?

1. નારિયેળને મિક્સી જારમાં નાંખો.

2. હવે 1/4 કપ પાણી નાંખો અને મોટા-મોટા પીસ લો.

3. હવે આ તૈયાર મિશ્રણને ગરમ કરેલા પૅનમાં નાંખો.

4. હલાવતા રહો કે જ્યાં સુધી પાણી ઉડી ન જાય.

5. હવે ખાંડ મેળવો.

6. સારી રીતે હલાવી તેને કવર કરી દો.

7. પાંચ મિનિટ સુધી પકાવો કે જ્યાં સુધી પાણી ઉડી ન જાય અને વચ્ચે-વચ્ચે હલાવતા રહો.

8. હવે તેમાં તાજી મલાઈ, દૂધ અને ઘી નાંખી સારી રીતે મિક્સ કરો.

9. એક વાર ફરીથી ઢાંકી દો અને તેને ત્યાં સુધી પાકવા દો કે જ્યાં સુધી મિક્સચર ગાઢુ ન થઈ જાય અને થોડુંક સુકાઈ ન જાય.

10. આ તૈયાર મિક્સ્ચરમાં કાજૂ અને એલચી પાવડર નાંખી સારી રીતે મિક્સ કરો.

11. હવે એક પ્લેટમાં ઘી લગાવી તેને ચિકણી કરી લો. હવે આ જ પ્લેટમાં તૈયાર મિક્સ્ચર નાંખો.

12. મિક્સ્ચરને હળવેકથી દબાવી ફેલાવી લો અને ફ્લૅટ કરી લો.

13. હવે ઉપરથી કાજુ ભભરાવી સજાઓ અને લગભગ 1 કલાક સુધી ઠંડુ થવા દો.

14. એક વાર ઠંડુ થયા પછી નાના-નાના પિસિસમાં કાપી સર્વ કરો.

[ 3.5 of 5 - 20 Users]
English summary
Coconut burfi is a simple traditional sweet that is prepared during festive occasions. It is a very simple and quick-to-make sweet recipe. Watch the video.
X
Desktop Bottom Promotion