For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગરમી દૂર કરે કેરીની લસ્સી

Posted By: KARNAL HETALBAHEN
|

ઉનાળો આવી ગયો છે અને તેની સાથે જ પાછી આવી ગઈ છે કેરીની મોસમ પણ. જો તમને કેરી ખાવાનું વધુ સારું લાગે છે તો કેમ નહી કઈંક એવું બનાવવામાં આવે કે જે દરેકને ભાવે. આજે અમે તમને કઈંક એવું બનાવતા શીખવીશું જે તમે આની પહેલા ક્યારેય પણ નહી બનાવ્યું હોય. જી હાં, આજ અમે તમને કેરીની લસ્સી બનાવવાનું બતાવીશું, જેને બાળક ખૂબ પસંદ કરશે. ચાલો જાણીએ તેને બનાવવાની રીત-

Aam Ki Lassi

સામગ્રી:

  • ૧ કેરી,
  • ૧ ટેબલસ્પૂન ખાંડ,
  • ૧ કપ દહી,
  • ૨-૩ કેસર,
  • એક ચપટી લીલી ઈલાયચીનો પાવડર

રીત:

  1. કેરીનો પલ્પ કાઢીને તેને મિક્સીમાં સારી રીતે પીસી લો.
  2. તેને એક બાઉલમાં રાખી લો.
  3. હવે તે જ મિક્સીમાં દહી, ખાંડ અને બરફના ટુકડાં નાખીને સારી રીતે પીસી લો.
  4. હવે તેમાં પીસેલી કેરીને નાંખીને ફરીથી સૌથી ઓછી સ્પીડ પર અડધી મિનીટ માટે મિક્સી ચાલું કરી દો.
  5. હવે તેમાં એક ચપટી ઈલાયચીનો પાવડર નાંખીને સારી રીતે મેળવી લો.
  6. તેને કેસરથી સજાવીને ઠંડી જ સર્વ કરો.
[ of 5 - Users]
English summary
A classic Indian recipe prepared from ripe mango and curd is aam ki lassi otherwise called Mango yogurt smoothie.
Story first published: Thursday, February 2, 2017, 11:16 [IST]
X
Desktop Bottom Promotion