For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો કેમ થાય છે પ્રેગ્નેન્સી દરમિયાન બ્લડિંગ

By Karnal Hetalbahen
|

પ્રેગ્નેન્સી દરમિયાન પહેલા ત્રણ મહિનામાં મોટાભાગે વજાઈનલ બ્લડિંગ (યોનીમાંથી રક્તસ્ત્રાવ) થાય છે. આ એક સામાન્ય બ્લડિંગ હોય છે અને તેનાથી કોઈપણ પ્રકારની હેરાનગતિ થતી નથી. પણ જો પ્રેગ્નેન્સીના બીજા કે ત્રીજા મહિનામાં પણ બ્લડિંગ થાય તો પછી કોઈ ગભીર સમસ્યાની સંભાવના રહે છે. અત્રે ઉલ્લેખનીય છે કે બ્લડિંગ થવાના ઘણા કારણો હોઇ શકે છે. સામાન્ય રીતે બ્લડિંગ કોઈ પ્રકારના ઈન્ફેક્શન, તણાવથી હોર્મોનમાં પરિવર્તન અને ખોટી રીતથી શારિરીક સંબધ બાંધવાથી થઈ શકે છે. જો ગર્ભાવસ્થાના પહેલા હાફમાં બ્લડિંગ થાય તો તેમાં નીચેની સમસ્યા થઇ શકે છે.

What Bleeding During Pregnancy Means

૧. મિસકેરેઝ (ગર્ભપાત)
બ્લડિંગ મિસકેરેઝની નિશાની છે, પણ તેનો મતલબ એ નથી કે મિસકેરેઝ નક્કી છે. શોધથી જાણવા મળ્યું છે કે ૨૦ થી ૩૦ પ્રતિશત મહિલાઓને ગર્ભાવસ્થાના શરૂઆતના દિવસોમાં બ્લડિંગની સમસ્યા રહે છે. તેમાંથી ૫૦ પ્રતિશત મહિલાઓને બ્લડિંગ થયાના કારણથી પણ મિસકેરેઝ થયું નથી. તો પણ સારું રહેશે કે તમે કાળજી રાખો અને સાવધાન રહો.

૨. એક્ટાપિક પ્રેગ્નેન્સી
એક્ટાપિક પ્રેગ્નેન્સી એ પ્રેગ્નેન્સી છે, જે યૂટેરસની બહાર વિકસીત થાય છે. મોટાભાગે એક્ટાપિક પ્રેગ્નેન્સીના માટે ફલોપીઅન ટ્યૂબ જવાબદાર હોય છે. મિસકેરેઝની તુલનમાં એક્ટાપિક પ્રેગ્નેન્સી થોડી અસામાન્ય છે અને ૬૦ માંથી એક કિસ્સામાં જ આવું થાય છે.

૩. મોલર પ્રેગ્નેન્સી
ખૂબ જ ઓછા કિસ્સાઓમાં આવું થાય છે કે બ્લડીંગના માટે મોલર પ્રેગ્નેન્સી જવાબદાર હોય. મોલર પ્રેગ્નેન્સીને મોલ પણ કહેવામાં આવે છે. અને તેમાં ભ્રૂણની જગ્યાએ એબ્નોર્મલ ટિશૂ વિકસીત થઈ જાય છે. ઘણીવાર તેને જેસ્ટેશનલ ટ્રોફોબ્લાસ્ટિક ડિજીજ (જીટીડી) પણ કહેવામાં આવે છે.

જો પ્રેગ્નેન્સીના બીજા અઠવાડિયામાં બ્લડિંગ હોય તો નીચેની સમસ્યાઓ હોઇ શકે છે-

૧. પ્લાસેંટલ અબ્રપ્શન:
લેબર દરમિયાન કે તેનાથી પહેલા પ્લાસેંટાનું યૂટરીન વોલથી અલગ થઈ જવાના કારણે પણ વજાઈનલ બ્લડીંગ થાય છે. ફક્ત એક ટકા મહિલાઓમાં આવું જોવા મળે છે. સામાન્ય રીતે આ પ્રેગ્નેન્સીના અંતિમ ૧૨ અઠવાડિયામાં થાય છે.

૨. પ્લાસેંટા પ્રિવીઆ:
પ્લાસેંટા પ્રિવીઆ તે સમયે થાય છે, જ્યારે પ્લાસેંટા યૂટેરસમાં થોડું નીચે આવી જાય છે અને ગર્ભાશયને સામાન્ય રૂપથી કે પછી પૂરી રીતે ઢાંકી લે છે. આ એક ગંભીર સમસ્યા છે અને તેના માટે તરત જ જરૂરી કદમ ઉઠાવવા જોઈએ. ૨૦૦ પ્રેગ્નેન્સીમાંથી ફક્ત એકમાં જ આવું જોવા મળે છે. તેમા દુખાવા વગર પણ બ્લડિંગ થાય છે.

૩. પ્રીટર્મ લેબર:
વજાઈનલ બ્લડિંગ લેબરનો પણ સંકેત હોઇ શકે છે. લેબર શરુ થવાના થોડા અઠવાડિયા પહેલાથી જ મ્યૂક્સ પ્લગ નીકળે છે. આ મોટાભાગે થોડું મ્યૂક્સ અને લોહીથી બનેલું હોય છે. જો તે ઘણા સમય પહેલા થઈ જાય તો સમજવું કે તમે પ્રીટર્મ લેબરમાં પ્રવેશ કરી રહ્યા છો. એવામાં જલ્દી જ તમારે ફિજીશીયનની સલાહ લેવી જોઈએ.

બ્લડિંગમાં નુકશાન પણ થઈ શકે છે અને નહી પણ. જો તમે બ્લડિંગથી ઝઝૂમી રહ્યા છો તો નીચે લખેલી વાતોનું ધ્યાન રાખો.

૧. જો બ્લડિંગ થઈ રહ્યું હોય તો, તમારે પેડ કે પેંટી લાઇનર જરૂર પહેરવું જોઈએ. જેથી તમને જાણ થશે કે તમને કેટલું બ્લડિંગ થઈ રહ્યું છે અને કેવા પ્રકારનું બ્લડિંગ થઈ રહ્યું છે.

૨. ક્યારેય પણ ટેપાન ના પહેરો. વજાઈનલ એરિયામાં ડૂશ ના કરો અને બ્લડિંગ દરમિયાન શારિરીક સંબધ પણ ના બાંધો.

૩. બ્લડિંગ દરમિયાન જો તમે બીજા કોઈપણ પ્રકારના લક્ષણ મહેસુસ કરો છો તો તરત જ ર્ડોક્ટરની સલાહ લો.

English summary
During Pregnancy vaginal bleeding can occur frequently in the first trimester. This bleeding is normal and does not have any problems.When bleeding is observed in the first half of pregnancy, the following problems can occur
Story first published: Monday, January 30, 2017, 9:25 [IST]
X
Desktop Bottom Promotion