ગર્ભાવસ્થા દરમિયાન સારી રીતે ઊંઘવાની ૬ રીત

Posted By: Lekhaka
Subscribe to Boldsky

ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓ હેલ્દી ડાયેટ અને એક્સસાઈઝ પર ખૂબ જ ધ્યાન આપે છે, પરંતુ તે પૂરતી ઊંઘ લેવા વિશે વિચારતી નથી. ગર્ભાવસ્થા દરમિયાન પૂરતી ઉંઘ લેવી, માં અને બાળક માટે વધુ સ્વાસ્થ્યવર્ધક હોય છે.

ઘણી મહિલાઓ ફરિયાદ કરતી હોય છે કે ગર્ભાવસ્થા દરમિયાન તેમને સારી ઉંઘ નથી આવતી અને તેના કારણે તેમને આખો દિવસ ભારેપણું લાગે છે. તો બીજી તરફ, પ્રેગ્નેન્સીના દિવસોમાં ના ઉંઘવાના કારણે માતાના સ્વભાવમાં ચીડિયાપણું આવી જાય છે જે બાળકના વિકાસ માટે યોગ્ય નથી. એવામાં ગર્ભાવસ્થાના દિવસોમાં સારી ઉંઘ લેવા માટે નીચેના ઉપાય જણાવામાં આવ્યા છે. જે નીચે મુજબ છે.

૧. ઓછામાં ઓછું કેફીન લો

૧. ઓછામાં ઓછું કેફીન લો

જો તમે ચા અને કોફી પીવાના વધારે શોખીન છો તો તમારા આ શોખને નવ મહિના સુધી ઓછો કરી નાખો. કેફીનની માત્રા એક માત્રાથી વધુ લેવાથી ઉંઘ નથી આવતી અને તમને ભારેપણું લાગે છે. ઓછામાં ઓછી ચા કે કોફી પીવો, તો રાહત મળશે.

૨. ઝપકી લો

૨. ઝપકી લો

ગર્ભાવસ્થાના દિવસોમાં વધારે પડતો થાક લાગે છે. એવામાં તમે દરરોજ ઝપકી લેવાની આદત પાડી દો. તેનાથી તમારા શરીરને રાહત મળશે, તણાવ નહી થાય અને થાક પણ દૂર થઈ જશે. ઝપકી લેવાથી ઉંઘવાથી વધારે રાહત મળે છે. ગર્ભાવસ્થાના દિવસોમાં નાની-નાની થોડી ઝપકી તમે લઈ શકો છો અને તેનાથી તમને કોઈ નુકશાન પણ નહી થાય પણ રાહત જ મળશે.

૩. ઉંઘતા પહેલા ભારે ભોજન ના કરો

૩. ઉંઘતા પહેલા ભારે ભોજન ના કરો

ગર્ભાવસ્થાના દિવસોમાં ઉંઘતા પહેલા ક્યારેય પણ ભારે ભોજન ના કરો. તેનાથી ભોજનને પચવામાં શરીરને વધારે ઉર્જા લાગે છે અને ઉંઘમાં પણ ખલેલ ઊભી થાય છે. સારી ઉંઘ લેવા માટે લાઈટ અને પૌષ્ટિક ભોજન કરો. તેનાથી ઝડપથી ઉંઘ આવી જશે.

૪. પાણી પીતા રહો

૪. પાણી પીતા રહો

પેગનેન્સીના દિવસોમાં પર્યાપ્ત માત્રામાં પાણી પીવો, જેનાથી તમારા શરીરમાંથી ટોક્સિન બહાર નીકળતા રહે અને તમારું શરીર ફ્રેશ રહે. શરીર હાઈડ્રેટ થવા પર સારી ઉંઘ આવે છે.

૫. ઉંચા રહીને ઉંઘવું-

૫. ઉંચા રહીને ઉંઘવું-

ગર્ભાવસ્થાના દિવસોમાં વધતા જતા પેટના કારણે તમે ઉંધા ઉંઘી શકતા નથી અને ના તો પડખું ફેરવી શકતા. એટલા માટે આ સમયે સામાન્ય ઉંચા રહીને ઉંઘો અથવા સોફા પર રિલેક્સ થઇ ઉંઘો. તેથી તમારી ઉંઘ સારી રીતે પુરી થઇ જશે.

૬. તણાવ ના લો

૬. તણાવ ના લો

ગર્ભાવસ્થાના દિવસોમાં એકદમ તણાવ મુક્ત રહો, કોઈપણ પ્રકારનો ફાલતુ તણાવ ના લો, ફક્ત પોતાના વિશે વિચારો. એ જ કરો જે તમારા અને તમારા બાળક માટે લાભદાયક હોય. ખુશ રહો, સારી ફિલ્મો જુઓ.

English summary
Many women complain about disturbed sleep, anxiety and also suffer from insomnia during pregnancy. Here are the ways to sleep well during pregnancy.
Story first published: Thursday, February 9, 2017, 11:30 [IST]