Just In
- 594 days ago
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 603 days ago
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1333 days ago
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1336 days ago
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
ડિલીવરી બાદ નથી રોકાયું લોહી વહેવું, તો કરો આ ઉપાય
ડિલીવરી થયા બાદ થોડાક સમય સુધી વેજાઇનામાંથી બ્લીડિંગ થાય છે કે જેને મેડિકલ ભાષામાં લોકિઆ (Lochia) કહે છે અને આ નૉર્મલ રીતે થાય છે. ડિલીવરીના તરત બાદ કેટલાક સમય સુધી બ્લીડિંગ થવું કે બ્લડ ક્લૉટ્સ નિકળવું એક સામાન્ય પ્રક્રિયા છે. ડિલીવરી બાદ દરેક મહિલા આ તબક્કામાંથી પસાર થાય છે. આ પ્રકારનું બ્લીડિંગ થવાથી મહિલાનું ગર્ભાશય ધીમે-ધીમે સાફ થાય છે.
સામાન્ય રીતે આ પ્રસૂતિ બાદ બે કે છ અઠવાડિયાઓ સુધી થાય છે, પરંતુ આ સમય મહિલાઓ માટે થોડોક કષ્ટદાયક પણ હોય છે. તેથી જો આપ પણ આ તબક્કામાંથી પસાર થઈ રહ્યા હોવ, તો કેટલીક સાવચેતી વરતી આપ આ સમસ્યાને મહદઅંશે ઓછી કરી શકો છો.

આરામ કરો
પ્રેગ્નંસી બાદ મહિલાનાં શરીરને વધુમાં વધુ રેસ્ટ અને ઊંઘની જરૂર હોય છે. ડિલીવરી બાદ જો આપને પિંક કે ભૂરા રંગનું બ્લીડિંગ થયુ છે અને તેના થોડાક સમય બાદ જો આપનાં બ્લીડિંગનાં રંગમાં ફેરફાર આવ્યો હોય અને આપને લાલ રંગનું બ્લીડિંગ થાય છે, તો આપને રેસ્ટની સખત જરૂર છે. આ ઉપરાંત જો આપને ઓવર બ્લીડિંગ કે આપનું પૅડ એક કલાકમાં જ પલળી જતું હોય તો તેની અવગણના ન કરો અને પોતાનાં તબીબની સલાહ જરૂર લો.

બ્રેસ્ટ ફીડિંગ
બ્રેસ્ટ ફીડિંગ માત્ર બાળક માટે જ નહીં, પણ માતા માટે પણ ખૂબ ફાયદાકારક હોય છે. પોસ્ટમાર્ટમ બ્લીડિંગ દરમિયાન જો આપ પોતાનાં બાળકને બ્રેસ્ટ ફીડિંગ કરાવો છો, તો આ આપના આરોગ્ય માટે યોગ્ય છે. બ્રેસ્ટ દરમિયાન કેટલાક હૉર્મોન નિકળે છે કે જેને ઑક્સીટોસિન કહે છે કે જે ગર્ભાશયના સંકોચાવામાં મદદ કરે છે કે જેનાં કારણે બ્લીડિંગ ઓછું થવા લાગે છે.

સેક્સ ન કરો
પોસ્ટમાર્ટમ બ્લીડિંગ દરમિયાન સેક્સ કરવું આપના અને આપના પતિ બંને માટે સલામત નથી હોતું. આ દરમિયાન ઇન્ફેક્શનનો ખતરો બની રહે છે. આ ઉપરાંત વધુ ભાર પડતા આપનાં ગર્ભાશયને પણ નુકસાન થઈ શકે છે. સેક્સ ત્યારે જ કરો કે જ્યારે આપનું બ્લીડિંગ સંપૂર્ણપણએ રોકાઈ ગયું હોય.

તબીબને મળો
પોતાનાં તબીબને કલ્સંટ કરો. જો કોઈ દવા છે, તો તેના વિશે પૂછો અને શું-શું પ્રીકૉશન આપે લેવું જોઇએ, તેના વિશે વાત કરો.

પૅડ્સનો ઉપયોગ કરો
ટૅંપોંસનાં કારણે પૅડ્સનો ઉપયોગ કરો કે જે પહેલા અઠવાડિયામાં થતા હેવી બ્લીડિંગને કંટ્રોલ કરશે. ટૅંપોંસથી ઇન્ફેક્શન થવાનો ખતરો પણ બની રહે છે. આ ઉપરાંત રાત્રે આરામથી સૂવા માટચે ઓવર નાઇટ પૅડ્સનો ઉપયોગ કરો.

ડિલીવરી અંડરવૅર
ડિલીવરીનાં કેટલાક દિવસો બાદ સુધી આપ ડિલીવરી અંડરવૅર પહેરો કે જે બહુ આરામદાયક હોય છે. આ ઉપરાંત આ સામાન્ય અંડરવૅર્સથી અલગ ડિસ્પોઝેબલ હોય છે.

ખાવાનો રાખો ખાસ ખ્યાલ
સતત બ્લીડિંગથી શરીરમાં લોહીની ઉણપ થઈ શકે છે. તેથી ખાવામાં આયર્નનું પ્રમાણ ધરાવતા ખાદ્ય પદાર્થો વધુ ન ખાવો. આયર્ન શરીર માટે બહુ ફાયદાકારક હોય છે અને આ ડિલીવરી બાદ બ્લડ કાઉંટ વધારવામાં પણ મદદ કરે છે. તેતી ખાવામાં લીલી શાકભાજીઓ, મીટ, બીન્સ જેવી વસ્તુઓનો જરૂર સમાવેશ કરો.
આ બધુ કરવાથી આપને મહદઅંશે આરામ મળશે અને જો આપને હેવી બ્લીડિંગ થઈ રહ્યું હોય કે વધુ સમય સુધી બ્લીડિંગ થઈ રહ્યું હોય, તો પોતાનાં ડૉક્ટરને કંસલ્ટ જરૂર કરો.