For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આયુર્વેદિક ઉપચારથી કેવી રીતે બનશો જલ્દીથી પ્રેગ્નંટ

By Super Admin
|

આયુર્વેદ મુજબ ગર્ભ ધારણ કરવું શુક્રાણુ, અંડાણુ અને ગર્ભાશયનાં આરોગ્ય પર નિર્ભર કરે છે.

આયુર્વેદ મુજબ ગર્ભ ધારણ કરવું શુક્રાણુ, અંડાણુ અને ગર્ભાશયનાં આરોગ્ય પર નિર્ભર કરે છે. પુરુષ અને મહિલા બંને માટે બાળક પેદા કરવાનું આરોગ્ય શુક્ર ધાતુ અને શરીરનાં ઉત્તકો પર નિર્ભર કરે છે.

યોગ્ય ચયાપચય ક્રિયા હોવાથી અને પાચન યોગ્ય રીતે કામ કરતા પોષક પદાર્થો દ્વારા શરીરમાં તરળ પદાર્થો, રક્ત, મસલ્સ, ફૅટ, બોન મૅરો અને શુક્ર ટિશ્યૂઝ બને છે.

મહિલાઓમાં માસિક સ્રાવ દરમિયાન શુક્ર ટિશ્યૂઝ અંડાણુઓનું નિર્માણ કરે છે અને પુરુષોમાંયૌન ઉત્તેજનાથી વીર્યનું નિર્માણ થાય છે. શુક્ર ધાતુનું આરોગ્ય અન્ય ટિશ્યૂઝ અને શરીરની પાચન ક્રિયાઓ પર અવલમ્બે છે. આપણી ચયાપચય એટલે કે મૅટાબોલિઝ્મને વધારવાની ત્રમ રીતો છે.

ગર્ભ ધારણમાં મુશ્કેલીઓ

ગર્ભ ધારણમાં મુશ્કેલીઓ

ઘણા શારીરિક, માનસિક અને વાતાવરણીય કારકો હોય છે કે જે પુરુષ અને મહિલાઓમાં પ્રજનન ક્ષમતાને પ્રભાવિત કરે છે. અમે આપને બતાવીએ છીએ પ્રજનન ક્ષમતાને પ્રભાવિત કરનાક કારકો...

1. યૌન અંગોનું આરોગ્ય :

1. યૌન અંગોનું આરોગ્ય :

મહિલાઓમાં ગર્ભાશય અને પુરુષોમાં વીર્યનું સ્વસ્થ હોવું ગર્ભ ધારણ માટે ખૂબ જરૂરી છે. પોષણની ઉણપ, યોગ્ય પાચન ન થવું અને શરીરમાંથી ઝેરી પદાર્થોનું ન નિકળવું ગર્ભાશય તથા વીર્યનાં આરોગ્યને પ્રભાવિત કરે છે.

2. ભાવનાત્મક જોડાણની ઉણપ :

2. ભાવનાત્મક જોડાણની ઉણપ :

એવી વ્યક્તિથી સેક્સ કરવું કે જેને આપ ઓછું ચાહો છો કે ભાવનાત્મક રીતે જોડાણ નથી અનુભવતા, તો એવામાં ગર્ભ ધારણ પ્રભાવિત થાય છે. તેનાંથી વિપરીત વધુ સેક્સ કરવાથી પણ શુક્રનું નુકસાન થાય છે અને પુસંકતા વધે છે.

3. અનિયમિત આહાર :

3. અનિયમિત આહાર :

વધુ મસાલેદાર, મીઠું ધરાવતું અને પ્રિઝર્વેટિવ ભોજન ખાવાથી પિત્ત વધે છે અને વીર્યનું નાશ થાય છે.

4. સેક્સની ઇચ્છાને નિયમિત કરવી :

4. સેક્સની ઇચ્છાને નિયમિત કરવી :

લાંબા સમય સુધી સેક્સની ઇચ્છાને રોકવાથી વીર્ય અવરુદ્ધ થાય છે કે જેથી વીર્યનો સામાન્ય પ્રવાહ અટકે છે અને કામેચ્છામાં ઉણપ આવે છે.

5. ઇન્ફેક્શન કે ટ્રૉમા

5. ઇન્ફેક્શન કે ટ્રૉમા

જો પ્રજનનનાં ઉત્તકો ઇન્ફેક્શન કે ટ્રૉમાથી ખરાબ હો, તો પણ નપુંસકતા વધે છે.

શું છે ઇલાજ ?

શું છે ઇલાજ ?

આયુર્વેદનાં ઇલાજથી શરીરમાંથી ઝેરી પદાર્થો બહાર કઢાય છે અને દરેક કોશિકાને પુરતુ પોષણ મળે છે કે જેથી ગર્ભ ધારણની તકો વધી જાય છે. ગર્ભ ધારણમાં પંચકર્મ પદ્ધતિ સૌથી અસરકારક છે.

પંચકર્મ :

પંચકર્મ :

આ ક્રિયામાં ઝેરી પદાર્થો શરીરમાંથી બહાર નિકળે છે. જ્યારે શરીર ડિટૉક્સીફાઈ થાય છે, ત્યારે પાચન ક્રિયા મોટા પાયે સુધરે છે અને દરેક કોશિકાને પોષણ મળે છે. જ્યારે વિટામિન્સ, મિનરલ્સ, વિવિધ હૉર્મોન્સ, એંઝાઇમ્સ અને ઑક્સીજન પુરતા પ્રમાણમાં આ ડિટૉક્સીફાઇડ કોશિકાઓમાંજાય છે, તો દરેક કશિકા યોગ્ય રીતે કામ કરે છે, શરીરની સ્વ-સારવાર ક્રિયા વધે છે, રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે અને ગર્ભ ધારણની તકો વધે છે.

અભ્યંગા :

અભ્યંગા :

આ એક ચિકિત્સકીય તેલની મસાજ છે કે જેનાથી વિવિધ દોષોનું સંતુલન થાય છે. આ તેલમાં ઘણી ઔષધિઓ હોય છે અને ઇલાજનાં ચિકિત્સકીય ગુણો હોય છે.

સ્નેહપન્નમ :

સ્નેહપન્નમ :

આ ઇલાજમાં ચિકિત્સકીય ઘી પિવડાવવામાં આવે છે કે જેથી પેટની બીમારીઓ દૂર થાય છે અને પાચન ક્રિયા તથા શરીરનું આરોગ્ય સારૂં રહે છે.

પોડિક્કિઝી :

પોડિક્કિઝી :

આ ઇલાજ પાવરફુલ ઔષધિઓથી કરવામાં આવે છે અને તેનાં ઘેરી તંગદિલી દૂર થાય છે, રક્ત સંચાર વધે છે, ઝેરી પદાર્થો નિકળે છે, માંસપેશીઓનાં ઉત્તકો મજબૂત થાય છે અને કફ શરીરમાંથી બહાર નિકળે છે. આ રીતથી ઝેરી પદાર્થો પરસેવા તરીકે નિકળે છે અને દોષો દૂર થાય છે.

એલાકિજી :

એલાકિજી :

આ મસાજ ચિકિત્સકીય ઔષધિઓ અને પાંદડાઓની હોય છે. એંટી-વાત રોપાઓ, જેમ કે એરાંડા (રિક્સસ કમ્યિસ), અર્કા (કૅલોટ્રોપીસ પ્રોસીરા), નિરગુંડી (વિટેક્સ નીગુંડો), રસના (પ્લુચિયા લૅનકોલટા), નારિયેળનાં પાન, લિંબુ અને કર્ક્યુમીનને હર્બલ સામગ્રી સાથે ફ્રાય કરવામાં આવે છે અને કપડાનાં પિંડમાં બાંધવામાં આવે છે.તેને ગરમ ઔષધિય તેલમાં ડુબાડવામાં આવે છે અને પછી શરીર પર મસાજ કરવામાં આવે છે. આ વિવિધ પ્રકારનાં ગઠિયા, સ્પૉંડિલાઇટિસ, પીઠનો દુઃખાવો તથા નરમ ઉત્તકોના સોજાને ઓછું કરવામાં અસરકારક છે. જે જગ્યાએ તેની માલિશ કરવામાં આવે છે, ત્યાં રક્તનું સંચાર યોગ્ય થાય છે અને પરેસેવો આવે છે કે જેથી બેકાર પદાર્થો શરીરમાંથી બહાર નિકળે છે.

નજાવરા :

નજાવરા :

ગરમ નજાવરા ચોખા કે પકવેલા લાલ ભાતને હર્બલ કાઢા કે દૂધ સાથે રૂમાં નિચોડીને શરીર પર માલિશ કરવામાં આવે છે. આ ક્રિયા 30થી 40 મિનિટ સુધી કરવામાં આવે છે કે જ્યાં સુધી પરસેવો ન નિકળી જાય. જ્યારે ચોખાની ગરમી ઓછી થાય છે, ત્યારે તેને હટાવી દેવામાં આવે છે અને ગરમ તેલ લગાવવામાં આવે છે.

English summary
According to Ayurveda, conception depends upon the health of the sperm, ovum, and that of the uterus.
Story first published: Thursday, May 4, 2017, 11:00 [IST]
X
Desktop Bottom Promotion