For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કામકાજી ગર્ભવતી મહિલાઓ આ ઉપાયો દ્વારા રહી શકે છે હેલ્ધી અને ફ્રેશ

By KARNAL HETALBAHEN
|

જ્યારે કોઇ મહિલા ગર્ભવતી હોય છે તો તેના ઘરે ખુશીઓનું આગમન થવાનું હોય છે. પરંતુ તેની સાથે ઘણા પડકારો પણ આવે છે, ખાસકરીને ત્યારે જ્યારે મહિલાઓ કામકાજી હોય. ટ્રાવેલિંગ, બેસતી વખતે અથવા વધુ સમય ઉભા રહેતી વખતે, જમવાની અનિયમિતતા હોવી અને કામનો તણાવ વગેરે કારણ ઘણા પ્રકારની માનસિક અને શારીરિક પડકારો આવે છે. અહીં કેટલાક સામાન્ય અસુવિધાઓ અને તેનો સામનો કરવાની રીત જણાવવામાં આવી છે.

Pregnancy Tips First Trimester

મોર્નિંગ સિકનેસ સલાહ- થોડી થોડી વારે થોડું થોડું જમો. પથારીમાંથી ઉઠતા પહેલાં થોડા બિસ્કિટ ખાવ. લીંબૂ ચૂસો અથવા સુંઘો અને ફૂદીનાનું પાણી પીવો.

હાર્ટબર્ન સલાહ- થોડી થોડી વાર પછી થોડું થોડું ખાવ, સામાન્ય હરોફરો, તીખુ અને વધુ ફેટયુક્ત ખાશો નહી. કસરત- યોગના આસન જેમ કે મત્સ્ય આસન, સુપ્તાસ્વતિકસના, વિપરીતકરણી અને સુપ્તબધાકોનાસના કરે.

એડીનો સોજો સલાહ- કામ કરવાના સ્થળ પર પગને ઉપરની તરફ રાખો, વધુ સોડિયમનું સેવન ન કરો. કસરત- એડીઓને ફેરવવાની કસરત, પગને સ્ટ્રેચ કરો, નિયમિત અંતરે થોડું થોડું ચાલો જેથી પાણી એકત્રિત ન થાય.

કમરનો દુખાવો સલાહ- પેટની મજબૂતી માટે કસરત કરો, પીઠના ઉપરના ભાગને સ્ટ્રેચ કરો અને બેસતી વખતે ટટ્ટાર બેસો. સતત વધુ સમય ન બેસો. કસરત- કૈટ સ્ટ્રેચ, બર્ડ ડોગ, સીટેડ સ્પાઇનલ ટ્વિસ્ટ, બધાકોનાસના, મલાસના, જાનુશિરાસના

ચિંતા અને ઉંઘ આવવી સલાહ- બ્રીધિંગ એક્સરસાઇઝ, ગર્ભાવસ્થા દરમિયાન આરામદાયક સ્થિતિમાં ઉંઘો.

English summary
pregnancy is not a disease and you can very much have a normal life and do well in office if you follow these simple tips.
Story first published: Saturday, April 22, 2017, 14:31 [IST]
X
Desktop Bottom Promotion