For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગર્ભપાત બાદ ધ્યાન રાખો આરોગ્ય સાથે જોડાયેલી વાતોનું

By Lekhaka
|

મિસકૅરેજ એટલે કે ગર્ભપાત થઈ જતાં માતા પર શું વીતે છે, તે કેવલ તે જ જાણી શકે છે. જન્મથી પહેલા પોતાનાં શિશુને ગુમાવી દેવું ખૂબ જ કરુણ અહેસાસ હોય છે.

ક્યારેક-ક્યારેક આપણાં જીવનમાં ભયાનક ઘટનાઓ વણનોંતરી આવી જ જાય છે કે જેના માટે આપણે તૈયાર પણ નથી હોતા. ગર્ભપાત પણ તેમાંની એક ઘટના છે કે જે સગર્ભા મહિલાઓ સાથે બને છે.

કોઈ પણ મહિલા જ્યારથી પ્રેગ્નંટ થાય છે, ત્યારથી તે એક-એક દિવસ ગણવાનું શરૂ કરી દે છે કે ક્યારે તે દિવસ આવશે કે જે દિવસે તે માતા બનશે, પરંતુ જ્યારે ભગવાનનો નિર્ણય જ કંઇક બીજો હોય, તો તેવામાં શું કરી શકાય ?

મિસકૅરેજ એટલે કે ગર્ભપાથ થઈ જતા માતા પર શું વીતે છે, તે માત્ર તે જ જાણી શકે છે. જન્મ આપતા પહેલા પોતાનું શિશું ગુમાવી દેવું ખૂબ જ કરુણાજનક અહેસાસ હોય છે.

તો એવામાં જે મહિલાનું ગર્ભપાત થયું હોય, તેને ભાવનાત્મક સહારાની ખૂબ જરૂર હોય છે. અહીં પર કેટલીક ટિપ્સ આપવામાં આવી રહી છે કે જે તેવી મહિલાઓ માટે છે કે જે જેઓ આ દરમિયાન ગર્ભપાતમાંથી પસાર થઈ રહી છે.

Tip #1

Tip #1

સૌપ્રથમ તો એ જરૂરી છે કે આપ આ વાત પૂર્ણતઃ સ્વીકારી લો કે આપની સાથે એક ભયાનક ઘટના ઘટી છે. વસ્તુઓને સરળતાથી સ્વીકારી લેવાથી તે જ વસ્તુઓ વધુ સરળ બની જાય છે.

Tip #2

Tip #2

પોતાનો સમગ્ર સમય પોતાનાં પરિવારજનો અને મિત્રો સાથે પસાર કરો, કારણ કે આ દુઃખદ પળમાં આપને ખૂબ ભાવનાત્મક સહારાની જરૂર પડશે ને પડશે જ.

Tip #3

Tip #3

જો આપને લાગે છે કે આપ બહુ વધુ તંગદિલી અનુભવી રહ્યા છો, તો પ્રોફેશનલ હેલ્પ લેવામાં જરાય ન ખચકાટ કરો.

Tip #4

Tip #4

એ વાત સાચી છે કે આપનું હૈયુ ભાંગ્યુ છે, પણ પોતાનાં આરોગ્ય સાથે રમત ન કરો અને પોતાનાં ખાવા-પીવાનું પુરતુ ધ્યાન રાખો. પોતાનાં આહારમાં આયર્નથી ભરપૂર ભોજન હોવું જોઇએ; જેમ કે પાલક, લીલી શાકભાજીઓ, મીટ વગેરે. મિસકૅરેજથી ખૂબ બ્લડ લૉસ થાય છે.

Tip #5

Tip #5

આપે એ પણ ધ્યાન રાખવાનું રહેશે કે 2 અઠવાડિયા સુધી શારીરિક સંબંધ ન બાંધો, કારણ કે તે દરમિયાન આપની યોનિ ખૂબ સંવેદનશીલ અને ઈજાગ્રસ્ત હોય છે. આ ઉપરાંત આ દરમિયાન ઇન્ફેક્શન થવાનાં ચાંસિસ પણ ખૂબ વધારે હોય છે.

Tip #6

Tip #6

ઍબૉર્શન થયા બાદ આપે નિયમિત રીતે પોતાનાં મહિલા રોગ નિષ્ણાત પાસે જવું જોઇએ કે જેથી જાણ થઈ શકે કે આગળ કોઈ પણ પ્રકારની જટિલતાઓ ન થાય.

Tip #7

Tip #7

જો આપને મિસકૅરેજ બાદ બીજા બાળક માટે પ્રયત્ન કરવો હોય, તો પોતાનાં તબીબ સાથે આ અંગે વાત કરવાનું ન ચૂકો. તેમને પૂછો કે શું આપ બીજા બાળક માટે સ્વસ્થ છો કે નહીં ?

Tip #8

Tip #8

સારૂં રહેશે કે આપ નિયમિત રીતે વ્યાયામ કરો અને દારૂનું સેવન બિલ્કુલ બંધ કરી દો. એવું એટલા માટે, કારણ કે આપનાં શરીરને સાજું થવા માટે સમય જોઇએ.

English summary
Here are a few tips that can be followed by a woman who had a miscarriage or an abortion recently, so that she can recover and remain healthy; have a look.
Story first published: Friday, December 23, 2016, 14:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more