For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મહિલાઓએ એબોર્શનથી જોડાયેલી આ વાતો જાણવી ખૂબ જરૂરી

By KARNAL HETALBAHEN
|

કેટલીક મહિલાઓ એબોર્શન જેવા કદમ એટલા માટે ઉપાડે છે, કેમકે તે ગર્ભધારણ માટે તૈયાર હોતી નથી, જ્યારે કેટલીક મહિલાઓ કોઈ શારિરીક સમસ્યાઓના કારણે પણ આ ઠોસ કદમ ઉઠાવે છે. જો કોઈ મહિલા ગર્ભવતી છે અને તે બાળક ઈચ્છતી નથી તો ગર્ભના ૨૦ અઠવાડિયા સુધી ગર્ભપાત કરાવવો ભારતમાં કાનૂની રીતે માન્ય છે.

જો તમે પણ અનઈચ્છીત ગર્ભ વિશે વિચારીને હેરાન છો કે પછી તમે ગર્ભપાતથી જોડાયેલી ટેક્નીકલ વાતો જાણવા ઈચ્છો છો, તો પછી ગર્ભપાતની આ સરળ ગાઈડને જરૂર વાંચો, કેમકે ભારતમાં દર બે કલાકે મહિલાઓની મૃત્યું અસુરક્ષિત ગર્ભપાતના કારણે થાય છે.

પરંતુ એક વખત જો એબોર્શન થઈ જાય તો, બીજી વખત પ્રેગ્નેન્સી પહેલા પ્લાનિંગ અને કેટલીક સાવધાની રાખવી ખૂબ જરૂરી છે.

એમ તો એબોર્શન પર છે પ્રતિબંધ

એમ તો એબોર્શન પર છે પ્રતિબંધ

પુરુષ પ્રધાન સમાજમાં છોકરાની ઈચ્છા રાખનાર પરિવાર મોટાભાગે એબોર્શનનો નિર્ણય લે છે. એટલા માટે આપણા દેશમાં કન્યા ભ્રૂણ હત્યા અને ઘટી રહેલા લિંગાનુપાતને સામાન્ય સ્તર પર લાવવા માટે એબોર્શન પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે. પરંતુ તો પણ કેટલીક સ્થિતિમાં યુવતીઓ કે મહિલાઓને હેરાનગતિ વગર એબોર્શનનો અધિકાર છે, જે છે:

- જો યુવતી કે મહિલા જબરદસ્તી કોઈના યૌન શોષણનો શિકાર થઈ હોય તો અને તે આ બાળકને જન્મ ના આપવા માંગતી હોય તો તેને એબોર્શન કરાવાનો પૂરો અધિકાર છે.

- જો તેનાથી મહિલા કે યુવતીના માનસિક કે શારિરીક સ્વાસ્થ્ય પર વિપરિત પ્રભાવ પડતો હોય તો.

- જો એ જાણવા મળે કે ગર્ભમાં ઉછરનાર બાળકનો વિકાસ યોગ્ય રીતે નથી થઈ રહ્યો અને તેને ૯ મહિના સુધી ગર્ભમાં નહી રાખી શકાય તો, આવી સ્થિતીમાં પણ એબોર્શન કરાવવામાં આવે છે. તેને ર્ડોક્ટરી ભાષામાં મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નેન્સી કહે છે.

શું છે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નેન્સી?

શું છે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નેન્સી?

એમટીપી પ્રક્રિયા, જેમાં ર્ડોક્ટરની દેખરેખ હેઠળ એબોર્શનને અંજામ આપવામાં આવે છે, જે દરે ર્ડોક્ટર કરી શકતા નથી. ફક્ત અનુભવી ગાઈનોકોલોજિસ્ટ કે પછી તે ર્ડોક્ટર જેમને એમટીપીની ટ્રેનિંગ લીધી હોય, તે જ અંજામ આપી શકે છે. કેમકે તે જરૂર પડવા પર પોતાના અનુભવના આધારે સ્થિતીને સંભાળી શકે છે.

૨ રીતે થાય છે એબોર્શન

૨ રીતે થાય છે એબોર્શન

પિલ્સ- આ રીતે એબોર્ટ કરવા માટે સૌથી પહેલા એ જોવામાં આવે છે કે કેટલા મહિનાનો ગર્ભ છે. જો ગર્ભ ૬ થી ૮ અઠવાડિયા વચ્ચોનો હોય તો તેને પિલ્સ દ્વારા રિમૂવ કરી શકાય છે અને તેના વિશે જાણ મેળવવા માટે ર્ડોક્ટરઅલ્ટ્રાસાઉન્ડ કરે છે. એમટીપી પિલ ર્ડોક્ટરની સલાહ પર જ આપવમાં આવે છે. આ પિલ ખરેખરમાં ગર્ભાશયમાંથી પદાર્થને બહાર નીકાળવાનું કામ કરે છે.

સર્જરીથી- તેમાં બેહોશ કરીને એબોર્શન કરવામાં આવે છે. તેને ત્યારે કરવામાં આવે છે જ્યારે ૮ અઠવાડિયાથી વધુનો ગર્ભ થઈ ચૂક્યો હોય, કેમકે તેના પછી પિલ્સ અસર નથી કરતી. તેને ડાઈલેશન એન્ડ ક્રૂટેઝ પ્રોસેસ કહે છે. તેમાં તમે ર્ડોક્ટરની નજર હેઠળ રહો છો અને તમને પ્રોપર કેર મળે છે. તેને સેફ પ્રોસેસ માનાવામાં આવે છે.

એક્સપર્ટની દેખરેખ હેઠળ કરાવો સર્જરી

એક્સપર્ટની દેખરેખ હેઠળ કરાવો સર્જરી

ગર્ભપાત માટે કેમિસ્ટ પાસેથી વગર પૂછે દવા લેવી હાનિકારક હોય છે કેમકે તેમને તમારી ઈન્ટરનલ સ્ટેજ વિશે જાણ હોતી નથી, એટલા માટે જટિલાતઓ થવાનો ભય છે. તેનાથી તમારો જીવ જોખમમાં પડી શકે છે. ક્યારેક ક્યારેક ઓવર બ્લીડિંગ થવાથી સિચુએશન આઉટ ઓફ કંટ્રોલ પણ થઇ શકે છે. એટલા માટે જરૂરી છે ર્ડોક્ટરની સલાહ વગર કોઈપણ દવા ના લો.

એબોર્શન પછી આ વાતોનું ધ્યાન રાખો-

એબોર્શન પછી આ વાતોનું ધ્યાન રાખો-

- આ દરમ્યાન ભારે વસ્તુ ઉપાડવાની કે વાંકા વળવું વગેરેથી થોડા સમય માટે ટાળવું જોઈએ.

-કોઇપણ નશીલા પદાર્થનું સેવન ભૂલથી પણ ના કરવું જોઈએ.

- ડાઈટિંગ ના કરો, કેમકે આ દરમ્યાન લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી સ્વાસ્થ્ય પર ખરાબ પ્રભાવ થઈ શકે છે.

- તરત સેક્સ ના કરો, પોતાને થોડો સમય આપો, કેમકે ઘણી વખત એવું કરવાથી બીજી વખત પ્રેગ્નેન્સીનું જોખમ બની જાય છે.

- આ સમયે તમે જેટલું સારું ખાશો અને સારું વિચારશો એટલી જ જલ્દી ફિટ થઇ જશો.

પીસીઓડીનું બને છે કારણ

પીસીઓડીનું બને છે કારણ

પોલિસિસ્ટિક ઓવેરીયન ડિઝિઝ (પીસીઓડી) મહિલાઓમાં એવી અવસ્થા છે જેમાં ઈન્સુલિન લેવલ વધી જાય છે. આ કારણે ઓવ્યૂલેશનમાં ઉણપ, અનિયમિત માસિક અને પુરુષોમાં હોર્મોનમાં વૃદ્ધિ થવા લાગે છે. પીસીઓડી, મોટાપો અને ઈન્ફર્ટિલિટી સીધા એક બીજાથી સંબંધી છે. પીસીઓડીથી પીડિત થોડા કિલો વજન ઘટાડીને પ્રેગ્નેટ થઈ શકે છે.

ગર્ભપાત પછી પ્રેગ્નેન્સી?

ગર્ભપાત પછી પ્રેગ્નેન્સી?

કેટલીક મહિલાઓને પ્રેગ્નેન્સી પછી સંશય રહે છે કે તે બીજી વખત પ્રેગ્નેનટ થઈ શકશે કે નહી? એક ગર્ભપાત પછી બીજી વખત ગર્ભવતી થવાની સંભાવનાઓ પર ચિંતીત થવું સ્વાભાવિક છે. પણ સચ્ચાઈ એ છે કે જો અનુભવી ર્ડોક્ટરની ઉપસ્થિતીમાં ગર્ભપાત કરાવ્યો હોય તો જોખમની સંભાવના એકદમ ઓછી રહે છે.

English summary
An abortion is an irreversible medical procedure. There are different abortion procedures depending on how far along you are in this pregnancy. Each procedure has medical risks and side affects.
Story first published: Friday, March 31, 2017, 12:30 [IST]
X