Related Articles
-
પ્રગ્નેન્ટ હો ત્યારે તમારે આટલી વસ્તુ ના કરવી જોઈએ
-
લેમન જ્યૂસ ગર્ભાવસ્થા ને અસર કરી શકે છે?
-
ગર્ભાવસ્થા દરમ્યાન આમલા ખાવા વિષે તમારે જાણવા જેવું બધું જ
-
જાણો પ્રસવ દરમ્યાન યોનિની સાથે કયા બદલાવ થાય છે
-
એર્બોશન પછી મળે જો આ સંકેત તો અત્યારે જ જઈને ર્ડોક્ટરને મળો
-
સગર્ભાવસ્થામાં સફેદ પાણીનું સ્રાવ શું શિશું માટે ખતરનાક છે ?
પ્રેગ્નંસીમાં ટેંશન લેવાથી થઈ શકે છે ગર્ભપાત, વાંચો રિપોર્ટ...
દરેક માતા ચાહે છે કે તેનું બાળક સ્વસ્થ હોય. તેવામાં જો આપ માતા બનનાર હોવ છો, તો પોતાનાં બાળક પ્રત્યે આપ સાવચેતીઓ વરતો છો. જ્યારે આપ પ્રેગ્નંટ હોવ અને માતા બનનાર હોવ, ત્યારે પોતાનાં ઘરનાં ટેંશન અને બાળકનાં ભવિષ્યને લઈને ચિંતા ન કરો, કારણ કે આમ કરવું આપની સાથે-સાથે આપનાં થનાર બાળક માટે પણ ખતરનાક બની શકે છે. તાજેતરનાં રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે કે પ્રેગ્નંસી દરમિયાન ટેંશનમાં રહેતી મહિલાઓમાં ગર્ભપાતનો ખતરો વધી જાય છે.
શું કહે છે રિસર્ચ ?
આ રિસર્ચ લંડનમાં કરાયું છે કે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્રેગ્નંસી દરમિયાન જે મહિલાઓ ટેંશન લીધું, તેમની સાથે મિસકૅરેજની શંકા અનેક ટકા સુધી વધી જાય છે. આ સાથે જ ચીનનાં શોધકર્તાઓએ કહ્યું છે કે પ્રેગ્નંસી દરમિયાન તાણ લેનાર મહિલાઓમાં ગર્ભપાતનો ખતરો 42 ટકા વધી જાય છે. આ અગાઉ એક રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે 24 સપ્તાહની પ્રેગ્નંસીમાં જેટલા પણ ગર્ભપાત થયા છે, તેમાં 20 ટકા કેસો ટેંશનના હતાં.
ગર્ભ ધારણ વખતે ટેંશનથી આમ બચો
અમે આપને બતાવીશું કે આપ કેટલીક નાની-નાની વાતો અપનાવી પોતાની જાતને ટેંશનથી દૂર રાખી શકો છો.
ઘરનાં કામકાજ છોડી દો
આપ ઘરનાં કામકાજોથી બચો. શક્ય હોય તો કોઇક મિત્ર કે સંબંધની મદદ લો, કારણ કે જ્યારે આપ ઘરનાં કામકાજમાં વ્યસ્ત રહો છો, ત્યારે ટેંશન આપની પાસે ન ચાહીને પણ આવી જ જાય છે.
આરામ પર વધુ ધ્યાન આપો
આપ ઘરનાં કામકાજ ઓછા કરી આપ પોતાને જાતને થોડોક આરામ આપો. એવી રીતે કામ કરો કે જે આપનાં મગજને ઘરનાં ટેંશનમાંથી બહાર કાઢે. આપ તેના માટે ગેમ્સ રમી શકો છો કે આપ ઇચ્છો, તો પુસ્તક વાંચતા આરામ કરી શકો છો.
ઑફિસમાંથી રજા લઈ લો
જો આપ એક ગૃહિણી હોવાની સાથે-સાથે ઑફિસ પણ જાઓ છો, તો આ સમય આપની લીવ અને રજાઓનો આનંદ લેવાનો છે. આપ સંપૂર્ણપણે ઑફિસમાંથી લીવ લઈ લો.
યોગ કરો, સ્વસ્થ રહો
આપ પોતાના ટેંશનને દૂર કરવા માટે યોગ પણ કરી શકો છો. આપ લાંબા શ્વાસ લો અને છોડો. આ આપનાં અને આપના બૅબી બંને માટે ફાયદાકારક છે.
સ્વીમિંગ છે ફાયદાકારક
જો આપ એક તૈરાક છો અને આપને સ્વીમિંગ આવડે છે, તો આપ સ્વીમિંગ કરી શકો છો. આપ ઇચ્છો, તો આપ વૉક પર પણ જઈ શકો છો.
જંક ફૂડ ખાવાથી બચો
આપ ફાલતૂનાં જંક ફૂડ ખાવાથી બચો. તેનાં સ્થાને આપ સંતુલિત આહાર લો કે જે આપનાં શરીરને તાકાત આપશે.
રાત્રે વહેલા સુઈ જાઓ
આપ રાત્રે જેટલુ બની શકે, વહેલા સુઈ જાઓ, કારણ કે વહેલા સૂવાથી આપનાં બાળકનો વિકાસ જલ્દી થાય છે.
ડૉક્ટરની સલાહ લો
તમામ કોશિશો કર્યા બાદ પણ જો આપને એમ લાગે છે કે આપનું ટેંશન ઓછુ નથી થઈ શકી રહ્યું, તો આપ પોતાનાં ડૉક્ટર કે થૅરેપિસ્ટની મદદ લો અને ટેંશનથી બચો.