For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બાળક થયા બાદ આમ ઘટાડો વજન અને રહો હૅલ્ધી

By Super Admin
|

એક નવી માતાએ સ્વસ્થ રહેવાની કોશિશ કરવી જોઇએ, કારણ કે તેને એક સાથે બાળકની સંભાળ અને પોતાનાં શરીરને આરોગ્યપ્રદ જાળવા રાખવાની જરૂર હોય છે કે જેના માાટે તેણે મજબૂત બનવું જોઇએ.

દરેક સ્ત્રી પોતાની સગર્ભાવસ્થામાં શારીરિક અને ભાવનાત્મક કક્ષાએ ક્રાંતિકારી પરિવર્તનોમાંથી પસાર થાય છે. બાળક થવાની મુશ્કેલીઓ તેના આરોગ્યને નબળું બનાવી દે છે.

આમ છતાં એક નવી માતાએ સ્વસ્થ રહેવાની કોશિશ કરવી જોઇએ, કારણ કે તેને એક સાથે બાળકની સંભાળ અને પોતાનાં શરીરને આરોગ્યપ્રદ જાળવા રાખવાની જરૂર હોય છે કે જેના માાટે તેણે મજબૂત બનવું જોઇએ.

જોકે તેને પૌષ્ટિક આહાર પર રહેવામાં મુશ્કેલી થઈ શકે છે. તેને મેડિકલ દિશા-નિર્દેશોનું કડકાઈથી પાલન કરવું જોઇએ કે જેથી તેની જીવનશૈલી તેનાં શરીરને પ્રભાવિત ન કરે.

નવા વાલી તરીકે તેણે ડૉક્ટર અને પોષણ નિષ્ણાત સાથે યોગ્ય પરામર્શ કર્યા બાદ જ આહારનું પાલન કરવું જોઇએ.

# 1 પૌષ્ટિક આહાર

# 1 પૌષ્ટિક આહાર

કારણ કે એક નવજાત શિશુને એક દિવસમાં ઘણી વાર સ્તનપાનની જરૂર હોય છે. તેથી માતાનાં આહારમાં સામાન્યતઃ સંતુલિત તત્વો હોય છે. ડૉક્ટરો દ્વારા વિશેષ ભોજનના ખોરાક સાથે એક પ્રોટીન અને ઊર્જા સમૃદ્ધ આહારનું સુચન પણ કરવામાં આવે છે. એક સ્વસ્થ શરીર અને સ્વસ્થ મગજને જાળવી રાખવા માટે એક નવી માતાએ બાળક થયા બાદ સ્વસ્થ રહેવા માટે યોગ્ય આહાર પદ્ધતિ અપનાવવી જોઇએ.

# 2 વ્યાયામ અને પ્રવૃત્તિઓ

# 2 વ્યાયામ અને પ્રવૃત્તિઓ

જો આપ એક નવા માતા છો, તો એક સખત કસરત અને વ્યસ્ત કાર્યક્રમ આપનાં આરોગ્ય માટે પૂર્ણત્વે હાનિકારક છે. કોઈ પણ પરિસ્થિતિમાં આપનું શરીર હજી પણ તાણને સહન કરવાનીસ્થિતિમાં નથી. તમામ નવી માતાઓને માત્ર હળવા ફ્રીહૅન્ડ વ્યાયામ અને થોડીક ચારે બાજુ ફરવાની સલાહ આપવામાં આવે છે. કંઇક ઉપાડવા કે દાદરા ચઢવા માટે કોઇકની મદદ લો. આરામ અને કામનું વિતરણ પોતાની જરૂરિયાત મુજબ કરો.

# 3 સંભાળ સાથે સ્તનપાન કરાવો

# 3 સંભાળ સાથે સ્તનપાન કરાવો

જ્યારે માતા બાળકને સ્તનપાન કરાવે છે, તો તેમની વચ્ચે ગાઢ સંબંધ બનાવે છે. કારણ કે બાળકને રાત્રે જાગવાની ટેવ હોય છે કે પછી ત્યારે જ્યારે તેની માતા થાક્યા બાદ આરામ કરવાનું વિચારે છે. એક નવી માતાએ સ્તનપાન કરાવવાનું એક ચોક્કસ શિડ્યુઅલ બનાવવું જોઇએ. તે ગરમ સેક લઈને તથા ઢીલા અના આરામદાયક કપડાં પહેરીને દૂધ ઉત્પાદનમાં વધારો કરી શકે છે અને સાથે જ દુઃખાવાજનક સ્તનોમાં આરામ પામી શકે છે.

# 4 પોતાની લાગણીઓની તપાસ કરો

# 4 પોતાની લાગણીઓની તપાસ કરો

વિશાળ ભૌતિક પરિવર્તન ઉપરાંત એક નવી માતા પોતાને પૂર્ણત્વે નવી લાગણીઓથી ઘેરાયેલી અનુભવે છે. તેને અચાનક જ આગ્રહ, ભ્રમ, અવસાદ, ક્રોધ, ભય કે ઓછા આત્મસન્માનનો અનુભવથઈ શકે છે. એવા સમયે તેને સીધું વિચારવાની કોશિશ કરવી જોઇએ અને સમજવું જોઇએ કે એક નવી માતા બનવું ઉત્તેજક અને પડકારજનક છે અને જો યોગ્ય લાગાણીઓ સાથે તેને અપનાવવામાં આવે, તો તે મજાનું બની શકે છે. આવશ્યકતા અનુભવાય, તો તે પ્રોફેશનલની મદદ લઈ શકે છે.

# 5 પોતાનાં પોશ્ચની તપાસ કરો

# 5 પોતાનાં પોશ્ચની તપાસ કરો

નક્કી કરો કે બાળકને ઉઠાવતી વખતે આપ વધારે ન ઝુકો, કારણ કે એવું કરવાથી આપને ભવિષ્યમાં પીઠનો દુઃખાવો, ગરદનનો દુઃખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ ઉપરાંત ઊભા થતા પણ જાણીજોઈને પોતાની પીઠને સીધી રાખવા અને સીધી ઊભા રહેવાનો પ્રયત્ન કરો.

# 6 પાણીનાં સેવન પર ધ્યાન આપો

# 6 પાણીનાં સેવન પર ધ્યાન આપો

આપણે સૌ જાણીએ છીએ કે આપણું શરીર 70 ટકા પાણીથી બનેલું છે અને દરેક વખતે હાઇડ્રેટ રહેવું કેટલું મહત્વનું છે અને જ્યારે આપએક નવા માતા હોવ, તો હાઇડ્રેટ રહેવું ઓર જરૂરી થઈ પડે છે, કારણ કે માત્ર પાણી જ છે કે જે ઉતકો અને અંગોની મરામત કરવામાં મદદ કરે છે. તો એક ત્વરિત આરોગ્ય લાભ માટે પોતાનાં પાણીનાં સેવન પર ધ્યાન આપો.

English summary
a new mother must try to remain healthy after having children since she needs to be strong to both nurse a baby and sustain her own body at the same time.
Story first published: Saturday, March 25, 2017, 13:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more
X