For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સગર્ભાવસ્થા દરમિયાન વિટામિનનાં વધુ પ્રમાણનાં સાઇડ ઇફેક્ટ્

By Lekhaka
|

સગર્ભાવસ્થા દરમિયાન સામાન્ય રીતે મહિલાઓને પ્રોટીન, વિટામિન, આયર્ન અને કૅલ્શિયમ આરોગવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે આ માતા અને તેના બાળકનાં આરોગ્ય માટે સારા ગણાય છે, પરંતુ આ બધુ ત્યારે જ લાભકારક સિદ્ધ થાય છે કે જ્યારે તે પ્રાકૃતિક રીતે લેવામાં આવે; જેમ કે ફળો, તાજી લીલી-પાનયુક્ત શાકભાજીઓ અને દૂધ. ઘણી મહિલાઓ સગર્ભાવસ્થા દરમિયાન વિટામિનની ઉણપને પૂર્ણ કરવા માટે વિટામિનાં સપ્લિમેંટ લેવાનું શરૂ કરી દે છે, પણ આ જ સપ્લિમેંટ ક્યારેક-ક્યારેક તેમના માટે ખતરનાક સાબિત થાય છે.

અને જો કોઇક કારણ આપને વિટામિન્સનાં સપ્લિમેંટ લેવા જ પડે, તો તબીબની સલાહ જરૂર લો. આવો જાણીએ કેટલાક એવા વિટામિનો અંગે કે જે વધુ પ્રમાણમાં લેવામાં આવે, તો તે હાનિકારક સાબિત થઈ શકે છે.

1. વિટામિન એ :

1. વિટામિન એ :

વધુ વિટામિન એ ખાવાથી લીવર ખરાબ થવાની અને ગર્ભપાત થવાની શંકા રહે છે. તો જો આપને વિટામિન એ ખાવું છે, તો પોતાનાં સ્ત્રી રોગ નિષ્ણાતની સલાહ લો.

2. ફોલિક એસિડ:

2. ફોલિક એસિડ:

ફોલિક એસિડનું વધુ પ્રમાણ પેટમાં વળ, ઝાડા, વ્યગ્રતા, ઊંઘ સાથે સંકળાયેલી સમસ્યાઓ. ચિડિયાપણું, ભ્રમ, ઉબકા, પેટ ખરાબ, વ્યવહારમાં પરિવર્તન, ત્વચા રોગ, સ્ટ્રોક અને બીજા દુષ્પ્રભાવોનું કારણ બની શકે છે. એક શોધ મુજબ જો લાંબા સમય સુધી ફોલિક એસિડ વધુ પ્રમાણમાં લેવામાં આવે, તો જે લોકો હૃદયની સમસ્યા સામે ઝઝુમી રહ્યા છે, તેમને હૃદય રોગના હુમલાનો ખતરો વધી જાય છે અને કૅંસરનો ખતરો પણ વધી જાય છે.

3. વિટામિન બી 1 :

3. વિટામિન બી 1 :

વિટામિન બી 1નું ઓવરડોઝ ત્વચા પર ચકામા, એલર્જી, અનિંદ્રા, હાર્ટ પૅપ્લિટૅશન્ઝ, હોઠોનું આસમાની થઈ જવું, છાતીમાં દુઃખાવો, શ્વાસની ઉણપ અનુભવવી, ઉલ્ટી થવી અને તેની સાથે લોહી પડવું જેવી સમસ્યાઓ ઊભી કરી શકે છે. વિટામિન બી 1નું વધુ સેવન હૃદય અને મગજ પર ખરાબ અસર નાંખે છે.

4. વિટામિન બી 6 :

4. વિટામિન બી 6 :

વિટામિન બી 6નું ઓવરડોઝ જકડણ, નવજાત શિશુને નુકસાન તંત્રિકાને ક્ષતિ પહોંચાડી શકે છે. સૂર્યના પ્રકાશ માટે વધુ સંવેદનશીલતા, દુઃખાવો, ત્વચા પર ડાઘા અને ઉબકા વિટામિન બી 6ના વધુ પ્રમાણનાં દુષ્પ્રભાવો છે.

5. વિટામિન બી 12 :

5. વિટામિન બી 12 :

વધુ પ્રમાણમાં વિટામિન બી 12 લેવાથી કૅંસર થવાનો ખતરો વધી જાય છે. શરીરનાં વિવિધ ભાગોમાં ખંજવાળ, હૃદયની બીમારી, ચક્કર આવવા અને નિયમિત રીતે માથાનાં દુઃખાવા જેવી કેટલીક બીમારીઓ છે કે જે વિટામિન બી 12નાં ઓવરડોઝથી થાય છે. આ વિટામિનના વધુ પ્રમાણથી લ્યુકેમિયા પણ થઈ શકે છે અને જો આપ સગર્ભા છો અને એનીમિયા પણ છે, તો વિટામિન બી 12 લેતા પહેલા તબીની સલાહ જરૂર લો.

6. વિટામિન સી :

6. વિટામિન સી :

એક અભ્યાસ મુજબ વિટામિન સીના વધુ પ્રમાણથી કિડનીની પથરીનો ખતરો વધી જાય છે. આપણું શરીર વિટામિન સીને ઑક્સાલેટમાં બદલી નાંખે છે. મોટાભાગનું ઑકોસ્લાટે મૂત્રનાં માધ્યમથી આપણાં શરીરમાંથી બહાર નિકળી જાય છે અને જ્યારે તેનું પ્રમાણ વધી જાય છે, તો તેને શરીરમાંથી કાઢી નથી શકાતું અને તે આપણાં શરીરમાં ભેગું થવા લાગે છે કે જે આગળ ચાલી કિડની સ્ટોનનું રૂપ લઈ લે છે.

7. વિટામિન ડી:

7. વિટામિન ડી:

વિટામિન ડીનું ઓવરડોઝ આપનાં રક્તમાં કૅલ્શિયમનું સ્તર વધારી દે છે. રક્તમાં કૅલ્શિયમનું સ્તર વધતા ઓછી ભૂખ લાગવી, ઉબકા અને ઉલ્ટી જેવા લક્ષણો થઈ શકે છે. વધુ પ્રમાણમાં કૅલ્શિયમ લેવાથી હાર્ટ ઍટૅકનો ખતરો વધી જાય છે. વિટામિન ડીના ઓવરડોઝથી નબળાઈ, વારંવાર પેશાબ અને કિડનીને લગતી સમસ્યા ઊભી થવા લાગે છે.

8. વિટામિન ઈ :

8. વિટામિન ઈ :

સગર્ભાવસ્થા દરમિયાન વિટામિન ઈનાં ઓવરડોઝથી ગર્ભપાત સુદ્ધા થઈ શકે છે કે જે એક બહુ ગંભીર સમસ્યા છે. તેથી તેને લેતા અગાઉ પોતાનાં તબીબની સલાહ ચોક્કસ લઈ લો.

English summary
If you are taking any Vitamin supplement like Vitamin pills, powder etc to fulfill your body need then you need to concern with doctors first because Vitamin overdose can be very harmful for pregnant woman and for her baby also. In this article we are going to describe about Side defects of Vitamin overdose.
Story first published: Friday, December 16, 2016, 12:30 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more