For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પ્રસવ પીડાથી પહેલા દરેક મહિલાના મનમાં આવે છે આ સવાલ

By Super Admin
|

પ્રસવ પીડાથી પહેલા દરેક મહિલાના મનમાં આવે છે આ સવાલ
કોઈપણ મહિલાના જીવનમાં ગર્ભાવસ્થાનું ચરણ સૌથી ખાસ અને ખુશીનું હોય છે. પરંતુ તેમાં મુશ્કેલી અને તકલીફો પણ ખૂબ સહન કરવી પડે છે. ગર્ભાવસ્થા દરમ્યાન મહિલાઓને સવારના સમયે ઉબકા થવા, ઉલ્ટી થવી અને મૂડમાં બદલાવ આવવો જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ગર્ભવતી મહિલાઓને ઈંતજાર હોય છે કે ક્યારે તેમના ખોળામાં તેમનું બાળક આવી જાય અને આ મુશ્કેલીઓથી તેમને છુટકારો મળે. પરંતુ ત્યાં સુધી પહોંચવા માટે તેમને ઘણી કઠિનાઈઓમાંથી પસાર થવું પડે છે.

નોર્મલ ડિલીવરી હોય કે સિ-સેક્શન, પ્રસવનું દર્દ દરેક મહિલા માટે સૌથી વધારે પીડાદાયક હોય છે. કોઈપણ સ્ત્રીને આટલું દુખ પોતાના આખા જીવનમાં ક્યારેય પણ નથી થતું જેટલું કે પ્રસવ દરમ્યાન સહન કરવું પડે છે. પહેલી વખત બાળકને જન્મ આપનાર સ્ત્રિઓ માટે તો વધારે મુશ્કેલીનો સમય હોય છે.

દરેક સ્ત્રી માટે ગર્ભાવસ્થા અને ડિલીવરીનો સમય કંઈક અનોખો હોય છે. એટલે એ કહી શકવું મુશ્કેલ હોય છે કે પહેલી વખત માં બની રહેલી મહિલા માટે પ્રસવ પીડાનો અનુભવ કેવો રહેશે. પહેલી વખત બાળકને જન્મ આપનાર મહિલાઓના મનમાં પોતાની ડિલીવરીને લઈને ઘણા પ્રકારના સવાલો હોય છે.

આજે અમે તમને જણાવીશું કે પ્રસવથી લઈને ગર્ભવતી મહિલાઓના મનમાં કેવા સવાલ આવે છે અને એવામાં તેમને શું કરવું જોઇએ. ધ્યાન રહે, પહેલી વખત માં બની રહેલી મહિલાઓનો અનુભવ અલગ હોઈ શકે છે પરંતુ આ વાતો જાણવી તમારા માટે જરૂરી છે.

પહેલો સવાલ

પહેલો સવાલ

પહેલો અને સૌથી મહત્વપૂર્ણ સવાલ જે મનમાં આવે છે તે એ છે કે પ્રસવની શરૂઆતના વિશે. તેનો જવાબ કોઈ સરળ નથી અને ખોટી જાણકારી થવા પર તમને મુશ્કેલી થઈ શકે છે.

બીજો સવાલ

બીજો સવાલ

પહેલી વસ્તુ જે તમારે જાણવી જોઈએ તે એ છે કે તમને પ્રસવની આખી પ્રક્રિયા વિશે જાણ હોવી જોઈએ. પ્રસવ બે ભાગોમાં વિભાજીત હોય છે- પહેલા પૂર્વ પ્રસવ અને બીજો એક્ટિવ પ્રસવ. આ બન્ને જ અવસ્થાઓ દરેક મહીલામાં અલગ-અલગ હોય છે એટલા માટે તેનો અંદાજો લગાવવો થોડો મુશ્કેલ હોય છે.

ત્રીજો સવાલ

ત્રીજો સવાલ

કેટલીક મહિલાઓનો પ્રસવ ખૂબ જલદી થઈ જાય છે તો કેટલીક સ્ત્રીઓને લાંબી પ્રસવ પીડાથી ગુજરવું પડે છે. થોડા અઠવાડિયા પહેલા જ તેમને પ્રસવનો સંકેત મળવા લાગે છે. આ કેટલાક લક્ષણ છે જે પ્રસવ પીડાના પહેલા સામે આવે છે.-:

- કમરના નીચેના ભાગમાં દુખાવો થવો. પીરિયડ દરમ્યાન તમને જેવો દુખાવો થાય છે પ્રસવના થોડા સમય પૂર્વ પણ તમારી કમરમાં કંઈક આવી રીતનો દુખાવો અનુભવાય છે.

- નિયમિત અંતરાલ કે થોડાં-થોડાં સમયે પેટમાં સંકોચન કે ચૂંક આવવાની શરૂ થઈ જાય છે. દરેક વખત આ સંકોચન કે ચૂંક વધારે લાંબી અને ઝડપી બની જાય છે.

- કોઈપણ રીતનો દુખાવાનો અનુભવ થાય તે પહેલા તમારી મેંબ્રેન તૂટી શકે છે.

- ભૂરા રંગનો બલગમ અને કફ આવવા લાગે છે.

- આંતરડામાં ઢીલાશ આવવા લાગે છે.

- મૂડમાં બદલાવ અને ભાવનાઓ થવા લાગે છે.

- અનિદ્રાની પરેશાની રહે છે.

ડૉક્ટરનો ક્યારે સંપર્ક કરવો જોઈએ?

ડૉક્ટરનો ક્યારે સંપર્ક કરવો જોઈએ?

જ્યારે પણ તમને કંઈક ખોટું અનુભવાય તો તરત જ ર્ડોક્ટરનો સંપર્ક કરો. આ કેટલાંક સંકેત નિકટ પ્રસવ થવાના છે. તેના ઉપરાંત જો તમને બાળકની ગતિ કે કોઈ ક્રિયા અનુભવાય કે તમારી આંખોમાં કમજોરી અનુભવાય કે દાવ કે માથાનો દુખાવો અનુભવાય તો તમે તરત તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

પ્રસવ પીડા પહેલા કયા સંકેત મળે છે?

પ્રસવ પીડા પહેલા કયા સંકેત મળે છે?

જો તમને થોડું હળવું અનુભવ થઈ રહ્યો હોય તો તેનો મતલબ એ છે કે તમને પ્રસવ પીડા જલદી જ શરૂ થવાની છે. આવું ત્યારે અનુભવાય છે જ્યારે શિશુ પોતાની જગ્યા બદલીને માથાને તમારી પેલ્વિસની બાજું કરી લે છે. આ સમયે તમને અચાનકથી પેટના નીચેના ભાગમાં ભારેપણું અનુભવાય છે. તમને શ્વાસ લેવામાં અને ખાવામાં સરળતા થશે પરંતુ પેશાબ કરતા સમયે વધારે જોર આપવું પડશે. કોઇ પણ ખોટું દબાણ પણ તમારા શરીરને યોગ્ય સંકોચન માટે તૈયાર કરી શકે છે. યોની સ્ત્રાવ વધારે થવા લાગે છે તમારો મૂડ બદલાઈ જા છે અને તમને તમારું ઘર સાફ અને વ્યવસ્થિત રાખવાનું મન કરે છે.

જલદી પ્રસવ થાય તો શું કરશો રિલેક્સ કરો અને શાંત રહો.

જલદી પ્રસવ થાય તો શું કરશો રિલેક્સ કરો અને શાંત રહો.

કેટલાક લોકો જલદી થનાર પ્રસવ પીડાને શાંત કરવા માટે પેરાસિટામોલ લેવાની પણ સલાહ આપે છે. તમે ગરમ પાણીથી સ્નાન પણ કરી શકો છો. થોડું ફરો તમારી પ્રસવ પ્રક્રિયામાં ઝડપ આવી જશે. પોતાને વધારે ના થકવાડો અને થોડો-થોડો સમય આરામ કરતા રહો. હાઈ કેલેરી ફૂડ જેવા કે સૂકા મેવા ખાઈ શકો છો. પોતાની એનર્જીને બચાવવાની કોશિશ કરો. પ્રસવ પીડા થતા તમારે એનર્જીની ઘણી જરૂરિયાત હશે.

કેવી રીતે થાય છે એક્ટિવ પ્રસવ પીડા?

કેવી રીતે થાય છે એક્ટિવ પ્રસવ પીડા?

ગર્ભાશયના ૪થી૫ સેમી લાંબા થવા પર કે ખુલવાથી એક્ટિવ પ્રસવ પીડા શરૂ થઈ જાય છે. દરેક બે મિનીટે તમને દુખાવો કે દબાણ અનુભવાય છે. તમને ગર્માહટ અને બેચેની અનુભવાય છે. તમને તમારી આસપાસના પરિવશેની પરવા રહેતી નથી. ધ્યાન રાખો કે આ દર્દ અને પીડા જલદી જ સમાપ્ત થઇ જશે અને પછી તમારા ખોળામાં તમારું બાળક હશે. તમારા શરીરની દરેક વાતને ધ્યાનથી સાંભળો. તમારી એનર્જીને બૂમો પાડવામાં વેસ્ટ ના કરો. ર્ડોક્ટરના કહે ત્યારે પુશ કરવા પર ધ્યાન આપો. દુખવામાં પણ શ્વાસ લેવાનું ના ભૂલો. થોડું દર્દ સહન કર્યા પછી તમને આ દુનિયાની સૌથી મોટી ખુશીનો અનુભવ થશે.

English summary
Read to know about the common questions a lady can have regarding labour.
Story first published: Tuesday, June 13, 2017, 8:45 [IST]
X
Desktop Bottom Promotion