Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
જન્મ બાદ નવજાત શિશુનાં આ ખતરાઓથી સાવચેત રહો
જૉન્ડિસ એક ખતરનાક બીમારી છે અને જે બાળકોને તે થાય છે, તેમનું ખાશ ધ્યાન રાખવામાં આવે છે કે જેથી બિલીરૂબિન નીચે લાવી શકાય.
જૉન્ડિસ એક ખતરનાક બીમારી છે અને જે બાળકોને તે થાય છે, તેમનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે જેથી બિલીરૂબિન નીચે લાવી શકાય.
જ્યારે બાળકનો જન્મ થાય છે, ત્યારે તેની ખાસ સારસંભાળ રાખવાની જરૂર હોય છે, કારણ કે માતાનાં ગર્ભાશયમાં બાળક ઘણી બીમારીઓ સામે સલામત રહે છે.

જોકે ઘણી વખત સેવા અને સાવચેતી ઉપરાંત પણ નવજાત શિશુ ઘણી પ્રકારની બીમારીઓનો ભોગ બની જાય છે. પચાસ ટકાથી વધુ નવજાત શિશુ પ્રથમ અઠવાડિયામાં જ નિઓનેટલ જૉન્ડિસનાં ભોગ બને છે.
જૉન્ડિસ એક ખતરનાક બીમારી છે અને જે બાળકોને તે થાય છે, તેમનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે કે જેથી બિલીરૂબિન નીચે લાવી શકાય.
નવજાત શિશુ પાસે બિલીરૂબિનને પ્રોસેસકરવા માટે બૅક્ટીરિયા અને એંઝાઇમ નથી હોતાં. તેથી તે જલ્દીથી જૉન્ડિસનો ભોગ બની જાય છે.
જૉન્ડિસ એટલે કે કમળો કેટલો ખતરનાક છે, તે આ બાબત પર નિર્ભર કરે છે કે તે કઈ કિરણોથી થઈ રહ્યો છે, બિલીરૂબિન કેટલું વધારે છે અને બિલીરૂબિન લેવલ કેટલી આસાનીથી ઊપર ઉઠે છે.
હૉસ્પિટલમાં નવજાત શિશુમાં જૉન્ડિસ જોવા મળે, તો તબીબ તેમને સમયાંતરે ચેક કરતાં રહે છે. નવજાત શિશુની આંખો અને ત્વચાને જોઈ આપ જાણી શકો છો કે તેને જૉન્ડિસ છે કે નહીં ? જો નવજાત શિશુને જૉન્ડિસ હોય, તો તબીબ તેનું કારણ શોધવાની કોશિશ કરે છે.
જે નવજાત શિશુ સ્તનપાન નથી કરાંત, તેમને ઝાડા ઓછા થાય છે અને બિલીરૂબિનનું સ્રાવ ઓછું થાય છે. જ્યારે બાળક યોગ્ય રીતે સ્તનપાન કરવાલાગે છે, તો જૉન્ડિસ પોતાની મેળે જ ખતમ થઈ જાય છે. જ્યારે પાળક પાંચથી સાત વર્ષનું થાય છે, તો તેને જૉન્ડિસ થઈ શકે છે કે જે બે અઠવાડિયા સુધી પરાકાષ્ઠાએ રહે છે અને ત્રણથી બાર અઠવાડિયા સુધી રહી શકે છે.
જો નવજાત શિશુને જન્મનાંબીજા દિવસે જ હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવે, તો એ જરૂરી છે કે તેનાં બિલીરૂબિનની કક્ષાની તપાસ કરાવી લેવામાં આવે.
જો નવજાત શિશુને શરુઆતનાં કેટલાક દિવસોમાં ઉચ્ચ કક્ષાનું જૉન્ડિસ થાય, તો હૉસ્પિટલમાંથી રજા લીધા બાદ પણ કમ સે કમ બે વખત તબીબને બતાવવાની જરૂર છે.
નવજાત શિશુમાં હેમોલીટિક બીમારી થાય, તો બાળકનું લોહી માતાનાં લોહીનું વિરોધી હોય છે. કારણ કે તેમનું બ્લડ ટાઇપ ખૂબ જ જુદુ હોય છે, માતાથી એન્ટી-બૉડી પ્લેસેંટોને કાણુ કરી નવજાતનાં રેડ બ્લડ સેલ પર ઍટૅક કરી શકે છે અને તેમને નુકસાન પહોંચાડી શકે છે.
હાયપોથાયરોડિઝ્મ જન્મ વખતે અથવા તેના થોડાક સમય બાદ પણ દેખાઈ શકે છે. તે ખાસ કરીને તેવા બાળકોમાં દેખાય છે કે જેમની માતા પણ હાયપોથાયરોડિઝ્મનાં લક્ષણોમાંથી પસાર થતી હોય છે. હાયપોથાયરોડિઝ્મની તપાસ માટે લોહીની તપાસ કરાવવાની હોય છે.



Click it and Unblock the Notifications
















