Just In
- 594 days ago
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 603 days ago
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1333 days ago
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1336 days ago
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
નવી માં માટે ૯ તાકાતવર આહાર
દરેક મહિલાના જીવનનું સૌથી સુંદર તબક્કો, ગર્ભાવસ્થા હોય છે. નવ મહીનાના આ સમયમાં દરેક થનાર માં, હજારો સપના જુએ છે અને પોતાની અલગ જ દુનિયા વસાવે છે. આ દરમ્યાન, તેની ફૂડિંગ હેબિટ એકદમ બદલાઇ જાય છે. અને તેની પસંદ-નાપસંદ અલગ થઈ જાય છે. પરંતુ ગર્ભાવસ્થા દરમ્યાન અને તેના પછી, મહિલાએ પોતાના ખાન-પાન પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. તેનાથી માં અને બાળક બન્ને સ્વસ્થ રહે છે.
ગર્ભવતિ મહીલાની દેખભાળ માટે તેના ઘરના સભ્યોએ પણ વિશેષ ધ્યાન આપવું જોઇએ. સાથે જ જ્યારે મહિલા બાળકને સ્તનપાન કરાવાનું શરૂ કરે ત્યારે તેને અમુક જ ભોજન કરવા જોઈએ, જેથી બાળકને કોઈ સમસ્યા થાય નહી.
બોલ્ડસ્કાઈ આજે તમને જણાવી રહ્યું છે કે નવી માં ને કેવા પ્રકારના ખાદ્ય પદાર્થોનું સેવન કરવું જોઈએ, જેથી તે સ્વસ્થ બની રહે. જાણો કેટલાક સ્વાસ્થ્યવર્ધક ભોજન વિશે.

૧. રવા ઈડલી
સોજીની બનેલી દરેક વસ્તુ ખૂબ લાભદાયી હોય છે. રવા રસમ, રવા ઈડલી, રવા ઢોંસા નવી માં ના માટે લાભદાયક હોય છે. તેના સેવનથી શરીરમાં લેક્ટોસની માત્રા વધી જાય છે અને બાળક માટે વધારે દૂધનું નિર્માણ થાય છે.

૨. સૂપ
પ્રસવ પછી સૂપને જરૂરથી પીવો જોઈએ. શાકભાજીનો સૂપ, ગાજરનો સૂપ, અને બીજા સૂપ સ્વાસ્થ્યવર્ધક હોય છે. તેનાથી શરીરમાં મજબૂતી આવે છે અને તાકાત મળે છે.

૩. ખીચડી-
નવી માંનું પેટ મોટાભાગે ગરબડ કરી શકે છે. એવામાં હળવા અને સુપાચ્ય ભોજનનું સેવન કરવું જોઈએ. ખીચડી તેના માટે સૌથી ઉત્તમ ઉપાય હોય છે. તે સરળતાથી પચી જાય છે અને શરીરને આહાર પણ મળી જાય છે.

૪. તરલ પદાર્થ
પ્રસવ પછી શરીરને સૌથી વધારે તરલ પદાર્થોની જરૂર પડે છે. તેનાથી બોડીમં ડિહાઈડ્રેશન થતું નથી અને શરીરમાં દૂધનું નિર્માણ પણ યોગ્ય રીતે થાય છે.

૫. ઓછી ચરબીયુક્ત દૂધ
પ્રસવ પછી શરીરમાં ભરપૂર તાકાતને ફરથી મેળવવા માટે ઓછી ચરબીવાળું દૂધ જરૂરથી પીવું જોઈએ. તેનાથી શરીરને તાકાત મળે છે, જે કે માં માટે વધુ જરૂરી હોય છે કેમકે તે દર બે થી ત્રણ કલાક પછી બાળકને સ્તનપાન કરાવે છે. દહી પણ ખાઈ શકે છે, પરંતુ તે ઠંડું હોય છે તો રાતના ભોજનમાં લેવું ના જોઈએ અને વધુ ખાટું દહી ખાશો નહી.

૬. આદુ- લસણ
આદુ અને લસણનો કોમ્બો બેસ્ટ હોય છે. તેનાથી પાચનક્રીયા સારી બને છે અને વજન પણ સંતુલિત બની રહે છે. સાથે જ દૂધ પણ બને છે. ભોજનમાં ગાર્લિકમનો ઉપયોગ જરૂરથી કરો. તેની ચટણી પણ બનાવીને ખાઈ શકાય છે.

૭. માવો
માવામાં અપાર તાકાત હોય છે. તે મીઠા હોય છે સાથે સાથે તે હેલ્દી હોય છે. બદામ, કિશમિશ, કાજુ વગેરેનું સેવન કરવું અને સ્વાસ્થ્યવર્ધક રેસિપીને તૈયાર કરીને રાખી લેવી જોઈએ. પ્રસવ પછી હરીરા નામની રેસિપીને સૂંઠ અને માવા સાથે તૈયાર કરાવીને ખાવી ખૂબ સારી રહે છે. દિવસમાં બે વખત માવાનું સેવન કરવું જોઈએ.

૮. દાળ
દાળમાં ભરપૂર ઉર્જા હોય છે. તેમાં પ્રોટીન હોય છે અને શરીરમાં તાકાત પણ આપે છે. પ્રસવ પછી દાળને દેસી ઘી સાથે સેવન કરવી લાભદાયક હોય છે.

૯. મેથી પુલાવ-
મેથી પુલાવના અનેક લાભ થાય છે. તેના સેવનથી પાચનતંત્ર યોગ્ય બની રહે છે અને શરીરને ઉર્જા પણ મળે છે. બસ તેને બનાવતા સમયે તેમાં મરચાનો ઉપયોગ ક્યારેય ના કરો. આ બધી ૯ રેસિપીના સેવનથી નવી માં ના શરીરને તાકાત અને ઉર્જા મળે છે.