For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શું IVF એક દર્દપૂર્ણ પ્રક્રિયા છે ?

By Lekhaka
|

આઈવીએફ કોઈ ખતરો, ખોફ કે ફોબિયો નથી, પણ તે એક 'ટેસ્ટ ટ્યૂબ બૅબી'ની પ્રક્રિયા છે કે જેનાં વિશે તાજેતરનાં કેટલાક વર્ષોમાં માહિતી પ્રાપ્ત થઈ છે. જે મહિલાઓને ગર્ભ ધારણ કરવામાં સમસ્યા આવે છે કે પુરુષોમાં પ્રજનન ક્ષમતા ન હોવાની પરિસ્થિતિમાં તેનો લાભ ઉઠાવી શકાય છે.

આઈવીએફ એક સલામત પ્રક્રિયા છે કે જેનો દર વર્ષે લાખો લોકો ફાયદો ઉઠાવે છે. આ ઉપચાર ખાસ રીતે મહિલાની ફેલોપિયન ટ્યૂબમાં સમસ્યા ઊભી થતા આપવામાં આવે છે. હૉર્મોન થેરાપી આ સમગ્ર પ્રક્રિયાનો એક ભાગ છે.

 

આ પ્રક્રિયામાં ઓવરીમાં ઇંડાઓને ઉત્પાદિત થયા બાદ તેમને હટાવી ટેસ્ટ ટ્યૂબમાં રાખવામાં આવે છે અને નિષેચિત થવા દેવામાં આવે છે.

બાદમાં ભ્રૂણને એક ઇનક્યૂબેટરમાં લઈ જવામાં આવે છે અને થોડાક દિવસો બાદ ગર્ભાશયમાં ફરીથી સ્થાનાંતરિત કરવામાં આવે છે. જો પ્રેગ્નંસી ફેલ થઈ જાય, તો બીજા ભ્રૂણને મૂકવામાં આવે છે અને જ્યાં સુધી પ્રેગ્નંસી બરાબર કૅરી ન થઈ જાય, આ પ્રક્રિયા ચાલુ રહે છે.

શું આઈવીએક એક દર્દપૂર્ણ પ્રક્રિયા છે ?

શું આઈવીએક એક દર્દપૂર્ણ પ્રક્રિયા છે ?

આઈવીએફ અંગે લોકો વચ્ચે અનેક મિથકો વ્યાપ્ત છે. અહીં આ આર્ટિકલમાં અમે આપને આ પ્રક્રિયા વિશે કેટલીક મહત્વની વાતો જણાવવા જઈ રહ્યાં છીએ :

દવાઓ :

દવાઓ :

આ પ્રક્રિયાની શરુઆત સૌપ્રથમ દવાઓથી થાય છે. આ દવાઓ ઓવરીને ઉત્તેજિત કરે છે કે જેથી તે ઇંડાઓનું ઉત્પાદન કરે. એવું કરવાથી ઓવરીમાં અનેક ઇંડા ઉત્સર્જિત થઈ જાય છે. પરિપક્વ ઇંડાઓ સાથે રોમ પણ બની જાય છે કે જે નિષેચનની પ્રક્રિયામાં મદદગાર હોય છે.

પ્રવૃત્તિઓથી બચવાની સલાહ :
 

પ્રવૃત્તિઓથી બચવાની સલાહ :

આ પ્રક્રિયાને કરવાની શરુઆતથી જ આપને કેટલીક વાતોનું ધ્યાન રાખવાનું હોય છે. દોડવું, ડ્રાઇવિંગ, ઝડપથી ચાલવું, સ્વિમિંગ કે ભારે સામાન ઉઠાવવાનું વગેરે પર મનાઈ હોય છે. આવુ આપનાં શરીરની પ્રક્રિયાને નિરંતર સમાન જાળવી રાખવા માટે કરવામાં આવે છે.

એક રિટ્રાઇવલ કે ઇંડાઓની પુનર્પ્રાપ્તિ :

એક રિટ્રાઇવલ કે ઇંડાઓની પુનર્પ્રાપ્તિ :

થોડાક દિવસો બાદ ઇંડાઓને પ્રાપ્ત કરવાની પ્રક્રિયા પૂરી થઈ જાય છે. તેમાં ઉત્તેજિત ઇંડાઓને બહાર કાઢવાનો સમાવેશ થાય છે. આ પ્રક્રિયા દરમિયાન ઇંજેક્શન અને હૉર્મોન્સનાં કારણે મૂડ ખરાબ રહે છે, સોજો આવી જાય છે અને થોડોક દુઃખાવો પણ થાય છે.

દુઃખાવો અને ચૂંક :

દુઃખાવો અને ચૂંક :

આ પ્રક્રિયાનાં મધ્યમમાં પેટમાં દુઃખાવો અને સોજો થાય છે અને આપનું પેટ એવું લાગવા લાગે છે કે આપ સગર્ભા છો. અહીં સુધી કે જીંસ જેવા કપડાં પહેરવામાં પણ મુશ્કેલી થવા લાગે છે. પેટની ત્વચામાં પણ ખેંચાણ થવા લાગે છે અને ખંજવાળ આવે છે.

સૂવાની સ્થિતિ :

સૂવાની સ્થિતિ :

સોજો ઓછો કરવા માટે આપને તબીબ દ્વારા યોગ્ય પરિસ્થિતિમાં સૂવાની સલાહ આપવામાં આવે છે. હકીકતમાં ઇંડા હટાવવાની પ્રક્રિયામાં અંડાશયને ચોટ પહોંચી જાય છે. તેનાંથી દુઃખાવો અને સોજો થાય છે. જો એવામાં આપ યોગ્ય રીતે નથી સૂશો તો તે આપને મુશ્કેલીમાં નાંખી શકે છે, કારણ કે નિકળનાર દ્રવ છાતી તરફ ચઢી શકે છે અને આપને દુઃખાવો થઈ શકે છે. તેથી આ અંગે પોતાનાં તબીબને જરૂર પૂછી લો.

હૉટ ફ્લેસિસ :

હૉટ ફ્લેસિસ :

કેટલીક મહિલાઓને આ પ્રક્રિયા દરમિયાન અનેક એવી સમસ્યાઓ થાય છે. જો આપને એવું અનુભવાય, તો વિલંબ કર્યા વગર તબીબ પાસે જાઓ અને તેમના જણાવ્યા મુજબ પરીક્ષણ કરાવો. બ્લડ ટેસ્ટ, ઇંજેક્શન અને અલ્ટ્રાસાઉંડની જરૂર પડે, તો કરાવી લો.

આડઅસર :

આડઅસર :

આઈવીએફ પ્રક્રિયાની કોઈ શારીરિક આડઅસર નથી થતી કે જે બાદમાં મુશ્કેલી આપે, પરંતુ તેનાંથી મલ્ટીપલ પ્રેગ્નંસી થઈ શકે છે. આ ઉપરાંત કેટલીક મહિલાઓ હૉર્મોન દવાઓ અને ઇંડા હટાવવાની પ્રક્રિયાની અસરોને સહન નથી કરી શકતી.

શું યાદ રાખશો :

શું યાદ રાખશો :

યાદ રાખો કે આ પ્રક્રિયા એટલી આસાન નથી કે જેટલી લાગે છે. એવામાં આપ તેને કરાવતા પહેલા માનસિક રીતે પોતાની જાતને તૈયાર રાખો અને પરિવાર તથા પતિનો સહકાર લેતા રહો.

English summary
Is IVF a painful procedure? The process isnt an easy journey. Here are some lesser known facts about the process.
Story first published: Friday, July 14, 2017, 10:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more