For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શું સગર્ભાવસ્થા દરમિયાન એંટીબાયોટિક્સ લેવી સલામત છે ?

By Lekhaka
|

શું આપ સગર્ભા છો અને પોતાની સગર્ભાવસ્થા અંગે ચિંતિત છે ? શું આપ વિચારો છો કે સગર્ભાવસ્થા દરમિયાન એંટીબાયોટિક્સ લેવી સલામત છે કે નહીં ? જો હા, તો ચિંતા ન કરો, કારણ કે આપની મદદ માટે અમે છીએ.

સગર્ભાવસ્થા મહિલાઓનાં જીવનનો સૌથી સંવેદનશીલ તબક્કો હોય છે. ખાસ તો ત્યારે કે જ્યારે મહિલા અને બાળકનાં આરોગ્યની વાત આવે છે.

પોતાની અંદર વધતા બાળકનાં પોષણ માટે સગર્ભા મહિલાનાં શરીરે પોતાને તૈયાર કરવું પડે છે અને તે પછી બાળકનાં જન્મ માટે શરીરે તૈયાર થવું પડે છે કે જે કોઈ સરળ કામ નથી.

is it safe to take antibiotics during pregnancy

સગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓએ ઘણા અનૈચ્છિક લક્ષણોમાંથી પસાર થવું પડે છે; જેમ કે મૉર્નિંગ સિકનેસ, પેટ ફૂલવું, કબજિયાત, પીઠનો દુઃખાવો, વજનમાં વધારો, પાણી જમા થવાનાં કારણે શરીરનાં કેટલાક ભાગોમાં સોજો વગેરે. શારીરિક લક્ષણો ઉપરાંત ઘણી મહિલાઓએ મૂડ સ્વિંગ્સ, ચિડિયાપણુ, તંગદિલી વગેરેનો પણ સામનો કરવો પડે છે.

આ તમામ લક્ષણો હૉર્મોન્સમાં પરિવર્તન થવાનાં કારણે ઉભરે છે. જેવું આપણે સૌ જાણીએ છીએ કે એંટીબાયોટિક્સ ખૂબ સ્ટ્રૉંગ દવાઓ હોય છે કે જેમને ઉપયોગ તબીબની સલાહ પર ત્યારે જ કરવામાં આવે છે કે જ્યારે શરીરમાં બીમારી પેદા કરતા સૂક્ષ્મ જીવોનાં ચેપ (માઇક્રોબિયલ ઇન્ફેક્શન) સામે લડવાની જરૂરિયાત હો છે. તો આવો જોઇએ કે સગર્ભાવસ્થા દરમિયાન એંટીબાયોટિક્સ લેવી સલામત છે કે નહીં ?

એંટીબાયોટિક્સ શું છે ?
એંટીબાયોટિક્સ એવી દવાઓ છે કે જેમનો ઉપયોગ ઇન્ફેક્શન તથા બૅક્ટીરિયા, વાયરસ તથા અન્ય માઇક્રોબ્સ (સૂક્ષ્મ જીવો)નાં કારણે થતી બીમારીઓની સારવારમાં કરવામાં આવે છે; જેમ કે વાયરલ ફ્લ્યુ, યીસ્ટ ઇન્ફેક્શન, બૅક્ટીરિયલ ઇન્ફેક્શન વગેરે.

એંટીબાયોટિક્સ આપનાં શરીરની અંદર જઈ બીમારી પેદા કરનાર માઇક્રોબ્સને કાં તો મારે છે અને કાં પછી તેમનો વધારો રોકે છે અને આ પ્રકારની બીમારીઓની સારવાર કરે છે. સામાન્ય રીતે એંટીબાયોટિક્સ કેટલાક નિશ્ચિત દિવસો માટે જ લેવામાં આવે છે. તેને વચ્ચે ક્યારેય છોડવું જોઇએ નહીં, નહિંતર તેની અસર ઓછી થઈ જાય છે. એંટીબાયોટિક્સમાં સ્ટ્રૉંગ કેમિકલ્સ હોય છે કે જેની કેટલીક આડઅસરો પણ થાય છે.

સગર્ભાવસ્થા દરમિયાન એંટીબાયોટિક્સ
આપણી જેમ જ સગર્ભા મહિલાઓ પણ બીમારીઓથી બચી નથી શકતી. તેમને પણ ક્યારેક વાયરલ ફ્લ્યુ, યીસ્ટ ઇન્ફેક્શન કે બૅક્ટીરિયાથી થતી બીમારીઓ હોઈ શકે છે અને જો ઇન્ફેક્શન બહુ વધારે હોય, તો એંટીબાયોટિક્સની જરૂર પણ ઊભી થાય છે.

તો શું સગર્ભા મહિલાઓ માટે એંટીબાયોટિક્સનું સેવન કરવું સલામત છે ? ખેર, એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કેટલીક એંટીબાયોટિક્સનાં સેવનનાં કારણે બાળકને જન્મ બાદ અસ્થમાની ફરિયાદ હોઈ શકે છે.

તો આ વાત ખૂબ મહત્વની છે કે જો એંટીબાયોટિક્સ લેવાની જરૂર પડે, તો પહેલા પોતાનાં તબીબ સાથે વાત કરો અને આ બાબતનું ધ્યાન રાખો કે જો એંટીબાયોટિક્સ લેવાની જરૂર પડે, તો આપ ઓછા પ્રમાણમાં લો. એવો વિશ્વાસ છે કે સગર્ભાવસ્થાનાં ત્રીજા ટ્રાયમિસ્ટર બાદ એંટીબાયોટિક્સ લેવી સલામત હોય છે, પરંતુ તબીબની સલાહ પર જ.

English summary
Let us find out here if it is actually safe to take antibiotics or not during pregnancy.
Story first published: Wednesday, December 14, 2016, 11:11 [IST]
X
Desktop Bottom Promotion