For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પ્રેગ્નંસીમાં ઉપવાસ રાખતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

ત્રીજનાં દિવસે આપ નિર્જળા વ્રત કરવા વિશે વિચારી રહ્યાં છો અને આપ પ્રેગ્નંટ છો, તો એક વાર તબીબ સાથે વ્રત રાખતા પહેલા પરામર્શ જરૂર કરી લો.

By Lekhaka
|

એવામાં કે જ્યારે ત્રીજનો તહેવાર નજીક જ છે, તેવામાં ઉત્તર ભારતમાં ઘણી મહિલાઓ આ દિવસે પોતાનાં પતિના દીર્ઘાયુ માટે વ્રત અને ઉપવાસ કરે છે. જો આપ સગર્ભા છો, તો વ્રત કરવાથી પરેજી રાખી શકો છો, કારણ કે આ વ્રત પ્રેગ્નંસીમાં બૅબી માટે નુકસાનકારક પણ હોઈ શકે છે. દાખલા તરીકે કરવા ચોથ, ત્રીજ અને હોઈ અષ્ટમી એવા જ તહેવારો છે કે જે મહિલાઓ માટે પરમ્પરાગત રીતે આવશ્યક હોય છે.

fasting during pregnancy third trimester

જો આપ પ્રેગ્નંટચ છો અને વ્રત કરી રહ્યાં છો, તો આપે પોતાની સંભાળની વધુ જરૂર હોય છે. ખાસ તો જો આ વ્રત નિર્જળા છે, તો એવામાં આપે તબીબ સાથે પૂછપરછ કર્યા બાદ જ વ્રત રાખવું જોઇએ. આવો જાણીએ કે શું પ્રેગ્નંસીમાં ઉપવાસ રાખવો સુરક્ષિત છે કે નહીં અને જો આપ વ્રત કરી રહ્યા છો, તો.

શું પ્રેગ્નંસીમાં ઉપવાસ કરવો સલામત છે ?

જોકે આપ પૂર્ણતઃ સ્વસ્થ છે, તો આપ કેટલાક સમય સુધી ભૂખ સહન કરી શકો છો, પરંતુ જો એવું નથી, તો આપના માટે ફાસ્ટિંગ તકલીફદાયક પણ બની શકે છે. ખાસ કરીને જો ફાસ્ટિંગ ઉનાળામાં હોય, તો આપ ખાલી પેટચે પાણી પણ બરાબર નથી પી શકતાં. એવામાં, આપનાં શરીરમાં પોષક તત્વોની ઉણપ ઉપરાંત પાણીની ઉણપ પણ સર્જાઈ શકે છે. એવામાં ઉનાળામાં આપે વ્રત રાખતા પહેલા વધુ એક વાર વિચારવાની જરૂર હોય છે.

ભૂખ્યાં રહેવાથી થઈ શકે છે સમસ્યા

  • નબળાઈ
  • બેચેની
  • માથાનો દુઃખાવો
  • બેહોશી
  • ચક્કરઆવવા
  • એસિડિટી
  • ગભરામણ

નિર્જળા વ્રત ન રાખો

બીજી બાજુ કેટલાક વ્રતો ખૂબ કઠિન હોય છે, તેમાં પાણી સુદ્ધાનું સેવન પણ વર્જિત હોય છે. એવામાં મહિલાનું વ્રત રાખવું તેનાં અને તેનાં થનાર બાળકનાં આરોગ્ય માટે નુકસાનકારક બની શકે છે. નિર્જળા વ્રત બહુ કઠિન હોય છે. એવામાં સગર્ભા ડિહાઇડ્રેશનનો ભોગ પણ બની શકે છે કે જે માતા અને બાળક બંને માટે નુકસાનકારક હોઈ શકે છે. દરમિયાન કેટલાક વ્રતોમાં આપ ફળાહાર કરી શકો છે. આ પ્રકારનાં વ્રત આપના માટે ઓછા-વત્તા અંશે સારા પણ હોઈ શકે. જેટલું બની શકે તાજા ફળોનું સેવન કરો.

વ્રત રાખતી વખતે ધ્યાનમાં રાખવા યોગ્ય કેટલીક વાતો :

  • મલ્ટીવિટામિનનું સેવન ચાલુ રાખો.
  • એવા ફળોનું સેવન વધારે ન કરો કે જેમાં શુગર હોય.
  • ચા કે કૉફીનું સેવન ન કરો.
  • પ્રેગ્નંસી અને વ્રત એક સાથે હોય, તો તળેલું તો કંઈ પણ ન જ ખાઓ.
  • જો સીઝન ગરમીની હોય, તો બહાર જવાનું ટાળો અને બહુ બધા તરળનું સેવન કરો.
  • આરામ આપનાં માટે બહુ જરૂરી છે. તેથી પુરતો આરામ જરૂર કરો.
  • પ્રયત્ન કરો કે વ્રત અને પ્રેગ્નંસી દરમિયાન ભારે કામ કે એક્સરસાઇઝ તો બિલ્કુલ પણ ન કરો.
  • ફાસ્ટિંગથી આપનું સિસ્ટમ થોડુંક ધીમુ થઈ જાય છે. તેથી કંઈ પણ અચાનક ખાઈ લેવાની જગ્યાએ પહેલા કોઇક તરળ જેમ કે નારિયેળ પાણી જરૂર પી લો.
  • જો આપને બહુ વધારે થાક, બેહોશી, ધબકારાનું અનિયમિત થવું, પેટમાં દુઃખાવો ધવો, ઉલ્ટી કે ઉબકા આવવા જેવી સમસ્યાઓ થઈ રહી છે, તો તબીબનો તરત સમ્પર્ક કરો.

English summary
However, if you wish to fast, it appears to be safer for you and your baby if you feel strong, and if your pregnancy's going well.
X
Desktop Bottom Promotion