For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પ્રસૂતિ બાદ સેક્સ દરમિયાન કઈ વાતોનો રાખશો ખ્યાલ ?

By Lekhaka
|

પ્રસૂતિ બાદ મહિલાનું શરીર પહેલાની જેમ નથી રહી જતું. સ્તનોમાંથી દૂધનું નિકળવું અને પેટ પર ખૂબ જ ઝોલ આવી જાય છે. તેવામાં પાર્ટનર સાથે શારીરિક સંબંધ બાંધવામાં અરુચિ થવી સ્વાભાવિક છે.

જોકે તબીબો સલાહ આપે છે કે બાળકનાં જન્મ બાદ યુગલોએ પરસ્પર સંબંધ બાંધવા જોઇએ. તેનાથી તેમના વચ્ચેનો પ્રેમ વધશે. આ ખૂબ જ જરૂરી છે કે દમ્પતિઓ વચ્ચે પ્રેમ અને સારસંભાળની લાગણી જળવાઈ રહે અને તેમની વચ્ચે ક્યારેય અંતર ન આવે.

બાળકનાં જન્મ બાદ સેક્સ કરવું આસાન નથી હોતું. આ દરમિયાન તે ખૂબ જ દુઃખાવાજનક હોય છે. ઘણી વાર તો ઘૃણા પણ ઉપસી આવે છે, કારણ કે પ્રસૂતિ બાદ બ્લીડિંગ થાય છે કે જે સતત બેથી ત્રણ અઠવાડિયાઓ સુધી થતું રહે છે.

પ્રસૂતિ બાદ ગર્ભનાળ બહાર આવી જવાથી તે જગ્યાએ ખાલીપણુ થઈ જાય છે કે જે એક ઘાની જેમ જ હોય છે. તેને પુરાવામાં સમય લાગે છે. જો પ્રસવનાં તરત બાદ સેક્સ કરવામાં આવે, તો ચેપની શંકા રહે છે.તેથી પ્રસવનાં એકથી દોઢ માસ બાદ જ શારીરિક સંબંધ બાંધો. પ્રસવ બાદ શારીરિક સંબંધ બાંધતી વખતે નીચની વાતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી હોય છે :

પ્રસૂતિ બાદ શારીરિક સંબંધ દરમિયાન કઈ વાતોનો રાખશો ખ્યાલ

સ્તનોમાંથી દૂધ નિકળવું : પ્રસૂતિ બાદ સ્તનોમાંથી ખૂબ દૂધ નિકળે છે. તેવામાં સેક્સ દરમિયાન લીકની સમસ્યાથી ખીજ પણ થઈ શકે છે. શ્રેષ્ઠ રહેશે કે સેક્સ પહેલા સ્તનોમાંથી દૂધ કાઢી લેવામાં આવે અથવા બાળકને સ્તનપાન કરાવી દેવામાં આવે. આ રીતે છાતીમાં ભારેપણુ નહીં લાગે.

દુઃખાવો થતા : પ્રસૂતિ બાદ યોનિમાં શુષ્કતા આવવી સ્વાભાવિક હોય છે. તેવામાં પાર્ટનર સાથે સંબંધ બાંધવામાં અનિચ્છા થઈ શકે અને સેક્સ દરમિયાન ખૂબ દુઃખાવો પણ થઈ શકે. તેવામાં વૅજાઇનલ લ્યુબ્રિકેંટનો ઉપયોગ લાભકારક હોય છે. જો તેમ તાં પણ દુઃખાવો થાય, તો કદાચ ચેપ થઈ ગયું હશે. તેવામાં તબીબનો સમ્પર્ક કરો.

યોનિ અગાઉની જેમ નથી રહેતી : પ્રસૂતિ બાદ યોનિનો આકાર સામાન્ય કરતા ખૂબ વધી જાય છે. તેવામાં કીગલ એક્સરસાઇઝથી તેને પરત તે જ આકારમાં આવવામાં સમય લાગે છે. તેથી પાર્ટનરે સમજવું પડશે કે તેમાં પત્નીની કોઈ ભૂલ નથી, પણ એક પ્રાકૃતિક પ્રક્રિયા છે.

પ્રસૂતિ બાદ સક્રિય સેક્સ લાઇફ માટેની ટિપ્સ :

1. લ્યુબનો ઉપયોગ કરો : લ્યુબ સેક્સ દરમિયાન ખૂબ જ ફાયદાકારક હોય છે. ખાસ તો ત્યારે કે જ્યારે પ્રસૂતિ થઈ ચુકી હોય. યોનિમાં શુષ્કતાની સમસ્યાને તે દૂર કરે છે અને શારીરિક સંબંધ બાંધવામાં કોઈ સમસ્યા નથી આવતી.

2. પાર્ટનર સાથે કરો દરેક વાત શૅર : પાર્ટનર સાથે કોઈ પણ વાત કહેવામાં ખચકાટ ન અનુભવો. પોતાની દરેક લાગણીને શૅર કરો.

3. મસાજ લો : સેક્સ પહેલા મસાજ લો. તેનાથી હૉર્મોન્સ બૅલેંસથઈ જાય છે અને રિલેક્સ અનુભવાય છે.

4. આરામ કરો : સારી ઊંઘ લો. જો આપ બહુ થાકી જાઓ, તો સેક્સ બિલ્કુલ ન કરો.

English summary
Sex right after the delivery of a baby is not easy. Intercourse is much painful and for some, the moment might even be ugly to witness.
Story first published: Tuesday, November 15, 2016, 11:40 [IST]
X
Desktop Bottom Promotion