For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

OMG.. તો આ રીતે ઘટાડ્યું કરીનાએ પ્રેગ્નંસી બાદ વજન

By Super Admin
|

કરીના કપૂર ખાને પુત્ર તૈમૂરને જન્મ આપ્યાનાં માત્ર બે જ મહિના થયા છે, પરંતુ બે મહિનામાં જ તે પહેલા જેવા સ્લિમ દેખાવા લાગી છે. એટલુ જ નહીં, પ્રેગ્નંસી બાદ તેના ચહેરાની ચમક ઓર વધી ગઈ છે. કરીનાએ પોતાની પ્રેગ્નંસી દરમિયાન 18 કિલો વજન વધાર્યુ હતું, પરંતુ બે જ મહિનામાં ફરીથી પૂર્વવત્ પરિસ્થિતિમાં આવી જવાથી આજે આખી ફિલ્મ ઇંડસ્ટ્રી તેનાં વખાણ કરી રહી છે અને સૌ જાણવા પણ માંગે છે કે આખરે તેણે આટલી જલ્દી વજન કઈ રીતે ઘટાડ્યું. તાજેતરમાં એક ઇંટરવ્યૂમાં તેણે કહ્યુ હતું તે પોતાની જૂની સાઇઝમાં આવી જશે, પરંતુ એવું રાતોરાત નથી થઈ શકતું. તેથી તે પોતાનાં વજનને યોગ્ય રીતે આરામથી ઓછું કરશે.

કરીના કપૂર ખાને કેવી રીતે પ્રેગ્નંસી બાદ વજન ઓછું કર્યું ? આવો જાણીએ.

એક ગ્લાસ દૂધ

એક ગ્લાસ દૂધ

કરીના કપૂર ખાન પોતાનાં શરીરને તંદુરસ્ત રાખવા માટે એક મોટુ ગ્લાસ દૂધ પીવે છે, કારણ કે પ્રેગ્નંસીથી પહેલા અને પછી શરીર પોતાનું કૅલ્શિયમ ગુમાવી બેસે છે અને દૂધ જ આ ઉણપને પૂર્ણ કરે છે. કરીનાનું માનવું છે કે એક ગ્લાસ દૂધનો મતલબ છે કે તે પોતાની જૂની સાઇઝમાં આવી રહી છે.

પાણી

પાણી

કરીના દરરોજ 8થી 10 ગ્લાસ ઉકાળેલુ પાણી પીવે છે. પ્રી અને પોસ્ટ પ્રેગ્નંસી દરમિયાન પાણીની જરૂર હોય છે, તો કરીનાની જેમ પાણી પીવાનું શરૂ કરી દો અને પોતાનાં શરીરને ફિટ રાખો.

યોગ

યોગ

કરીના ઘણા વર્ષોથી યોગ કરતી આવી રહી છે. તેનું કહેવું છે કે યોગ મન, શરીર અને આરોગ્યને સંતુલિત કરે છે. કરીના શરીરનાં લવચિકપણાને જાળવી રાખવા વૉર્મ અપ, પાવર યોગ, સૂર્ય નમસ્કાર અને શ્વાસ વ્યાયામ કરે છે.

લીલી શાકભાજીઓ

લીલી શાકભાજીઓ

કરીના કપૂર ખાન સમ્પૂર્ણપણે શુદ્ધ શાકાહારી છે. તે પોતાનાં નાશ્તા, બપોર અને રાતનાં ખોરાકમાં માત્ર શાકાહારી ભોજન કરે છે; જેમ કે મૂસલી, પનીર, રોટલી, પરોઠા, સોયા દૂધ, દાળ, સલાડ અને સૂપ. આ બધુ તેનાં શરીરને આરોગ્યપ્રદ રાખવામાં અને વજન ઘટાડવામાં મદદ કરે છે.

દર બે કલાકે નાશ્તો

દર બે કલાકે નાશ્તો

નાશ્તો શરીરને શક્તિ આપે છે, પરંતુ સામાન્ય રીતે આપણે તળેલી વસ્તુઓ ખાઇએ છીએ, પરંતુ કરીના કપૂર નાશ્તામાં પ્રોટીન શેક કે ફળ ખાય છે. આ બધાથી તેને એનર્જી મળે છે અને વજન ઘટાડવામાં મદદ પણ મળે છે.

કાર્ડિયો

કાર્ડિયો

યોગ અને શાકાહારી આહાર સાથે કરીના વજન ઘટાડવા માટે કાર્ડિયો કરે છે. તેનાથી તેને પ્રેગ્નંસી બાદ સ્વસ્થ રહેવામાં મદદ મળે છે.

વૉક

વૉક

તૈમૂરનાં જન્મ બાદ કરીનાએ વૉક શરૂ કર્યુ હતું, કારણ કે પોસ્ટ પ્રેગ્નંસી બાદ તરત વ્યાયામ નથી કરી શકાતું. તેથી સૌપ્રથમ વૉક શરૂ કર્યુ હતું. યોગ અને કાર્ડિયો વર્કઆઉટ ઉપરાંત વૉક કરવાથી સ્વસ્થ રહેવા અને વજન ઘટાડવામાં મદદ મળે છે.

English summary
Everyone would like to know the fitness secret of Kareena. Here is how she lost her weight post pregnancy.
Story first published: Wednesday, May 31, 2017, 9:38 [IST]
X
Desktop Bottom Promotion