ફક્ત 30 સેકેન્ડમાં સમજીએ, ગર્ભ નિરોધક ગોળીઓ કેવી રીતે કામ કરે છે?

Posted By: KARNAL HETALBAHEN
Subscribe to Boldsky

અવાંછિત પ્રેગનેંસીને રોકવા માટે કોન્ડોમ બાદ મોં દ્વારા ખાવામાં આવતી ગર્ભ નિરોધક ગોળીઓ એટલે કે ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ (ઓસીપી) સૌથી પસંદગીની રીત છે.

મોટાભાગની મહિલાઓનો એ પ્રશ્ન હોય છે કે આ ગોળીઓ કેવી રીતે કામ કરે છે? ગોળીઓ ખાવાથી શરીરમાં શું થાય છે? આ પ્રેગનેંસીને કેવી રીતે રોકે છે? આમ તો ઘણીવાર મહિલાઓ ગર્ભનિરોધક દવાઓ લેતાં પહેલાં ડોક્ટર સાથે ચર્ચા-વિચારણા કરે છે, ત્યારબાદ આ દવાઓનું સેવન શરૂ કરે છે. આવો આજે અમે તમને સમજાવીએ કે આખરે આ ગર્ભનિરોધક દવાઓ કેવી રીતે કામ કરે છે અને કેવી રીતે અનઇચ્છનિય પ્રેગનેંસીને અટકાવે છે?

ઓસીપી કેવી રીતે કામ કરે છે?

ઓસીપી કેવી રીતે કામ કરે છે?

ઓસીપી બે પ્રકારની હોય છે.

  • કંબાઇંડ ઓસીપી, જેમાં એસ્ટ્રોજેન અને પ્રોજેસ્ટેરોન બંને હોય છે.
  • પ્રોજેસ્ટેરોન ગોળીઓ, જેને મિની ગોળીના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. તેમાં ફક્ત પ્રોજેસ્ટેરોન પણ હોય છે.

આ ગર્ભનિરોધક દવાઓના પ્રકાર પર નિર્ભર કરે છે. જ્યારે તમે એક કંબાઇંડ ગોળી લો છો, તો બંને હાર્મોન એસ્ટ્રોજેન અને પ્રોજેસ્ટેરોન પર કામ થાય છે અને જો તમે ફક્ત પ્રોજેસ્ટેરોનની ગોળી લો છો, તો ફક્ત એક હાર્મોન પર કામ થાય છે.

પ્રોજેસ્ટેરોન હાર્મોન

પ્રોજેસ્ટેરોન હાર્મોન

પ્રોજેસ્ટેરોન ત્રણ અલગ-અલગ સ્તરો પર કાર્ય કરે છે. પ્રથમ આ ઓવ્યૂલેશન રોકે છે, જેનો અર્થ છે કે કોઇ ઇંડા નિકળતા નથી. તેનું પરિણામ એ આવે છે કે ફર્ટિલાઇજેશન થતું નથી અને એટલા માટે ગર્ભાવસ્થાને અટકાવી દેવામાં આવે છે.

ફર્ટિલાઇજેશનને અટકાવે છે

ફર્ટિલાઇજેશનને અટકાવે છે

આ સર્વાઇકલ મ્યૂકસને ઘટ્ટ કરે છે જેમાં સ્પર્મ ગર્ભાશયમાં જઇ શકતા નથી. સ્પષ્ટ છે કે મોટા થતાં સ્પર્મ ઇંડા માટે પોતાનો રસ્તો લઇ શકતા નથી. કારણ કે આ ઈંડા સુધી પહોંચાડવામાં નિષ્ફળ થઇ જાય છે, જેથી ફર્ટિલાઇજેશનની સંભાવનાઓ પ્રભાવિત થાય છે, જે ગર્ભાવસ્થાને રોકે છે.

ભ્રૂણને બનતાં રોકે છે

ભ્રૂણને બનતાં રોકે છે

ત્રીજું, આ એંડોમેટ્રિયમના સ્તર પર કાર્ય કરે છે. જેમ કે એંડોમેટ્રિયમનું પડ પતળું છે, આ આરોપણ માટે મુશ્કેલ બને છે. એટલા માટે ભલે ઈંડા ફર્ટિલાઇઝ્ડ હોય, ભ્રૂણ એંડોમેટ્રિયમ સાથે ચોંટવામાં નિષ્ફળ રહે છે, જેથી ગર્ભાવસ્થાની સંભાવનાઓમાં વિઘ્ન ઉત્પન્ન થાય છે.

એસ્ટ્રોજન હાર્મોન

એસ્ટ્રોજન હાર્મોન

કંબાઇંડ પિલ્સમાં એસ્ટ્રોજન હાર્મોનની ઉચ્ચ માત્રા હોય છે. જ્યારે શરીરમાં એસ્ટ્રોજનનું સ્તર ઉચ્ચ હોય છે, તો આ હાર્મોન એફએસએચ (ફોલિકલ સ્ટિમ્યલૈટિંગ હાર્મોન)ને દબાવી દે છે જેથી ગર્ભાવસ્થાને રોકે છે. એફએસએચ હાર્મોન ઓવ્યૂલેશનમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને એટલા માટે એફએસએચનું નિમ્ન સ્તર ઓવલ્યૂશનને અટકાવે છે અને આ પ્રકારે ગર્ભાવસ્થાની સંભાવના ઓછી રહે છે.

English summary
Read on to find out what these pills have to offer, how they work and whether or not they might be the right sort of contraception for your particular situation.
Story first published: Thursday, November 9, 2017, 10:00 [IST]