For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગર્ભપાત થયા બાદ ન ખાવો આવા આહાર

By Super Admin
|

જ્યારે મહિલા સગર્ભા થવાની હોય છે, ત્યારે લોકો તેને સારૂં-સારૂં ખાવાની સલાહ આપે છે, પરંતુ જ્યારે કોઇક મહિલાનું મિસકૅરેજ એટલે કે ગર્ભપાત થઈ જાય, તો તેને ખબર નથી હોતી કે તેણે કઈ-કઈ વસ્તુઓનું સેવન કરવું જોઇએ. ગર્ભપાત થવું એક ખૂબ જ દુઃખદ ઘટના હોય છે કે જેની અસર મહિલા પર મહીનાઓ અને વર્ષો સુધી રહે છે. ગર્ભપાત થતા મહિલાની માનસિક પરિસ્થિતિ બગડી જાય છે અને તેના શરીરનો તો હાલ જ ન પૂછો.

તેનું શરીર બિલ્કુલ નિચોવાઈ ગયેલું હોય છે અને તેની અંદર આયર્નની ઉણપ થઈ જાય છે. સારૂ રહેશે કે આપ પોતાનાં શરીરની સારી સારસંભાળ કરો, કારણ કે આપે ગર્ભપાતનાં દર્દમાંથી પોતાનાં શરીરને ઉગારવું છે અને વહેલામાં વહેલી તકે સાજુ થવાનું છે.

આરોગ્યવર્ધક આહારનું સેવન કરવું ખૂબ જ જરૂરી થઈ જાય છે. અહીં કેટલાક આહારની લિસ્ટ આપવામાં આવી છે કે જે આપે ગર્ભપાત સમયે બિલ્કુલ પણ ન ખાવા જોઇએ, નહિંતર આપનું શરીર વહેલી તકે સાજુ નહીં થાય. જો આપે એવા ખાદ્ય પદાર્થો ખાધા કે જે આપની સમસ્યાઓને ઓર પણ વધારી શકે છે, તો આપનો જાન પણ ખતરામાં પડી શકે છે. આવો જાણીએ કેટલાક એવા આહાર કે ખાદ્ય પદાર્થ કે જે આપે ભૂલથી પણ પોતાનાં ગર્ભપાત બાદ નહીં ખાવા જોઇએ.

જંક ફૂડ

જંક ફૂડ

જ્યારે આપ મિસકૅરેજ સામે ઝઝુમતા હોવ, ત્યારે તેવા ફૂડ કે જેનાથી દૂર રહેવું જોઇએ, તેમાં જંક ફૂડનો સમાવેશ થાય છા. આવા સમયે આપે વધુમાં વધુપ્રોટીન તથા વિટામિન એ તેમજ સી ધરાવતા આહાર લેવા જોઇએ.

સોયા ઉત્પાદનો

સોયા ઉત્પાદનો

એમ તો સોયા ખૂબ જ સારૂ ગણાય છે, પરંતુ સોયા દૂધ પીવાથી શરીરમાંથી આયર્નનું પ્રમાણ ઘટે છે. જે મહિલાનું મિસકૅરેજ થયું હોય, તેણે આયર્નની બહુ જરૂરિયાત હોય છે.

ફાસ્ટ ફૂડ

ફાસ્ટ ફૂડ

પિત્ઝા, બર્ગર વિગેરે એવા આહાર છે કે જે અવસાદ (ડિપ્રેશન) પેદા કરે છે. આવા ફાસ્ટ ફૂડ ખાવાથી આપને ડિપ્રેશન થઈ શકે છે કે જે આપનાં મગજની હાલત માટે સારૂ નથી, તો ડિપ્રેશનને દૂર રાખવા માટે આવા આહાર ન લો.

કાર્બોહાઇડ્રેટ ફૂડ

કાર્બોહાઇડ્રેટ ફૂડ

એવા આહારમાં ઘણુ બધુ ખરાબ કાર્બ હોય છે કે જે નબળા શરીર માટે જરાય સારૂ નથી હોતું. આપે એવા આહાર ખાવા જોઇએ કે જેનાથી એનર્જી મળે તથા કિડની અને મગજને સારી રીતે કામ કરાવડાવે. તેથી આપે લીન મીટ ખાવું જોઇએ કે શરીરમાં ઍમીનો એસિડ આપે છે.

ડબ્બાબંધ આહાર

ડબ્બાબંધ આહાર

આપે આવા આહાર ન ખાવા જોઇએ કે જે પ્રોસેસ્ડ અને ડબ્બાબંધ હોય.તેમાં આર્ટિફિશિયલ પ્રિઝર્વેટિવ ભળેલા હોય છે કે જેને ખાવાથી આરોગ્ય સમસ્યાઓ પેદા થઈ જાય છે.

ફ્રોઝન મીટ

ફ્રોઝન મીટ

જ્યાં સુધી આપ સાજા ન થઈ જાઓ, ત્યાં સુધી આપે જરાય ઠંડી વસ્તુઓ ખાવી ન જોઇએ. પોતાનાં શરીરને ગરમ રાખવા માટે આપે તાજું અને ગરમ ખોરાક લેવું જોઇએ, નહિંતર આપને અનેક બીમારીઓ ઘેરી વળી શકે છે.

કૉફી

કૉફી

ગાઢી કે સ્ટ્રૉંગ કૉફી આપના આરોગ્ય માટે જરાય સારી નહીં રહે. તે ન તો પ્રેગ્નનંસી પહેલા, પછી કે મિસકૅરેજ બાદ પણ સારી નથી ગણાતી. તેમાં કૅફીન હોય છે કે જે યૂટ્રસ માટે સારૂ નથી ગણાતું.

English summary
It is important that you take good care after a miscarriage as your body needs to cope up with the loss of your child. Therefore, here are some of the foods to avoid after miscarriage.
Story first published: Wednesday, October 26, 2016, 12:34 [IST]
X
Desktop Bottom Promotion