For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો, કોપર-ટી કેટલી પ્રભાવી છે અને શું છે તેના લાભ તથા નુકશાન

By Karnal Hetalbahen
|

જ્યારે તમે ગર્ભનિરોધકના વિશે વાત કરો છો ત્યારે તમે ફક્ત કોન્ડમ, ઇમરજન્સી ગોળીઓ તથા ગર્ભનિરોધક ગોળીઓનો જ વિચાર આવે છે. જો કે બીજી પણ એવી રીતો છે જેને અપનાવીને તમે અનઈચ્છિત ગર્ભથી છુટકારો મેળવી શકો છો.

આ છે અંતરગર્ભાશયી ગર્ભનિરોધક ઉપકરણ કે આઈયૂડી જેને સુરક્ષિત, સસ્તુ, તથા ગર્ભનિરોધનમાં પ્રભાવશાળી માનવામાં આવે છે તથા આ પાંચ વર્ષ માટે સુરક્ષા પણ પ્રદાન કરે છે.

આ ઉપકરણ ખૂબ નાના હોય છે અને પ્લાસ્ટિકના બનેલ, કોપર (તાંબા)માં લપેટાયેલ ટી આકારમાં આવે છે. ભારતમાં સૌથી લોકપ્રિય રીતે કોપર-ટીના નામથી વેચાય છે.

કોપર-ટી શું છે

કોપર-ટી શું છે

કોપર-ટી અંતરગર્ભાશયી ઉપકરણ છે જેને મહિલાઓ માટે પ્રભાવશાળી ગર્ભનિરોધક માનવામાં આવે છે. આ વિકલ્પ મોટાભાગે તે મહિલાઓને આપવામાં આવે છે જેમને તાજેતરમાં જ નવજાત બાળકને જન્મ આપ્યો હોય. કોપર-ટીને લગાવવાની પ્રક્રિયા સંવેદનશીલ હોય છે અંતમાં તેને એક તર્જજ્ઞ દ્વારા જ કરાવવી જોઈએ. આ ઉપકરણને મહિલાઓના ગર્ભાશયમાં સ્થાપવામાં આવે છે જેમાં આઈયૂડીથી બંધાયેલ એક પ્લાસ્ટિકનો દોરો ગર્ભાશયની દિવાલથી લઈને યોની સુધી લટકતું રહે છે.

કોપર-ટીને કેવી રીતે સ્થાપવામાં આવે છે

કોપર-ટીને કેવી રીતે સ્થાપવામાં આવે છે

ટી ના માથાને ફેરવીને મહિલાના ગર્ભાશયમાં પ્રવેશ કરાવે છે જેમાં એક પાતળી નળી બહારની તરફ હોય છે. એક વખત સ્થાપિત થઈ ગયા પછી કોપર ટી શુક્રાણુનાશકના રૂપમાં પ્રભાવશાળીરૂપથી કાર્ય કરવા લાગે છે તથા કોપર અને પ્લાસ્ટિકથી બનેલ આ નાનું યંત્ર ગર્ભનિરોધક ઉપકરણના રૂપમાં કાર્ય કરવા લાગે છે. તેનો આકાર એવો એટલા માટે પસંદ કરવામાં આવ્યો છે કેમકે તે ગર્ભાશયની આજુબાજુના ક્ષેત્રમાં લાગી જાય છે અને વર્ષો સુધી અહીં અને ત્યાં થયા વગર જ લાગેલું રહે છે.

કોપર-ટી કેવી રીતે કામ કરે છે

કોપર-ટી કેવી રીતે કામ કરે છે

જ્યારે એક વખત કોપર-ટી સ્થાપિત થઈ જાય છે તો પ્લાસ્ટિકમાં લપેટાયેલ કોપર (તાંબુ) ના તાર દ્વારા કોપરના આર્યન નીકળવાનું શરૂ થઈ જાય છે જે કે ગર્ભાશયના વાતાવરણને પ્રભાવિત કરીને ગર્ભધારણને રોકે છે. કોપરના આર્યન ગર્ભાશયના તરલ તથા ગર્ભાશયની દિવાલની ત્વચા સાથે મળી જાય છે.

કોપર-ટી કેવી રીતે કામ કરે છે

કોપર-ટી કેવી રીતે કામ કરે છે

આ પ્રકારે કોપરયુક્ત ગર્ભાશયના તરલ એક શુક્રાણુનાશકના રૂપમાં કાર્ય કરે છે અને તેના સંપર્કમાં આવનાર શુક્રાણુંને નષ્ટ કરી નાંખે છે. કોપરના આર્યન શુક્રાણુની ગતિને રોકે છે કેમકે કોપર આર્યનયુક્ત તરલ શુક્રાણુઓ માટે ઝેર સમાન હોય છે. જો કોઈ સંઘર્ષશીલ શુક્રાણુ અડાંણુને ફલિત પણ કરી નાખે તો કોપર આર્યનયુક્ત વાતાવરણ આ ફલિત અંડાણુને ગર્ભાશયમાં સ્થાપિત થવા દેતા નથી અને આ પ્રકારે ગર્ભધારણને રોકે છે.

કોપર-ટી કેટલી પ્રભાવશાળી છે

કોપર-ટી કેટલી પ્રભાવશાળી છે

એક વખત કોપર-ટી ગર્ભાશયમાં સ્થાપિત થઈ ગયા પછી કોપર-ટી એક દસકા સુધી સુરક્ષા પ્રદાન કરે છે. જો કે તે કોપર-ટીની નિમાર્ણ પ્રક્રિયા પર નિર્ભર કરે છે કેમકે ઘણાં ઉપકરણો ફક્ત પાંચ વર્ષો માટે જ સુરક્ષા પ્રદાન કરે છે. તે ઉપરાંત જ્યારે પણ મહિલાને એમ લાગે કે તેને ગર્ભધારણ કરવાની જરૂર છે તો તે તર્જજ્ઞ દ્વારા આ ઉપકરણને સાધારણ પ્રક્રિયા દ્વારા નીકાળી પણ શકાય છે.

કોપર-ટીની આડઅસર શું છે: અસમય રક્તસ્ત્રાવ

કોપર-ટીની આડઅસર શું છે: અસમય રક્તસ્ત્રાવ

કોપર-ટી લગાવ્યા પછી ઘણી મહિલાઓને અસમય રક્તસ્ત્રવાની ફરિયાદ કરે છે. આ મોટાભાગે શરૂઆતના મહિનાઓમાં થાય છે. કેટલીક મહિલાઓમાં મહિનાના સમયે થનાર દર્દ જેવા જ દર્દની પણ ખબર છે. જો કે આ દર્દ પિરીયડના દર્દથી જુદુ હોય છે. અસમય રક્તસ્ત્રાવ થોડા દિવસોમાં રોકાઇ જાય છે અને દુખાવા માટે દુખાવાની દવાનો ઉપયોગ કરી શકાય છે.

કોપર-ટીની આડઅસર શું છે: એલર્જી

કોપર-ટીની આડઅસર શું છે: એલર્જી

આ ગણ્યા-ગાંઠ્યા લોકોને જ થાય છે પરંતુ જે મહિલાઓ કોપરના પ્રતિ એલર્જીવાળી હોય છે તેમને જનનાંગોમાં દાણા પડવા તથા ખંજવાળ થઈ શકે છે. આ સ્થિતિમાં ઉપકરણને દૂર કરવું જ શ્રેયસ્કર હોય છે. મહિલાને બીજા અલગ પ્રકારના ઉપલબ્ધ ગર્ભનિરોધકોના વિશે સલાહ લેવી જોઇએ.

કોપર-ટીના દુષ્પ્રભાવ શું છે: આપમેળે નિકળી જવી

કોપર-ટીના દુષ્પ્રભાવ શું છે: આપમેળે નિકળી જવી

ક્યારેક-ક્યારેક મહિલાઓમાં ઉપકરણ લગાવતા સમયે કે પછીથી આપોઆપ તે નીકળી જાય તે જોવા મળ્યું છે. આ ઉપકરણને લગાવ્યા પછી શરૂઆતના મહિનામાં, બાળકના જન્મ બાદ કે પછી ગર્ભધારણ કર્યા વગર લગાવવાથી જોવા મળ્યું છે.

કોપર-ટીના દુષ્પ્રભાવ શું છે: ગર્ભાશયની સમસ્યા

કોપર-ટીના દુષ્પ્રભાવ શું છે: ગર્ભાશયની સમસ્યા

ઉપકરણ લગાવતા સમયે ગર્ભાશયમાં ચીરો કે કાણું મોટાભાગે જોવા મળે છે. એ પણ જાણવા મળ્યું છે કે ઉપકરણ ગર્ભાશયની દિવાલમાં કાણાં પાડી નાંખે છે જેનાથી આંતરીક ઘા કે રક્તસ્ત્રાવ થવા લાગે છે. જો ઉપકરણને તરત જ ના નીકાળવામાં આવે તો તેનાથી સંક્રમણનું જોખમ રહે છે.

English summary
There are intrauterine devices or IUDs that are thought to be safe, inexpensive and an effective form of contraception that also provides protection for up to five years.
Story first published: Monday, February 27, 2017, 10:17 [IST]
X
Desktop Bottom Promotion