શું પ્રીમેચ્યોર બર્થ (સમય પહેલાં જન્મ)નું અનુમાન લગાવી શકાય છે?

Posted By: KARNAL HETALBAHEN
Subscribe to Boldsky

ગર્ભાવસ્થા માતા માટે સૌથી સારો સમય હોય છે જો કે આ સમય અજન્મેલા બાળકના સ્વાસ્થ સાથે જોડાયેલી ઘણી ચિંતાઓ અને ઉત્સુકતાથી ભરેલો હોય છે. કેટલીક મહિલાઓ પીડાદાયક પ્રસવથી ડરે છે અને સમય આવતાં પરેશાનીઓની સંભાવનાથી ગર્ભવતી મહિલાનું મગજ શાંત રહેતું નથી.

અન્ય કોઇ મેડિકલ પ્રક્રિયાની માફક બાળકના જન્મની સાથે પણ ખતરો અને સમસ્યાઓ જોડાયેલી છે. એક સામાન્ય સમસ્યા જે ઘણીવાર આવે છે સમય પહેલાં પૂર્વ બાળકનો જન્મ. આ સ્થિતિના કારણે બાળકોને સ્વાસ્થ્ય સંબંધી ઘણી સમસ્યાઓ થઇ શકે છે જેમાંથી કેટલીક ઘાતક હોઇ શકે છે. ઘણા એવા કારણ છે જેના લીધે પ્રીમેચ્યોર બર્થની સમસ્યા થઇ શકે છે.

What Is Premature Birth

ગર્ભવતી મહિલા દ્વારા સ્વસ્થ આહાર ન લેવો, ગર્ભવસ્થા દરમિયાન વજન વધવું, માતાની મેડિકલ હિસ્ટ્રી, તણાવ, ડાયાબિટીસ, સ્થૂળતા, ધૂમ્રપાન, દારૂ વગેરે મુખ્ય કારણ છે. જો ગર્ભવતી મહિલા ગર્ભાવસ્થા દરમિયાન જરૂરી સાવધાનીઓ રાખતી નથી તો તે સમય પહેલાં બાળક્ને જન્મ આપી શકે છે. તો શું પ્રીમેચ્યોર બર્થનું અનુમાન લગાવી શકાય છે? જાણવા માટે આગળ વાંચો.

What Is Premature Birth

પ્રીમેચ્યોર બર્થનું અનુમાન લગાવવા માટે કરવામાં આવી શોધ
તાજેતરમાં જ યૂનિવર્સિટી ઓફ ઉટાહ હેલ્થ સાયન્સ દ્વારા કરવામાં આવેલા રિસર્ચમાં બે સ્ક્રીનિંગ ટેસ્ટ વિશે જણાવવામાં આવ્યું છે જેના દ્વારા ગર્ભવતી મહિલાઓમાં પ્રીમેચ્યોર બર્થનં અનુમાન લગાવી શકાતું હતું. આ ટેસ્ટ આ પ્રકારે ડિઝાઇન કરવામાં આવ્યો હતો જેમાં ગર્ભવતી મહિલાની સર્વિક્સની ધનતાથી પ્રીમેચ્યોર બર્થના ખતરાનું અનુમાન લગાવી શકાતું હતું.

What Is Premature Birth

સર્વિક્સ ગર્ભાશયનો તે ભાગ હોય છે જે પહોળાઇ જાળવી રાખે છે અને ગર્ભાવસ્થાના અંત સુધી બંધ રહે છે. જો સર્વિક્સ પતળું અને ઓછી ઘનતાવાળું થવા લાગે તો તેના લીધે પ્રીમેચ્યોર બર્થની સમસ્યા થઇ શકે છે. શોધકર્તાઓ દ્વારા વિકસિત કરવામાં આવેલા બે સ્ક્રિનીંગ ટેસ્ટ ગર્ભાવસ્થાની ધનતા વિશે જાણી શકો છો અને પ્રકારે પ્રીમેચ્યોર બર્થનું અનુમાન લગાવી શકાય છે.

English summary
Can a premature birth be predicted beforehand? Read below to find out!
Story first published: Friday, April 7, 2017, 14:30 [IST]