ગર્ભવતી મહિલાઓ માટે શ્વાસ સંબંધિત 4 કસરત

Posted By: Staff
Subscribe to Boldsky

પ્રેગનેંસી દરમિયાન યોગ્ય શ્વાસોશ્વાસ ખૂબ જરૂરી છે. તેની પાછળનું એ છે કે બાળકના પૂર્ણ વિકાસ માટે અને શરીરના સુચારુ કાર્ય માટે ઓક્સિજનની પર્યાપ્ત આપૂર્તિ ખૂબ જરૂરી છે. ઓક્સિજનની પર્યાપ્ત આપૂર્તિથી બાળકનો વિકાસ ઝડપથી થાય છે અને ભ્રૂણને જરૂરી પોષણ મળે છે. એટલા માટે શ્વાસોશ્વાસ ટેક્નોલોજીને યોગ્ય અને સુધારવી ખૂબ જ જરૂરી છે. શરીરમાં ઓક્સિજનની પૂર્ણ સપ્લાઇ માટે અમે તમને જણાવી દઇએ કે કેટલીક સાધારણ શ્વાસોશ્વાસની એક્સરસાઇઝેઝ.

breathing exercises every pregnant woman should do

પેટ વડે શ્વાસ લેવો
તેને બૈલી બ્રીધિંગ પણ કહે છે. તમારા પગને વાળીને આરામદાયક મુદ્રામાં બેસો. પોતાના જડબા, ખભા અને નિતંબો સહિત આખા શરીરને ઢીલું છોડી દો. તમારો એક હાથ તમારા પેટ પર રાખો અને બીજો હાથ તેના ઉપર રાખો. નીચલા ભાગેથી ઉંડા શ્વાસ લો અને પેટને હવાથી ભરી દો ત્યારબાદ 8 સુધી અથવા જેટલામાં તમે અનુકૂળ મહેસુસ કરો એટલી ગણતરી ગણો. એટલી જ કાઉટિંગ કરતાં ધીમે ધીમે છોડી દો. જ્યાં સુધી આ સહજ રીતે ના થાય ત્યાં સુધી તેને દરરોજ 10 મિનિટ સુધી કરો. જો ભારે પેટના કારણે આમ ન કરી શકતા હોવ તો તમે આ પ્રક્રિયાને ધૂંટણો પર હથેળીઓને રાખીને પણ કરી શકો છો.

છાતી વડે શ્વાસ લેવો
સીધા ઉભા રહો અને તમારા પગને એકબીજાને સમાંતરે રાખો. તમારા મોંઢાને બંધ રાખો અને 10 સુધી ગણતરી કરતાં ઉંડા શ્વાસ લો. તમારા હાથોને છાતી પર રાખો. પરંતુ ધ્યાન રાખો કે તેને છાતી પર જોરથી ન દબાવો. શ્વાસ લેતાં જેમ જેમ ફેફસાં ફૂલે તરત જ તમારા હાથને ફેલાવી દો. થોડો સમય શ્વાસ અટકાવી રાખો અને પછી ધીમે-ધીમે છોડી દો. જેટલો સમય શ્વાસ લેવામાં લો એટલો જ સમય શ્વાસ છોડવામાં લો. તમે બંને ક્રિયાઓમાં સમાન રીતે ગણતરી કરતાં આમ કરો છો. ફાયદા માટે આ વ્યાયામને 10 વખત કરો. સાતમા મહિના બાદ આ કસરત થોડી કઠીન થઇ જાય છે, તેનું ધ્યાન રાખો અને જેટલું તમે આરામથી કરી શકો, એટલું જ કરો.

છીછરા શ્વાસ લો (શૈલો બ્રીધિંગ)
ધ્યાન રાખો કે શૈલો બ્રીધિંગ દિવસભર કરવી યોગ્ય નથી કારણ કે તેનાથી બાળકને ઓક્સિજનની યોગ્ય માત્રામાં આપૂર્તિ થતી નથી. તેમછતાં દિવસમાં થોડી મિનિટો માટે તેને કરવી ફેફસાં માટે સારી છે. તેને કરવાની યોગ્ય રીત છે કે તમે તમારા ઘૂંટણોને વાળતાં પાછળની તરફ વળી જાઓ પછી પગને સમાંતર રાખતાં સીધા ઉભા થઇ જાવ. ત્યારબાદ આખું મોઢું ખોલો અને જેટલું વહેલું થાય એટલા છીછરા શ્વાસ ભરી લો. આ તમારા ફેફસાં માટે એક સારી કસરત છે. દિવસમાં ઓછામાં ઓછી પાંચ મિનિટ માટે આ કસરત દરરોજ કરો.

વૈકલ્પિક રીતે ઉંડા અને છીછરા શ્વાસ લેવા
આરામદાયક સ્થિતિમાં બેસી જાવ. અથવા તો પગને વાળીને બેસી જાવ અથવા પગને સીધા સમાંતર કરીને ઉભા થઇ જાવ. તમારા જડબા, હાથ, ધૂંટણ, નિતંબ અને ખભા સહિત આખા શરીરને ઢીલું છોડી દો. ત્યારબાદ ઉંડા શ્વાસ લો અને તેને થોડી સેકન્ડ્સ માટે રાખો. આટલો સમય લેતા તેને છોડી દો. પછી તમારું મોઢું પહોળું ખોલો અને પાંચ સુધી ગણતા હવા ભરો. ત્યારબાદ મોંઢાને બંધ કરીને ઉંડા શ્વાસ લેવાની ક્રિયાને પુન: કરો. આ ક્રિયાને થોડી વધારતાં પાંચ વાર કરો.

શ્વાસ સંબંધતિ આ કસરત પૂર્ણ રીતે ઓક્સિજન લેવામાં મદદ કરશે અને તમારું શરીર પણ યોગ્ય કામ કરશે સાથે જ બાળકને પણ પર્યાપ્ત ઓક્સિજન અને પોષણ મળશે. ધ્યાન રાખો આ બ્રીધિંગ એક્સરાઇઝેઝનો ફાયદો વધુ મળી શકે છે જો તેને પ્રાણાયમ અને યોગની સાથે કરવામાં આવે.

English summary
Corrective breathing during pregnancy is very crucial. The reason being your body needs an adequate supply of oxygen to meet the requirements of your growing baby and for the optimum functioning of your body.
Story first published: Monday, November 7, 2016, 13:00 [IST]