Just In
- 345 days ago
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 354 days ago
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1084 days ago
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1087 days ago
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
ગર્ભપાત રોકવા માટેનાં આયુર્વેદિક ઉપાયો
પોતાનાં બાળકનાં જન્મની ઉત્સુકતાથી પ્રતીક્ષા કરનાર માતા-પિતાને ગર્ભપાત બાદ બહુ વધુ લાગણીશીલ દુઃખ અને દુઃખાવો થાય છે.
ગર્ભપાત ઘણા કારણોથી થઈ શકે છે. જોકે તેમનામાંથી કેટલાક કારણોને રોકી નથી શકાતા, પરંતુ જીવનશૈલીમાં પરિવર્તન કરી કેટલાક કારણોને ટાળી શકાય છે.
સ્વસ્થ સગર્ભાવસ્થાની સફળતાનો દર આપનાં દ્વારા ભ્રૂણ માટે બનાવવામાં આવેલ વાતાવરણ પર પણ નિર્ભર કરે છે. માટે ગર્ભપાતને રોકવા માટે કેટલાક જરૂરી પગલા ભરવા જોઇએ.

સલાહ #1
ટૉક્સિસ સૌથી મોટી સમસ્યા છે. જો ગર્ભધારણની પહેલા પતિ-પત્ની ડિટૉક્સિફિકેશનની પ્રક્રિયામાંથી પસાર થાય છે, તો તનાથી સ્વસ્થ સગર્ભાવસ્થામાં સહાય મળે છે. સ્વચ્છ શરીર અે મગજ ભ્રૂણ માટે એક આદર્શ વાતાવરણ બનાવે છે.

સલાહ #2
ત્રિફળા ચૂર્ણ એક આયુર્વેદિક ઔષધિ છે કે જે મહિલાઓમાં દોષો દૂર કરે છે અને અસંતુલનને બરાબર કરે છે. ગર્ભધારણ પહેલા કોઇક આયુર્વેદિક ચિકિત્સક સાથે પરામર્શ કરો.

સલાહ #3
સાત્વિક આહાર લો. એવો આહાર લો કે જે આસાનીથી પચી જાય. એવો આહાર સ્વસ્થ આહાર હોય છે. આ દરમિયાન મસાલેદાર અને વાસી ભોજન તથા તૈલીય ખાદ્ય પદાર્થો વગેરે ન ખાવો.

સલાહ #4
તાણને કારણે શરીર પર બોજ આવી શકે છે. તાણ રહિત જીવન જીવવું ખૂબ મહત્વનું છે. ઑફિસમાં બહુ વધારે કામ ન કરો અને રાત્રે પાર્ટીમાં ન જાઓ.

સલાહ #5
શ્વસન સંબંધી વ્યાયામ, સમય પર ઊંઘવું અને મેડિટેશન (ધ્યાન કરવું) બહુ મહત્વનું છે. તેનાથી સ્વાસ્થ્ય સારૂ રહે છે અને સગર્ભાવસ્થામાં સહાય મળે છે.

સલાહ #6
હળવી કસરત કરવી પણ ફાયદાકારક હોય છે. સગર્ભાવસ્થા દરમિયાન શરીરને લવચિક બનાવી રાખવા માટે વૉક અને યોગ કરવું પણ ફાયદાકારક હોય છે.