For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

6 વાતો, જે બનાવી દે છે પ્રસવને વધારે દર્દનાક

By Lekhaka
|

પ્રસવ પીડા, મહિલાના જીવનમાં થનાર સૌથી ભયાનક દર્દ હોય છે. આ દર્દ, શરીરને તોડીને રાખી દે છે અને ત્યારબાદ જ બાળકનો જન્મ થાય છે. પ્રસૂતિ પહેલા મહિલાઓને કેટલીય ચિંતાઓ હોય છે. તે ડરેલી રહે છે અને ઘણીવાર ગભરાઈ જાય છે કે એને ભયાનક દર્દ થશે.

જો તમે સમજદાર છો તો સમજતા જ હશો કે વિચારવાથી માત્ર તમને સમસ્યા જ થશે ના કે આરામ. આજે આ આર્ટિકલમાં અમે તમને પ્રસવ પીડાને વધારે દર્દનાક કરવાવાળી ૬ વાતો ને કહેવા માટે આવ્યા છીએ. એટલે કે પ્રસવ પીડાને સહન કરવી આસાન વાત નથી, એવામાં આ અંગે સાચી અને સચોટ જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે.

કેટલાક રિસર્ચો અને સંશોધનો બાદ આ વાત સામે આવી છે કે કેટલાક કારણોના લીધે પ્રસવનો દુખાવો, વધારે ભયાનક લાગવા માંડે છે. જાણો આ ૬ વાતો વિશે:

Things That Make Labour More Painful

કમરના ભાગે સીધું સુવુ
આ સૌથી મોટી ભૂલ છે કે જે સ્ત્રીઓ મોટાભાગે કરતી હોય છે. મહિલાઓને કમરના ભાગે સુવું ન જોઇએ, તેનાથી તેમની કમર પર વજન પડે છે અને હાડકાં પર ખરાબ અસર પડે છે. આ પ્રકારે સુવાથી બાળક પર દબાણ પડે છે અને કરોડરજ્જુ સુધી લોહીનો પ્રવાહ ઓછો થઇ જાય છે. તેનાથી પુશ કરવામાં સમસ્યા થાય છે.

ડરી જવું
જો પ્રસવ પહેલા મહિલા ડરી જાય તો તેને ખૂબ જ વધારે દુખાવો થાય છે. મહિલાએ એવુ સમજવું જોઈએ કે તે ઓછામાં ઓછુ ગભરાય અને સામાન્ય પ્રસવના માટે જોર લગાવી શકે.

તણાવભર્યું વાતાવરણ
તણાવભર્યા વાતાવરણમાં પણ મહિલાઓને તકલીફ થાય છે અને તેનાથી તેને વધારે દુખાવો થાય છે. પ્રસવ દરમિયાન આસપાસના વાતાવરણને હળવું બનાવવું જોઈએ. તેને સારી વાતો કહો અને તેને સમજાવતા રહો. તેનાથી તેનુ મગજ ડાયવર્ટ થશે.

પાણીની ઉણપ
જો મહિલાના શરીરમાં પાણી ઓછુ થઈ જાય તો પણ પ્રસવ દરમિયાન ખૂબ દુખાવો થાય છે. પ્રસવ પહેલાં પાણી ખૂબ જ માત્રામાં પીઓ. તેનાથી આપને જોર લગાવવામાં ઓછી તાકાત લાગશે અને શરીરને ઓછુ દર્દ સહન કરવું પડશે.

વ્યાયામની ઉણપ
ગર્ભાવસ્થા દરમિયાન ઓછો વ્યાયામ કરવાથી પણ પ્રસવ દરમિયાન ખૂબ થાય છે. એવામાં ધ્યાન રહે કે ગર્ભાવસ્થા દરમિયાન પુરતી કસરત કરવી જોઇએ, જેનાથી શરીરની લચક જળવાઇ રહે.

દુખાવો ઓછું કરવાની રીત:
વધારે ભયાનક દુખાવો થતાં કંઇ સમજાતું નથી, એવામાં પાર્ટનરને સામે ઉભો કરવામાં આવે છે. ત્યારબાદ હાથ પકડાવીને શ્વાસ લેવાની એક્સરસાઈઝ કરાવવામાં આવે છે. નવશેકા પાણીમાં પણ પ્રસૂતિ કરાવવાની સારી રીત છે, તેનાથી દુખાવો ઓછો થાય છે.

English summary
Most women love to have a normal delivery. One of the main things that may come into your mind will be the pain that you have to go through. You may be searching for ideas to reduce pain during labour. On the other hand, you need to educate yourself on the things that make labour painful.
Story first published: Friday, November 18, 2016, 9:58 [IST]
X
Desktop Bottom Promotion