For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દરેક પ્રેગ્નંટ મહિલા ઇચ્છે છે કે તેના પતિને ખબર હોય આ 6 વાતો

By Lekhaka
|

મહિલાઓ ઇચ્છે છે કે તેમના સાથી તેમનો સહયોગ કરે. ખાસ તો સગર્ભાવસ્થા દરમિયાન. માટે જ્યારે આપ પોતાને એક સારો અને સમજુ જીવનસાથી સાબિત કરવાનો પ્રયત્ન કરો, ત્યારે આ બધી બાબતો યાદ રાખો.

સગર્ભાવસ્થાનો સમય કોઈ પણ મહિલાનાં જીવન કાળનો સૌથી સુંદર સમય હોય છે. આ અવધિની દરેક ક્ષણ તેમના માટે કિંમતી હોય છે. સગર્ભા મહિલાઓને ઘણી ભાવનાત્મક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ખાસ તો હૉર્મોન્સ પરિવર્તનનાં કારણે. તેનાં કારણે મૂડ સ્વિંગ્સ (અચાનક મૂડ બદલવો) હોય છે. આ દરમિયાન આ ખૂબ જ સામાન્ય વાત છે કે મહિલા પોતાનાં જીવનસાથી પાસે સહયોગની આશા સેવે છે. આ ઉપરાંત ક્યારેક-ક્યારેક તે ઇચ્છે છે કે તેનાં જીવનસાથી તેમના માટે કેટલીક ખાસ બાબતો કરે.

સામાન્યતઃ પ્રથમ અને અંતિમ ટ્રાયમિસ્ટર (ત્રણ માસની અવધિ) કાઢવી બહુ મુશ્કેલ હોય છે. સગર્ભા મહિલાતથા તેના જીવનસાથી બંનેને નાની-નાની બાબતો વિશે જાણ હોવી જોઇએ કે જેથી મોટચા ઝગડાઓથી બચી શકાય. કેટલીક એવીબાબતો છે કે જેમના અંગે સગર્ભા મહિલાઓ ઇચ્છે છે કે તેમનાં સાથી તે જાણે. જ્યારે કોઈ સ્ત્રી પ્રથમ વખત સગર્ભા બનેછે, તો ભય વધુ હોય છે, કારણ કે તેને અનેક બાબતો વિશે જાણ નથી હોતી. આ તે સમય હોય છે કે જ્યારે આપ જોશો કેસગર્ભા માતા પોતાનાં બાળક, પોતાનાં આરોગ્ય તેમજ પોતાનાં સંબંધો અંગે ચિંતા કરે છે. માત્ર તેનો સાથી જ તેને ધૈર્ય સાથે સંભાળી શકે છે. અહીં તેવી વાતોની યાદી આપવામાં આવી છે કે જેમના વિશે સગર્ભા મહિલાઓ ઇચ્છે છે કે તેમનો સાથી તેને જાણે.

1. “મારી ખાવાની ટેવ બદલાઈ ગઈ છે”

1. “મારી ખાવાની ટેવ બદલાઈ ગઈ છે”

ત્રણેય ટ્રાયમિસ્ટર દરમિયાન ભોજન એક મહત્વની ભૂમિકા ભજવે છે. મહિલાઓ કાં તો ખાતી નથી અથવા પોતાની જાતને ખાવાથી રોકે છે, કારણ કે તેઓ ડરે છે કે ક્યાંક તેમનું વજન ન વધી જાય અથવા ઉલ્ટી ન થઈ જાય. માટે સગર્ભા મહિલાઓ ઇચ્છે છે કે તેમનો સાથી જાણે કે તેમને સતત ખાવાની જરૂર છે. જ્યારે મહિલા કહે છે કે તે ભૂખી છે, તો તે ભૂખી છે. તેમને થોડુંક ખાવા માટે આપી દો.

2. “મારો મૂડ બદલાતો રહે છે”

2. “મારો મૂડ બદલાતો રહે છે”

સગર્ભા મહિલાઓનાં મૂડમાં થતા ફેરફાર તેમના સાથીને પાગલ કરી નાંખે છે, પરંતુ ધ્યાન રહે કે આપે સમગ્ર સગર્ભાવસ્થા દરમિયાન આ બાબતનો સ્વીકાર કરવાનો રહેશે. તેઓ ઇચ્છે છે કે આપધૈર્ય સાથે આ પરિસ્થિતિને સાચવો. જ્યારે તેઓ હૉર્મોનલ ચેંજની વાતો સંભળાવે છે, ત્યારે તેમને તાણ થઈ શકે છે.

3. “હું જાડી થઈ રહી છું”

3. “હું જાડી થઈ રહી છું”

તમામ મહિલાઓ, ભલે તે કોઈ પણ વયની હો, તેમને એ સાંભળવું સારૂં લાગે છે કે તેઓ પાતળી છે અને સુંદર દેખાય છે. જીવનનાં બીજા તબક્કાઓથી વિપરીત સગર્ભાવસ્થામાં મહિલાઓનું વજન વધે છે અને તેઓ અલગ દેખાવા લાગે છે. તેમના વખાણ કરો અને તેમનો સહકાર કરો. તેમને કહોકે તેઓ જેવા છે, આપ તેમનાથી પ્રેમકરો છો. આ એક વાત છે કે જે સગર્ભા મહિલાઓ ઇચ્છે છે કે તેમનાં સાથી જાણે.

4. “મને પ્રેમ કરો”

4. “મને પ્રેમ કરો”

દરેક સગર્ભા મહિલા ઇચ્છે છે કે તેને પ્રેમ મળે અને તેની સંભાળ કરવામાં આવે. તેને પ્રેમ કરો, ધીમે-ધીમે મસાજ કરો કે જેથી તેને સારૂં અનુભવાય. તેને પ્રેમ કરવાથી આપનો તેમની સાથેનો સંબંધ મજબૂત બનશે અને તેનાથી આપનો સંબંધ મજબૂત બનશે.

5. “મારી માટે જમવાનું બનાવો”

5. “મારી માટે જમવાનું બનાવો”

સગર્ભા મહિલાઓને જ્યારે કોઇક ખાદ્ય પદાર્થની સુગંધ આવે છે, તો તેમને ઉબકા આવવા લાગે છે અને ઉલ્ટી થાય છે. તેઓ ઇચ્છે છે કે તેમના માટે કોઇક ખાવાનું બનાવે. ખાસ તો તેમનો જીવનસાથી. તેનાથી પણ તેને એ સમજવામાં મદદ મળશે કે આપ તેમનાથી કેટલો પ્રેમ કરો છો.

6. “હા, મને પણ ચિંતા છે”

6. “હા, મને પણ ચિંતા છે”

મોટાભાગની મહિલાઓ સગર્ભાવસ્થા દરમિયાન સેક્સથી ડરે છે. પ્રથમ ટ્રાયમિસ્ટરમાં સેક્સ કરવું ઘાતક સાબિત થઈ શકે છે,પરંતુ બીજા ટર્મમાં યોગ્ય હોય છે. જો તેઓ તૈયાર નથી, તો બળજબરી ન કરો. જો તે કોઈ બહાનું બનાવે છે, તો સમજી લો કે તેને કોઈ રસ નથી અને આપે તેનું આદર કરવું જોઇએ.

English summary
Pregnant women face a lot of emotional and health issues, mainly due to hormonal changes. Here are some things pregnant women expect their partners to know.
Story first published: Monday, January 2, 2017, 11:21 [IST]
X
Desktop Bottom Promotion