For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પ્રેગ્નંટ લૅડી માટે જાદુઈ છે ‘મધ’

By Lekhaka
|

મીઠા-મધુરા મધથી આરોગ્યને અગણિત ફાયદાઓ છે. બાળકોથી માંડી મોટેરાઓ સુધી જો તેનું નિયમિત સેવન કરે, તો રોગ પ્રતિકારક ક્ષમતા વધુ મજબૂત થાય છે. એટલું જ નહીં, મધ તો આપા માટે ઘણી બધી બીમારીઓમાં શ્રેષ્ઠતમ્ દાદી માંનાં નુસ્ખા સાબિત થાય છે.

પરંતુ જ્યારે વાત પ્રેગ્નંટ લૅડીની હોય, તો મધ સાથે જોડાયેલા પ્રશ્નો સામે આવે છે. જેમ કે શું આ પ્રાકૃતિક સ્વીટનર પ્રેગ્નંટ મહિલાઓ માટે હેલ્ધી છે ?

તેનાંથી આવનાર બાળકને કોઈ નુકસાન તો નહીં થાય ? તો આવે આજે આ આર્ટિકલ વડે આપણે આ જ સવાલોનાં જવાબો શોધીએ.

Amazing Benefits Of Honey For Pregnant Women

પ્રેગ્નંસી દરમિયાન મધ ખાઈ શકાય ?

સગર્ભાવસ્થા દરમિયાન મધ ખાઈ શકાય છે, બસ તે પાશ્ચરીકૃત હોવું જોઇએ, કારણ કે કાચા મધથી બોટેલિઝ્મ એટલે કે ફૂડ પૉઇઝનિંગનો ખતરો બન્યો રહે છે. જોકે પુખ્તોનાં ગૅસ્ટ્રોઇંટેસ્ટાઇનલ સિસ્ટમમાં બૅક્ટીરિયા હોય છે કે જે બોટુલિનમ વિષને રોકે છે અને તે નાળમાં જવા નથી દેતું.

પ્રેગ્નંસી દરમિયાન મધનાં ફાયદાઓ

પ્રેગ્નંટ થયા બાદ ડાયેટમાં મધને ઉમેરવાનાં ઘણા બધા ફાયદાઓ છે, કારણ કે ન્યુટ્રિયન્સથી ભરપૂર મધમાં શુગર તથા ગ્લુકોસ પણ બહુ સારા પ્રમાણમાં હોય છે.

1. ઇમ્યુનિટી થાય છે બૂસ્ટ :

1. ઇમ્યુનિટી થાય છે બૂસ્ટ :

મધનાં એંટી-બૅક્ટીરિયલ અને એંટી-ઑક્સીડંટ ગુણોનાં પગલે ઇમ્યુનિટી વધુ શ્રેષ્ઠ બને છે. અહીં સુધી કે તેનાંથી નાના-મોટા ઘા, પેટમાં થતી બળતરા સુધીમાં આરામ મળે છે.

2. ઇંસોમેનિયામાં મળે છે આરામ :

2. ઇંસોમેનિયામાં મળે છે આરામ :

મધનું હાઈપોનેટિક એક્શન એટલે કે સમ્મોહન કરી દેનાર ગુણનાં કારણે તે ઇંસોમેનિયામાં લાભકારક છે. પ્રેગ્નંસી દરમિયાન રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ દૂધમાં એક ચમચી મધ મેળવી લેવાથી આપ આરામથી સુઈ શકો છો.

3. શરદી-સડેખમમાં મળે છે રાહત :

3. શરદી-સડેખમમાં મળે છે રાહત :

એંટી-વાયરલ પ્રોપર્ટીનાં પગલે મધથી પ્રેગ્નંસી દરમિયાન થતી શરદી, કફ કે સડેખમમાં બહુ આરામ મળે છે. કફ માટે મધ એક રામબાણ ઇલાજ છે.

4. ગળાનાં ઇન્ફેક્શનમાં આપે છે આરામ :

4. ગળાનાં ઇન્ફેક્શનમાં આપે છે આરામ :

પ્રજ્વલનરોધી ગુણોનાં કારણે મધ ગળામાં થયેલા ઇન્ફેક્શનમાં બહુ આરામ પહોંચાડે છે. મધને ગરમ આદુ અને લિંબુની ચામાં મેળવી પીવાથી એક વારમાં જ બહુ લાભ થાય છે.

5. લડે છે છાળાઓ સામે :

5. લડે છે છાળાઓ સામે :

ઘણી બધી શોધોમાં ખુલાસો થઈ ચુક્યો છે કે મધનાં નિયમિત સેવનથી છાળાઓ માટે જવાબદાર બૅક્ટીરિયા હેલીકોબૅક્ટર ઓછા ઊભા થાય છે.

6. એલર્જીમાં પણ રાહત :

6. એલર્જીમાં પણ રાહત :

મધનાં નિયમિત સેવનથી લગભગ તમામ પ્રકારની મોસમી એલર્જીમાંથી રાહત મળે છે.

English summary
Honey is safe during pregnancy provided it is pasteurized. Also, it should come from a government certified authority.
Story first published: Wednesday, July 19, 2017, 12:01 [IST]
X
Desktop Bottom Promotion