For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગર્ભાવસ્થાના સંદર્ભમાં ૧૨ મહત્વપૂર્ણ જાણકારીઓ

By Karnal Hetalbahen
|

ગર્ભાવસ્થા એક એવી સ્થિતિ છે જેમાં એક સ્ત્રીના શરીરમાં બાળક ઉછરે છે અને તે તેને જન્મ આપે છે. આ નવ મહિનાના સમયમાં બાળકનો વિકાસ થાય છે. આ ખૂબ મહત્વપૂર્ણ છે કે ગર્ભાવસ્થાના પહેલા ત્રણ મહિનામાં ગર્ભવતી સ્ત્રી પોતાની દેખભાળ સારી રીતે કરે. આ તે સમય હોય છે જ્યારે ગર્ભપાતની સંભાવના વધુ રહેતી હોય છે. ગર્ભવતી સ્ત્રીને પહેલા ત્રણ મહિના વધુમાં વધુ આરામ કરવાની સલાહ આપવામાં આપે છે. આ તેની ગર્ભાવસ્થાનો સૌથી કઠિન સમય હોય છે જ્યારે તેના શરીરમાં કેટલાય મહત્વપૂર્ણ પરિવર્તન થાય છે.

ગર્ભવતી સ્ત્રીએ દરરોજ વ્યાયામ કરવો જોઈએ. વ્યાયામ કરવાના ઘણા લાભ છે. સર્વપ્રથમ તો પહેલા ત્રણ મહિનામાં ગર્ભપાતની જે સંભાવના હોય છે, નિયમિત વ્યાયામ કરવાથી તે ઓછી થઈ જાય છે. બીજી ગર્ભાવસ્થા દરમ્યાન મહિલાઓનો વજન વધુ વધી જાય છે. નિયમિત વ્યાયામ કરવાથી વજન પણ નિયત્રિત રહે છે. ગર્ભવતી સ્ત્રીએ સિગરેટ અને દારૂનું સેવન ના કરવું જોઈએ. આ બન્ને બાળક માટે ખૂબ જ ઘાતક છે.

ગર્ભવતી મહિલા દ્વારા પીધેલો દારૂ બાળકના પેટમાં જાય છે. તેનાથી બાળકને ગંભીર જોખમ પણ થઈ શકે છે. દારૂના કારણે બાળકમાં જન્મ સમયે દોષ આવી શકે છે. અંત: ગર્ભવતી મહિલાઓએ આ વાતનું ધ્યાન જરૂર રાખવું જોઈએ કે તે કંઈ વસ્તુઓનો ઉપયોગ કરે છે અને તેની બાળક પર કંઈ અસર થશે.

ખાવા પીવા સંબંધી આદતો

ખાવા પીવા સંબંધી આદતો

ગર્ભવતી સ્ત્રીઓને ખાવા પીવા સંબંધી સ્વસ્થ આદતોને અપનાવવી જોઈએ. તેને યોગ્ય પોષક તત્વ સારી માત્રામાં લેવા જોઈએ. માં જે કંઈ પણ ખાય છે અંતમાં: તે બાળકને જ મળે છે.

વ્યાયામ

વ્યાયામ

ગર્ભવતી સ્ત્રીએ દરરોજ વ્યાયામ કરવો જોઈએ. વ્યાયામ કરવાના ઘણા લાભ છે. સર્વપ્રથમ તો પહેલા ત્રણ મહિનામાં ગર્ભપાતની જે સંભાવના હોય છે, નિયમિત વ્યાયામ કરવાથી તે ઓછી થઈ જાય છે. બીજી ગર્ભાવસ્થા દરમ્યાન મહિલાઓનો વજન વધુ વધી જાય છે. નિયમિત વ્યાયામ કરવાથી વજન પણ નિયત્રિત રહે છે.

ઘ્રુમપાન ના કરો અને દારૂ ના પીવો

ઘ્રુમપાન ના કરો અને દારૂ ના પીવો

ગર્ભવતી સ્ત્રીએ સિગરેટ અને દારૂનું સેવન ના કરવું જોઈએ. આ બન્ને બાળક માટે ખૂબ જ ઘાતક છે. ગર્ભવતી મહિલા દ્વારા પીધેલો દારૂ બાળકના પેટમાં જાય છે. તેનાથી બાળકને ગંભીર જોખમ પણ થઈ શકે છે. દારૂના કારણે બાળકમાં જન્મ સમયે દોષ આવી શકે છે. અંત: ગર્ભવતી મહિલાઓએ આ વાતનું ધ્યાન જરૂર રાખવું જોઈએ કે તે કંઈ વસ્તુઓનો ઉપયોગ કરે છે અને તેની બાળક પર કંઈ અસર થશે.

બાળકની સંભાળ વિશે લોકો સાથે વાત કરો

બાળકની સંભાળ વિશે લોકો સાથે વાત કરો

જો તમારા મિત્ર કે સંબંધી જે એકજ ઉંમરના છે અને જે બાળકની સંભાળ પણ રાખે છે તો તેમની સાથે વાત કરો. તેમનાથી જ્ઞાન પ્રાપ્ત કરો અને તેમનાં અનુભવ વિશે જાણો. જ્યારે તમે આવા લોકોથી વાત કરશો જે પહેલેથી જ માતા પિતા છે તો તમે સારું મહેસૂસ કરશો અને તમને વધારે જાણકારી પણ મળશે. તમને ઘણી એવી વાતો જાણવા મળશે જેની કદાચ તમને ક્યારેય જાણ પણ ના હોત.

દવાઓ ના લો

દવાઓ ના લો

જો તમને ઉબકા કે ઉલટી થાય છે અને ચક્કર આવે છે તો દવાઓ ના લો. ગર્ભાવસ્થા દરમ્યાન જ્યા સુધી સંભવ હોય પ્રાકૃતિક ઉપચાર કરો.

પાણી વધુ પીવો

પાણી વધુ પીવો

વધુમાં વધુ પાણી પીવો. દરરોજ છ થી આઠ ગ્લાસ પાણી પીવો. પાણીની યોગ્ય માત્રામાં લેવું જરૂરી છે.

તરવું (સ્વિમિંગ) કરો

તરવું (સ્વિમિંગ) કરો

ગર્ભાવસ્થાના છેલ્લા દિવસોમાં તરવું ખૂબ સારું હોય છે. જેવા તમે તમારી ગર્ભાવસ્થાના છેલ્લાં દિવસોમાં આવો છો તમને વધુ દર્દ અને તકલીફ મહેસૂસ થાય છે. સ્વિમિંગથી તમે સારું મહેસૂસ કરશો અને તમને થોડી રાહત પણ મળશે. તેનાથી તમે હળવાશ અનુભવશો.

તીખું અને તળેલું ના ખાશો

તીખું અને તળેલું ના ખાશો

જો ગર્ભાવસ્થા દરમ્યાન તમારી છાતીમાં બળતરા કે આ રીતની બીજી સમસ્યા હોય તો તમારે તળેલું અને તીખું ઓછું ખાવું જોઈએ.

ઉંચા ઓશિકા પર માથું રાખીને ઉંઘો

ઉંચા ઓશિકા પર માથું રાખીને ઉંઘો

ગર્ભવતી મહિલાઓએ થોડા ઉંચા ઓશિકા પર માથું રાખીને સૂવું જોઈએ. જે ગર્ભવતી મહિલાઓ માટે વિશેષ પ્રકારથી તૈયાર થયેલા ગાદલાં પણ ખરીદી શકે છે, તો સારું રહેશે. જો તે તેને નથી ખરીદવા ઈચ્છતી તો તે થોડા ઉંચા ઓશિકા લઈને સૂઈ શકે છે. તેનાથી તે વધુ આરામદાયક મહેસૂસ કરશે.

ફોટા ખેંચો

ફોટા ખેંચો

તમારી ગર્ભાવસ્થાના ફોટાને એકત્ર કરવાનું ના ભૂલશો કેમકે તે તમારા જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ અને વિશેષ તબક્કો હોય છે.

સારા પુસ્તકો વાંચો

સારા પુસ્તકો વાંચો

ગર્ભવતી મહિલાઓએ સારા અને સકારાત્મક પુસ્તકો વાંચવા જોઈએ. ગર્ભાવસ્થા દરમ્યાન દુખી અને તણાવપૂર્ણ પુસ્તકો વાંચવાથી બચો.

તમારા અભિભાવકોથી વાત કરો

તમારા અભિભાવકોથી વાત કરો

તમારા અભિભાવકોના અનુભવ શેર કરો. તે તમને એવી વસ્તુઓ જણાવશે જે કદાચ તમે ક્યારેય જાણી પણ ના શક્યા હોત. તે તમને જણાવશે કે તમે જ્યારે બાળક હતા ત્યારે કેવા હતા. જ્યારે તમારું બાળક જન્મ લેશે ત્યારે તમે જોશો કે તમારા અભિભાવકો દ્વારા જણાવવામાં આવેલી વાતો અને તે બાળકમાં કયા પ્રકારની સમાનતાઓ છે. તેમનાથી શીખો.

સંક્રમણનું જોખમ

સંક્રમણનું જોખમ

ગર્ભાવસ્થા દરમ્યાન મહિલાઓને સંક્રમણનું વધુ જોખમ રહે છે. તેનાથી તે કજોરી પણ મહેસૂસ કરે છે. સુનિશ્ચિત કરો કે તમારી આજુબાજુનું વાતાવરણને સાફ અને સ્વચ્છ હોય. તમારી ચારેબાજુનું વાતાવરણ સ્વચ્છ રાખો. તમારી ગર્ભાવસ્થાનો આંનદ ઉઠાવો. તમારી સારી રીતે દેખભાળ કરો.

English summary
Pregnancy is a condition when a woman has a baby growing inside her and she will deliver it. It is a period of nine months in which the baby develops.
Story first published: Monday, February 13, 2017, 9:16 [IST]
X
Desktop Bottom Promotion