જરૂર વાંચો, કારણ કે ડૉક્ટર પણ નહીં બતાવે ગર્ભ નિરોધક ગોળીઓનાં આ સાઇડ ઇફેક્ટ

Posted By: Staff
Subscribe to Boldsky

અનિચ્છિત ગર્ભ રોકવા માટે સામાન્યત: મહિલાઓ બર્થ કંટ્રોલ પિલ્સ એટલે કે ગર્ભ નિરોધક ગોળીઓ પર વિશ્વાસ કરે છે. જો તેમને યોગ્ય સમયે લેવામાં આવે, તો તે પોતાનું કામ અસરકારક રીતે કરે છે.

કોઈ પણ વસ્તુનાં ફાયદા છે, તો તેનાં નુકસાન પણ ચોક્કસ હોય જ. તેથી બર્થ કંટ્રોલની પણ કેટલીક સાઇડ ઇફેક્ટ હોય છે, જેમ કે ગભરામણ, યૌન રુચિમાં ફેરફાર, વજન વધવું, માથાનો દુઃખાવો, ચક્કર આવવા, સ્તનમાં સોજો આવવો વિગેરે, જેવી વાતે દરેક મહિલાને ખબર હોય છે, પરંતુ કેટલીક એવી સાઇડ ઇફેક્ટ છે કે જે ડૉક્ટર આપને નહીં બતાવે.

બર્થ કંટ્રોલ પિલ શરીરમાં હૉર્મોનને કંટ્રોલ કરે છે. તેથી તેના કેટલાક નુકસાન પણ હોઈ શકે છે. આવો જાણીએ તેના વિશે...

માથાનો દુઃખાવો અને માઇગ્રેન

માથાનો દુઃખાવો અને માઇગ્રેન

શરીરમાં હૉર્મોનનાં ઉતાર-ચડાવનાં કારણે માથાનો દુઃખાવો કે માઇગ્રેન હોઈ શકે છે. ઘણી બર્થ કંટ્રોલ પિલ્સ એસ્ટ્રોજનનાં લેવલને ઘટાડી દે છે કે જેથી માથુ દુઃખવા લાગે છે. જો આપને પણ આવી સાઇડ ઇફેક્ટ થતી હોય, તો પોતાની પિલ ડૉક્ટર સાથે વાત કરી બદલી નાંખો.

ગભરામણ

ગભરામણ

જો તેને ખાધા બાદ વૉમિટ જેવું કે ગભરામણ અનુભવાતી હોય, તો પિલ ખાતી વખતે અથવા સૂતા પહેલા લો. તેને ઘણા દિવસો સુધી એક જ સમયે લો કે જેથી તેની સાઇડ ઇફેક્ટ ઓછી થઈ જાય.

બ્રેસ્ટમાં સોજો કે કડકપણુ આવવા

બ્રેસ્ટમાં સોજો કે કડકપણુ આવવા

પિલ લેવાથી મહિલાઓને બ્રેસ્ટમાં સોજો ચઢી જાય છે કે જે પિલ લેવાનાં કેટલાક અઠવાડિયાઓ બાદ સારૂ પણ થઈ જાય છે. આવું માત્ર હૉર્મોનના ફેરફારનાં કારણે થાય છે. આ દરમિયાન કૉફી તેમજ મીઠાનું સેવન બંધ કરી દો અને સપોર્ટેડ બ્રા જ પહેરો. જો આપને છાતીમાં દુઃખાવો, શ્વાસ લેવામાં દુઃખાવો થાય, તો આપે ડૉક્ટરની સલાહ લેવી જ જોઇએ.

પીરિયડ દરમિયાન અસામાન્ય બ્લીડિંગ

પીરિયડ દરમિયાન અસામાન્ય બ્લીડિંગ

પિલ લેવાનાં બે કે ત્રણ મહીનાઓની અંદર મહિલાઓએ પીરિયડ દરમિયાન અસામાન્ય બ્લીડિંગ સામે ઝઝુમવું પડે છે. હૉર્મોનલ પિલ લેવાથી યૂટ્રસમાં એંડોમેટ્રિયલની લાઇનિંગ નબળી થઈ પડા લાગે છે અને તેથી બ્લીડિંગ શરૂ થઈ જાય છે. જો આપને પિલલેતી ખતે 6 કે તેનાથી વધુ દિવસો સુધી બ્લીડિંગ થતું હોય, તો ડૉક્ટરને મળવાનું ન ભૂલો.

વજનમાં વધારો

વજનમાં વધારો

ગોળીઓ લેવાનાં અઠવાડિયા-મહીના બાદ શરીરનું વજન વધવા લાગે છે, પરંતુ આવું માત્ર વૉટર રિટેંશનનાં કારણે થાય છે કે જે પાછળથી જતુ રહે છે. બર્થ કંટ્રોલમાં ભારે પ્રમાણમાં એસ્ટ્રોજન હોયછે કે જે ભૂખ વધારીને કરીને વજન વધારવામાં મદદ કરે છે. તેનાથી જાંઘો, હિપ્સ અને બ્રેસ્ટ પર ચરબી વધી જાય છે.
વેજાઇનલ યીસ્ટ ઇન્ફેક્શન

આ દરમિયાન યોનિમાં ખંજવાળ, બળતરા તથા યીસ્ટ ઇન્ફેક્શનની શક્યતાઓ વધી જાય છે. આ રોગ ત્યારે ઓર વધી શકે છે કે જો મહિલાને ડાયાબિટીઝ હોય કે પછી તે બહુ વધારે ખાંડ અને દારૂનું સેવન કરતી હોય અથવા તો તેની ઇમ્યુનિલ સિસ્ટમ નબળી હોય.

મૂડમાં ફેરફાર

મૂડમાં ફેરફાર

સ્વિંગ કે પછી ડિપ્રેશન થઈ શકે છે, કારણ કે સિંથેટિક હૉર્મોન મગજની નસો પર અસર નાંખે છે. જો આપનાં ઘરમાં કોઈને ડિપ્રેશન હતું, તો આપે ડૉક્ટરને આ વાત જરૂર બતાવવી જોઇએ.

આંખોની રોશનીમાં પરિવર્તન

આંખોની રોશનીમાં પરિવર્તન

તેવી મહિલાઓ કે જે શરુઆતથી જ ચશ્મા લગાવે છે, તેમને ગર્ભ નિરોધક ગોળી ખાવાથી આંખોની રોશનીમાં ફરક જોવા મળી શકે છે. હૉર્મોનનાં કારણે આંખોની કીકીઓમાં સોજો આવી જાય છે કે જેનાથી આ મુશ્કેલી ઊભી થાય છે. લાંબા સમય સુધી ઓરલ પિલ લેવાથી ગ્લૂકોમા જેવી બીમારી પણ થઈ શકે છે.

રક્તનાં થક્કા જામવા

રક્તનાં થક્કા જામવા

ઓરલ પિલ લેનાની સાઇડ ઇફેક્ટમાં રક્તનાં થક્કા જામવા એક સામાન્ય, પણ ગંભીર સમસ્યા છે. મહિલાઓ કે જે ઓવરવેટ, 35ની ઉંમર પાર ચુકેલી છે કે પછી તાજેતરમાં જ બાળકને જન્મ આપ્યો હોય, તે તેના રિસ્ક પર સૌથી ઊપર હોય છે. જો આપને શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુઃખાવો કે પગમાં સોજો અનુભવાય, તો તે ફેફસા કે હૃદયમાં રક્ત જામવાનો સંકેત હોઈ શકે છે.

યૌન રુચિમાં ઉણપ

યૌન રુચિમાં ઉણપ

ઘણી મહિલાઓમાં આ ગોળીઓ યૌન રુચિમાં ઉણપ લાવી શકે છે. આ હૉર્મોનલ ગોળીઓ ટેસ્ટોસ્ટ્રોનનું પ્રોડક્શન રોકી દે છે કે જેનાથી આપની સેક્સ લાઇફ પર અસર પડી શકે છે. તેથી સેક્સ દરમિયાન દુઃખાવો પણ થાય છે.

જરૂરી ટિપ્સ

જરૂરી ટિપ્સ

ઓરલ પિલ્સ દરરોજ એક જ સમયેલો. આ ગોળીઓ આપને યૌન સંક્રમિત બીમારીઓથી નહીં બચાવે. આ ગોળીઓ તેમને સૂટ નહીં કરે કે જેઓ સ્મૉકિંગ કરે છે કે પછી જેમને બ્લડ ક્લૉટિંગની બીમારી છે. જ્યારે લાગે કે આપ પ્રેગ્નનંટ થઈ શકો છો, ત્યારે જ આ ગોળી ખાઓ.

English summary
Here are the top 10 side effects of birth control pills your doctor may not tell you.
Story first published: Thursday, October 20, 2016, 17:00 [IST]