For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શું કરશો કે જ્યારે આપનું બાળક પહેલી વાર જુટ્ઠુ બોલે ?

By Super Admin
|

જો આપે પણ પોતાનાં 3થી 5 વર્ષની વયનાં બાળકને નાની-નાની વાતોમાં જુટ્ઠું બોલતા પકડ્યાં છે, તે તેને હળવાશથી ન લો.

નાના બાળકો જ્યારે પોતાની જાતને મમ્મીની દમ-દાટીથી બચવા માગે છે, તો સામાન્ય રીતે ખોટું બોલવાનું શરૂ કરી દે છે. શરુઆતમાં તો માતા-પિતા આ વાતોને અવગણી દે છે, પરંતુ બાદમાં આ જ જુઠ્ઠુ બોલવું બાળકોની આદત બની જાય છે.

જો આપે પણ પોતાનાં 3થી 5 વર્ષની વયનાં બાળકને નાની-નાની વાતોમાં જુટ્ઠું બોલતા પકડ્યાં છે, તે તેને હળવાશથી ન લો. તે પહેલા કે ખોટુ બોલવું બાળકની આદત બની જાય, આવો જાણીએ કે તેને કઈ રીતે રોકી શકાય છે.

Why Kids Lie & What to Do about It

પોતાનો વ્યવહાર જુઓ :

સમજ્યા-વિચાર્યા વગર આપણે અપની રોજિંદા જીવનમાં ઘણા બધા જૂઠ બોલતા હોઇએ છીએ અને આપણે ભૂલીજઇએ છીએ કે ક્યાંક નજીકમાં બેસેલા આપણાં બાળકો આ જ જુટ્ઠું સાંભળી રહ્યા છે. જ્યારે પણ કામ પર જુટ્ઠું, ટ્રાફિક્ સિગ્લન તોડ્યા બાદ જુટ્ઠુ કે પછી બીજા સાથેની ગૉસિપ કરતી વખતે આપ જુટ્ઠું બોલતા હશો, તો શું આપનું બાળક આપને નહીં જોતું હોય ? તેથી બાળકને તે જ શિખવાડો કે જે આપ પોતે હોય.

પોતાની પ્રતિક્રિયાઓને મૉનિટર કરો :

ઘણી વાર બાળક પોતાને મજાક બનતા રોકવા માટે કે પછી આપનાં ગુસ્સાથી પોતાને બચાવવા માટે ખોટું બોલે છે. જો આપ તેની વાતો પર ખરાબ રીતે રિએક્ટ કરશો કે પછી ઝડપથી તેની પર બૂમ પાડશો, તો તે બીજી વાર ચોક્કસ જુટ્ઠું બોલશે. તો એવામાં આપે શું કરવું જોઇએ ? આ આપને આગામી પૉઇંટમાં ખબર પડશે.

પોતાની વાતને પ્રેમથી સમજાવો :

આપ પોતાની વાત પર અડ્યા રહો, પણ બાળક સાથે પ્રેમથી વાત કરો. બાળક સાથે પ્રેમથી વાત કરી તેને ગળે લગાવો અને તેને બતાવો કે તે આપની સાથે કેવી રીતે વ્યવહાર કરે ?

English summary
If your child starts lying, how do you arrest the behaviour before it becomes a habit? Child psychologist, shares a few tips on what to do when kids start lying.
Story first published: Thursday, March 9, 2017, 15:30 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more
X