For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શિશુઓ માટે નારિયેળ તેલ કેમ સારૂં છે ?

By Lekhaka
|

નારિયેળનું તેલ પુખ્તો અને શિશુઓ બંને માટે ખૂબ સારૂં હોય છે. તે બાળકોનાં તીવ્ર વિકાસમાં સહાયક હોવાની સાથે-સાથે બાળકની પ્રતિરોધક ક્ષમતા તેમજ પાચન ક્ષમતામાં પણ સુધારો લાવે છે.

નારિયેળનં તેલ તમામ વયનાં લોકોનાં આરોગ્ય માટે ફાયદાકારક છે. આ તેલ પાકેલા નારિયેળ તેલની છીણમાંથી કાઢવામાં આવે છે. ઉષ્ણકટિબંધીય જળવાયુ ધરાવતા દેશોમાં નારિયેળનું તેલ એક મુખ્ય ખાદ્ય પદાર્થ હોય છે. ઘણા દેશોમાં નારિયેળ તેલનો ઉપયોગ વિવિધ રસમોમાંકરવામાં આવે છે.

નારિયેળનું તેલ બાળકોની સાથે-સાથે નવજાત શિશુઓ માટે પણ આરોગ્યપ્રદ્ હોય છે. પોતાનાં બાળકનાં તીવ્ર વિકાસ માટે અને મજબૂતાઈ માટે દરરોજ નારિયેળ તેલનો ઉપયોગ કરો.

આ ઉપરાંત અહીં નારિયેળ તેલથી બાળકોને થતા કેટલાક ફાદાઓ વિશે પણ જણાવવામાં આવી રહ્યું છે :

1. લૉરિક એસિડ પ્રચૂર પ્રમાણમાં હોય છે :

1. લૉરિક એસિડ પ્રચૂર પ્રમાણમાં હોય છે :

બ્રેસ્ટ મિલની જેમ નારિયેળ તેલમાં પણ લૉરિક એસિડ પ્રચૂર પ્રમાણમાં હોય છે. સગર્ભા મહિલાઓ કે જે દરરોજ નારિયેળ તેલ કે નારિયેળનાં અન્ય ઉત્પાદનોનું સેવન કરે છે, તેના બ્રેસ્ટ મિલ્કમાં લૉરિક એસિડનું પ્રમાણ વધુ હોય છે. નારિયેળ તેલનાં નિયમિત ઉપયોગથી તેમનાં શરીરમાં સ્તનપાન માટેની ચરબીનો સંચય થઈ જાય છે અને તેમના બ્રેસ્ટ મિલ્કમાં લૉરિક એસિડનું પ્રમાણ વધી જાય છે કે જેનાથી નવજાત શિશુનું આરોગ્ય સારૂં રહે છે.

2. બાળકનાં પાચનમાં સહાયક :

2. બાળકનાં પાચનમાં સહાયક :

નારિયેળનું તેલ માધ્યમ શ્રૃંખલા ધરાવતા ટ્રાયગ્લિસરાઇડ્સથી બનેલું હોય છે કે જે પાચનની પ્રક્રિયા માટે સારૂં હોય છે અને આ જ કારણ છે કે તે બાળકનાં આહાર માટે સારૂં હોય છે. નારિયેળનું તેલ સરળતાથી પચી જાય છે અને તેથી પેટ તેમજ પાચન સંબંધી બીમારીઓમાં ફાયદાકારક હોય છે. નારિયેળ તેલનાં નિયમિત ઉપયોગથી શરીરની પોષક તત્વોને અવશોષિત કરવાની ક્ષમતા પણ વધી જાય છે.

3. બાળકોને સારી રીતે ઊંઘવામાં સહાયક :

3. બાળકોને સારી રીતે ઊંઘવામાં સહાયક :

દરરોજ નારિયેળ તેલથી બાળકની માલિશ કરવાથી તેમનો શારીરિક તેમજ માનસિક વિકાસ તીવ્રતાથી થાય છે. તેાથી તેમનાં હાડકાં પણ મજબૂત બને છે અને તેઓ રાત્રે સારી રીતે ઊંઘે છે. આ ઉપરાંત બાળકોને માલિશ કરવાથી માતા અને બાળક વચ્ચે એક નિકટનો સંબંધ બંધાઈ જાય છે, નહિંતર માતાઓ બાળકોને પકડવાથી બીવે છે.

4. ત્વચા સંબંધી સમસ્યાઓનાં નિદાનમાં સહાયક :

4. ત્વચા સંબંધી સમસ્યાઓનાં નિદાનમાં સહાયક :

નવજાત બાળકોને પણ ત્વચા સંબંધી મોટી-મોટી મુશ્કેલીઓ હોય છે. બાળકોને સામાન્યતઃ ક્રેડ કૅપ (સ્કિન રૅશ) જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે કે જે અતિસક્રિય ત્વચા ગ્રંથિઓનાં કારણે થાય છે. નારિયેળનું તેલ ત્વચાને ભેજ પ્રદાન કરે છે. ખાસ તો ત્યારેકેજ્યારે ત્વચા બહુ વધારે સંવેદનશીલ હોય. તેનાથી એલર્જિક રિએક્શન થવાની શક્યતા બહુ ઓછી થઈ જાય છે.

5. નવજાત બાળકની પ્રતિરોધક ક્ષમતા વધારે છે :

5. નવજાત બાળકની પ્રતિરોધક ક્ષમતા વધારે છે :

બ્રેસ્ટ મિલ્કમાં હાજર લૉરિક એસિડમાં એંટી-માઇક્રોબિયલ ગુણો હોય છે અને નવજાત બાળકનાં સંરક્ષણનું આ જ એકમાત્ર સ્રોત હોય છે, નહિંતર બાળકની પ્રતિરોધક ક્ષમતા નબળીરહી જાય છે. માટે આ કોઈ સંયોગ નથી કે મોટાભાગની ઇન્ફેંટ ફૉર્મ્યુલામાં નારિયેળ તેલનું મુખ્ય ઘટક હોય છે, કારણ કે તેમાં લૉરિક એસિડ પ્રચૂર પ્રમાણમાં રહેલું હોય છે.

English summary
Coconut oil is a great health ingredient for both adults and babies. It improves a babys immunity and digestive capacity, besides helping the baby to grow.
Story first published: Tuesday, January 3, 2017, 10:35 [IST]
X
Desktop Bottom Promotion