બાળકને સાબુ અને શૅમ્પૂથી ક્યારે શરૂ કરશો નવડાવવાનું ?

Posted By: Super Admin
Subscribe to Boldsky

દરેક કૉસ્મેટિક પ્રોડક્ટમાં કેમિકલ પડેલા જ હોય છે, પછી ભલે તે બાળકો માટે તૈયાર કરાયેલા હોય કે મોટેરાઓ મોટે. જો આપે તાજેતરમાં જ બાળકને જન્મ આપ્યો હોય, તો આપે આ બાબતનો ખાસ ખ્યાલ રાખવો પડશે કે તેની ત્વચા માટે શું યોગ્ય છે અને શું નહીં ?

બાળકની ત્વચા ખૂબ કોમળ હોય છે. તેવામાં આપે તેના શૅમ્પૂથી માંડી માલિશ માટેનાં તેલ સુધીનું ધ્યાન રાખવું પડશે. આર્ટિકલ લખતી વખતે બાળકોનાં ડૉક્ટર્સને પૂછવામાં આવ્યું કે બાળકોને શૅમ્પૂ તથા સાબુ વડે નવડાવવાની યોગ્ય વય અને સમય કયો હોય છે કે જેથી તેમની ત્વચાને કોઈ પણ જાતનું નુકસાન ન થાય?

Bathing your newborn

એમ તો બાળકને આપ થોડાક જ દિવસો બાદ બાળકો માટેનાં સાબુ કે શૅમ્પૂ વડે નવડાવી શકો છો, પરંતુ આપે તેનાં શરીરને જોતા આમ કરવાનું રહેશે. જો બાળક સમય કરતા વહેલા પેદા થયેલું હોય, તો આવું કદાપિ ન કરો.

નવડાવતા પહેલા જ તમામ તૈયારી કરી લો અને પાણી હળવું ગરમ રાખો કે જેથી તેને શરદી ન થઈ જાય. અઠવાડિયામાં દરરોજ સાબુ-શૅમ્પૂ લગાવવાની જરૂર નથી, બેથી ત્રણ વાર જ લગાવો. પ્રોડક્ટની પસંદગી કરતા પહેલા તેની મૅન્યુફૅક્ચરિંગ ડેટ વિગેરે સારી રીતે જોઈ લો અને તેમાં રહેલા તત્વો પણ જોઈ લો. તમામ નિર્દેશોને સારી રીતે વાંચ્યા બાદ જ તેનો ઉપયોગ કરો.

Bathing your newborn

ઘણા તત્વો બાળકની ત્વચામાં ખંજવાળ કે રૅસેસ પેદા કરી શકે છે. તેવામાં આપે આ બાબતોનું પણ ધ્યાન રાખવું પડશે. નવડાવતા પહેલા બાળકની માલિશ કરો અને નવડાવ્યા બાદ તેની ત્વચા પર મૉઇશ્ચરાઇઝર લગાવવાનું ન ભૂલો. તેનાથી તેને ખંજવાળ કે બળતરા નહીં થાય.

બેબી સોપ અને શૅમ્પૂ વાપરવાની કેટલીક ટિપ્સ :

1. જો આપ પ્રથમ વખત બાળકને શૅમ્પૂ કે સાબુ વડે નવડાવવાનાં છો અને આપને ડર છે કે ક્યાંક તેને નુકસાન ન પહોંચે, તો ઉપયોગ કરતા પહેલા તેની ત્વચા પર પહેલા જોઈ લ, જો ત્યાં બધુ ઠીક-ઠાક રહે છે, ત્યારે જ ઉપયોગ કરો. લાલ પડતા કે ખંજવાળ થતા આ ઉત્પાદનનો ઉપયોગ ન કરો.

2. 6 માસથી નાના બાળકને સાબુની ટિકડીથી રગડીને ન નવડાવવું જોઇએ. સાબુને હાથમાં લગાવી પછી તેને લગાવવો જોઇએ. તેાથી તેની ત્વચા પર રગડન નહીં થાય.

Bathing your newborn

3. સુગંધ વગરનાં સાબુનો પ્રયોગ કરો. જે સાબુઓમાં સુગંધ હોય છે, તેમાં કેમિકલ વધુ પડેલા હોય છે. તેવામાં હળવી સુગંધ કે સુગંધ વગરનાં સાબુનો જ ઉપયોગ કરો.

4. બાળકની ત્વચાને બહુ વધારે રગડવાની જરૂર નથી પડતી, કારણ કે તેમની ત્વચા પર ધૂળ જામેલી નથી હોતી. આપ માત્ર માલિશ કરો અને નવડાવી દો.

5. 3 વર્ષની ઉંમર સુધી બાળકને બબલ્સ બાથ ન આપો. તેનાથી તેનાં મૂત્ર માર્ગમાં ચેપ થવાનો ખતરો ઊભો થઈ શકે છે.

English summary
As a first time mom, you want to be extra cautious while exposing your baby to the soaps and shampoos.
Story first published: Tuesday, October 25, 2016, 13:10 [IST]