Just In
Don't Miss
શું ડિલીવરી બાદ પણ નથી જઈ રહ્યું બૅબી બમ્પ ?
આપ બૅબી બમ્પ ક્યારે જુઓ છો ? સગર્ભાવસ્થા દરમિયાન જ ન ? ત્યારે શું કે જ્યારે ડિલીવરી બાદ પણ આ બૅબી બમ્પ જેમનું તેમ જ રહે ? સગર્ભાવસ્થા દરમિયાન બાળકનાં આકારમાં મોટા થવાથી બૅબી બમ્પનું થવું સ્વાભાવિક છે.
પરંતુ બાળકનાં જન્મ બાદ પેટનો આકાર નાનો થાય છે અને આપનું શરીર વાસ્તવિક આકાર લઈ લે છે.
ત્યારે શું કરાય કે જ્યારે આપનું બૅબી બમ્પ ડિલીવરીનાં એક મહિના બાદ સુધી જેમનું તેમ જ રહે ? સઆ થોડુંક બિહામણું લાગે છે, કેમ ? મોટાભાગની પરિસ્થિતિઓમાં તે પોતાની મેળે જ વાસ્તિવક આકારનું થઈ જાય છે, પરંતુ કેટલીક પરિસ્થિતિઓમાં બૅબી બમ્પ કેટલાક વધુ સમય સુધી રહી શકે છે !

મોટાભાગનાં કેસોમાં શું થાય છે ?
આરોગ્ય નિષ્ણાતનું કહેવું છે કે બાળકનાં જન્મનાં 1થી 2 અઠવાડિયા બાદ સુધી પણ ઘણી મહિલાઓ પ્રેગ્નંટચ લાગી શકે છે. તેમાં ગભરાવવાની કોઈ વાત નથી. 2 અઠવાડિયા બાદ બમ્પ પોતાની મેલે જ ગાયબ થઈ જાય છે.

જો બમ્પ જેમનું તેમ જ રહી જાય ?
જો બૅબી બમ્પ પ્રેગ્નંસી બાદ પણ જેમનું તેમ રહે, તો તે પેટનાં એરિયાની ખેંચાયેલી માંસપેશીઓનાં કારણે બની શકે. તે માંસપેશીઓ હજી સુધઈ પોતાનાં આકારને નથી લઈ શકી અને તેથી બમ્પ હજી પણ જળવાયેલું છે.

શું આવું બચ્ચાદાણીનાં ફેલવાથી પણ થાય છે ?
સગર્બાવસ્થા દરમિયાન બચ્ચાદાણી પણ ફેલાય છે. જો ડિલીવરી બાદ પણ પેટ બૅબી બમ્પ સાથે જેમનું તેમ જ દેખાઈ રહ્યું હોય, તો તેવું બચ્ચાદાણીનાં ફેલવાથી પણ થઈ શકે છે કે જે પોતાનાં વાસ્તવિક આકારમાં આવવામાં સમય લઈ રહી છે.

શું તેમાં દુઃખાવો થાય છે ?
ફેલાયેલી બચ્ચાદાણીને પેલ્વિસમાં સંકોચાઈ જવાનું હોય છે. આવામાં આપને થોડોક દુઃખાવો અનુભવાઈ શકે છે.

શું આ ફ્લુઇડનાં કારણે થાય છે ?
ડિલીવરી બાદ એમ્નીઓટિક ફ્લુઇડ, કેટલાક બીજા ફ્લુઇડ અને લોહી પણ પેટમાં બમ્પનો આકાર બનાવે છે,

શું બધુ સામાન્ય થઈ જશે ?
આરોગ્ય નિષ્ણાતનું કહેવું છે કે કેટલાક મહિનાઓમાં બૅબી બમ્પ જતું રહેશે અને આપ પોતાનાં વાસ્તવિક આકારમાં આવી જશો, પરંતુ જો આપ ચિંતિત છો તો આપ સ્ત્રી રોગ નિષ્ણાતને બતાવી શકો છો કે જેથી આપને જાણ થઈ શકે કે ડિલીવરી બાદ બૅબી બમ્પથી છુટકારો પામવા માટે આપ શું કરી શકો છો ?